January 16, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ધરમપુર માલનપાડા મોડેલ સ્કુલ ખાતે “મેન્સ્ટ્રુઅલ હાઈજીન દિવસ” ની ૧૩૫ વિદ્યાર્થીનીઓ સાથે ઉજવણી

(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
વલસાડ, તા.૨૧: મહિલા અને બાળ અધિકારી કચેરી દ્વારા ‘બેટી બચાવો બેટી પઢાઓ’ અભિયાન હેઠળ વલસાડ જિલ્લાના મોડેલ સ્કૂલ માલનપાડા – ધરમપુર સ્કૂલની ૧૩૫ જેટલી વિદ્યાર્થીનીઓ સાથે “મેન્સ્ટ્રુઅલ હાઈજીન દિવસ” કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મેડીકલ ઓફિસર ડૉ. ક્રિષ્ના પટેલ દ્વારા માસિકસ્ત્રા વ બાબતે અને આયર્ન ગોળીઓ તેમજ પોષણ અંગે, DHEWના મિશન કોઓર્ડિનેટર જીજ્ઞેશ પટેલ દ્વારા મહિલા અને બાળ વિકાસ વિભાગની યોજનાકીય માહિતી આપવામાં આવી. તેમજ બેટી બચાવો બેટી પઢાઓ યોજના, ગુડ ટચ બેડ ટચ, ચાઈલ્ડ હેલ્પલાઇન વિશેના વીડિયો દ્વારા માહિતી આપી વિસ્તૃત સમજણ આપવામાં આવી હતી. સખી વન સ્ટોપ સેન્ટરના કાઉન્સિલર જ્યોતીબેન ગામીત દ્વારા સેન્ટરની માહિતી આપવામાં આવી. સાથે સાથે વિદ્યાર્થીનીઓ સાથે પ્રશ્નોતરી દ્વારા પ્રશ્નોનું નિરાકરણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં શાળા આચાર્યા ડૉ. વર્ષાબેન પટેલ, શાળાના શિક્ષકો, DHEWના જેન્ડર સ્પેશિયાલીસ્ટ તુષાર પટેલ હાજર રહ્યા હતા.

Related posts

વાપી મુસ્‍કાન એન.જી.ઓ.ની માનવતાની પહેલ: 30 ફૂટપાથના બાળકોને સ્‍કૂલમાં એડમિશન અપાવ્‍યા

vartmanpravah

શ્રી હાલારી વિશા ઓશવાળ સમાજનું ગૌરવ: 4 ઓગસ્‍ટે ડોંબિવલીકર ફ્રેન્‍ડશીપ મેરેથોન સાથે હિતેશ ચુનીલાલ પોપટલાલ ગુટકાએ 300મી હાફ મેરેથોન પૂર્ણ કરી

vartmanpravah

વલસાડ જિલ્લા સંચારી રોગચાળા નિયંત્રણની બેઠક કલેકટર ક્ષિપ્રા આગ્રેના અધ્‍યક્ષસ્‍થાને યોજાઈ

vartmanpravah

વલસાડ પોલીસે તાડપત્રી સાથે સંતાડી રખાયેલો વિદેશી દારૂ ઝડપાયો

vartmanpravah

વાપીની મહિલા ઉપર અશ્‍લિલ વિડીયો ફોટા મોકલનારો આરોપી રાજકોટથી ઝડપાયો

vartmanpravah

વાપી પાલિકાનું વેરા વસૂલી અભિયાનઃ 27 કોમર્શિયલ મિલકતોને તાળા માર્યા, 3 સોસાયટીના નળ જોડાણ કાપ્‍યા

vartmanpravah

Leave a Comment