April 17, 2026
Vartman Pravah
Breaking Newsદમણદીવદેશસેલવાસ

દાનહ અને દમણ-દીવ પ્રદેશ ભાજપની નવી કારોબારીની જાહેરાત : પ્રદેશ મહામંત્રી વાસુભાઈ પટેલ અને પ્રદેશ કોષાધ્‍યક્ષ તુષારભાઈ દલાલની છુટ્ટી

કારોબારી સમિતિમાં મોટી દમણની બાદબાકીઃ મહેશ ગાંવિતને મહામંત્રી પદ આપી સક્રિય રાખવા કરાયેલો પ્રયાસ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.27
ભારતીય જનતા પાર્ટીના રાષ્‍ટ્રીય અધ્‍યક્ષ શ્રી જે.પી.નડ્ડાની અનુમતિથી અને રાષ્‍ટ્રીય મહામંત્રી શ્રી બી.એલ.સંતોષ, પ્રદેશ પ્રભારી શ્રીમતી વિજ્‍ય રહાટકર અને પ્રદેશના સંગઠન મહામંત્રી શ્રી વિવેક ધાડકરની સહમતીથી દાદરા નગર હવેલી અને દમણ-દીવ પ્રદેશ ભારતીય જનતા પાર્ટીની પ્રદેશ કારોબારીની ઘોષણાકરવામાં આવી હતી.
પ્રદેશ પ્રમુખ તરીકે શ્રી દિપેશભાઈ ટંડેલની સાથે છ ઉપ પ્રમુખ, એક સંગઠન મહામંત્રી, બે મહામંત્રી, છ સચિવ, એક કોષાધ્‍યક્ષ, એક સહ કોષાધ્‍યક્ષ, એક કાર્યાલય મંત્રી, બે પ્રવક્‍તા, એક મીડિયા સંયોજક, એક સોશિયલ મીડિયા સંયોજક અને એક આઈ.ટી.સંયોજક મળી કુલ 23 સભ્‍યોની ટીમ હવે પ્રદેશ અધ્‍યક્ષ શ્રી દિપેશભાઈ ટંડેલ સાથે કાર્યરત બનશે.
આ પ્રદેશની ટીમમાં પહેલી વખત અનુ.જાતિના શ્રી મહેશ અગરિયાને ઉપ પ્રમુખ બનાવાયા છે.એક અનુ.જનજાતિના પ્રદેશ ઉપ પ્રમુખ તરીકે શ્રીમતી ભારતીબેન હળપતિને પણ સ્‍થાન મળ્‍યું છે. ગત લોકસભાની પેટા ચૂંટણીના ઉમેદવાર શ્રી મહેશ ગાંવિતને મહામંત્રી પદ આપી તેમને સક્રિય રાખવાનો પ્રયાસ કરાયો છે.
બીજી તરફ વરસોથી ભાજપને વફાદાર રહેલા શ્રી વાસુભાઈ પટેલની મહામંત્રી પદેથી અને શ્રી તુષાર દલાલની કોષાધ્‍યક્ષ પદેથી છુટ્ટી કરવામાં આવી છે. શ્રી દિપેશભાઈ ટંડેલની પ્રદેશ કારોબારીમાં મોટી દમણની પણ બાદબાકી કરાઈ છે. આ સમિતિમાં ચાર મહિલા સભ્‍યોને પણ સ્‍થાન અપાયું છે.
હાલના પ્રદેશ પ્રવક્‍તા શ્રી મજીદ લધાણીને હવે ફક્‍ત મીડિયા સંયોજક તરીકેનો પદભાર સોંપવામાં આવ્‍યો છે જ્‍યારે પ્રવક્‍તા તરીકે શ્રી વિશાલભાઈ ટંડેલ અને શ્રી તેજસ દોડિયાની વરણી કરવામાં આવી છે. જ્‍યારે શ્રી આશિષ પટેલસોશિયલ મીડિયા સંયોજક તરીકે કાર્યરત રહેશે.
શ્રી વિરેન્‍દ્ર રાજપૂરોહિતને સહ કોષાધ્‍યક્ષમાંથી બઢતી આપી કોષાધ્‍યક્ષ બનાવાયા છે. જ્‍યારે તેમની સાથે શ્રી રજનીકાંત ટંડેલને સમાવાયા છે.
શ્રી દિપેશભાઈ ટંડેલની કારોબારી દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં કેટલી કારગત નિવડે એ આવતા દિવસોમાં સ્‍પષ્‍ટ થશે અને દીવ નગરપાલિકાની ચૂંટણીમાં તેમની અગિ્ન પરિક્ષા થશે.

Related posts

વલસાડ જિલ્લા કક્ષાની બાળ પ્રતિભા સ્‍પર્ધા માટે અરજીઓ મંગાવાઇ

vartmanpravah

સરીગામ ઈન્‍ડસ્‍ટ્રીયલ ઝોનમાં ઉપલબ્‍ધ કરાયેલી સીસીટીવી કેમેરાની સુવિધા :ગુનાહિત પ્રવૃત્તિ ઉપર આવનારો અંકુશ

vartmanpravah

શસ્રો એકત્ર કરવાં, તે વાપરતાં શીખવું તથા ઉપલબ્‍ધિના સ્‍થાનથી દાદરા નગર હવેલી સુધી પહોંચાડવાં એ અત્‍યંત મહત્ત્વનું અને જોખમી કામ હતું

vartmanpravah

વણાકબારા ખાતે સાગર કવચને લઈને માછીમારો સાથે યોજવામાં આવી બેઠક

vartmanpravah

આર.કે. દેસાઈ કોલેજ ઓફ એજ્‍યુકેશન, વાપી દ્વારા આંતર કોલેજ વ્‍યાખ્‍યાન માળા અંતર્ગત વ્‍યાખ્‍યાન યોજાયું

vartmanpravah

લવાછામાં નવા પોલીસ સ્‍ટેશનનું ઉદ્‌ઘાટન કરાયું

vartmanpravah

Leave a Comment