October 17, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશવલસાડવાપી

વાપી જીઆઈડીસીમાં ગટરના પાણીનો વિડીયો ઉતારતા કથિત યુટયુબીયો પત્રકાર નાળામાં ખાબક્‍યો

બિલાડીના ટોપની જેમ યુટયુબીયા ફૂટી નિકળ્‍યા છે: સરીગામ-વાપીમાં ઉદ્યોગકારોને ગટરના મામલે હેરાન કરવા ઉતરી પડે છે

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.11: છેલ્લા કેટલાક સમયથી થોકબંધ યુટયુબરોની કહેવાતી ન્‍યુઝ ચેનલો ફુલી ફાલી છે. તેની સાથે સાથે તેના કથિત પત્રકારો પણ કેમેરા લઈ ઉતરી પડેલા ઠેર ઠેર જોવા મળે છે. તેવો એક યુટયુબીયો કથિત પત્રકાર તોડપાણી કરવા વાપી જીઆઈડીસીમાં ગટરોના ફોટા પાડી શુટીંગ કરી રહ્યો હતો ત્‍યારે રવિવારે બપોરે ગટરમાં મોટર સાયકલ લઈને ખાબકી જતા ચકચાર મચી જવા પામી હતી. કમનસીબી એવી સર્જાઈ હતી કે જ્‍યાં ફોટા પાડી રહેલ તે નજીકની કંપનીના સ્‍ટાફે જ ભાઈ-સાહેબને ઉગાર્યા હોવાનો વિડીયો વાયરલ થવા પામ્‍યો હતો.
વાપી જીઆઈડીસીમાં સરના કેમિકલ અને એકરાપેક ઈન્‍ડસ્‍ટ્રીઝ નજીક એક બુલેટ ચાલક બુલેટ સાથે ગટરમાં ખાબકી ગયો હતો. મળતી વિગતો મુજબ તેનુ નામ બાદલ હોવાનું અને એક યુટયુબ ચેનલમાં કામ કરતો હોવાનું બહાર આવ્‍યું હતું. આ ઘાયલ યુવક અને તેમની ટોળકી વાપી જીઆઈડીસી સરીગામ, જીઆઈડીસી, છીરી, કરવડ જેવા વિસ્‍તારોમાં ભંગારના ગોડાઉન ધરાવતા અને ઉદ્યોગકારોને વારંવાર દબડાવતા હોવાનું પણ ચર્ચામાં છે. જ્‍યાં ત્‍યાં ગટરોમાં કલર યુક્‍ત પાણી દેખાય એટલે કેમેરા ઓન કરી દેતા અને પાછળથી તોડપાણીના ફંદા આચરતાનું પણચર્ચાઈ રહ્યું છે. આ અગાઉ પણ આવા લેભાગુઓ માર પણ ખાઈ ચૂકેલા છે તેમજ તેમના ત્રાસથી ફરિયાદો વી.આઈ.એ. અને એસ.આઈ.એ.માં પણ થઈ ચૂકેલી છે. આખરે યુટયુબીયાનો આજે જાહેરમાં ફિયાસ્‍કો થયેલો હોવાનું વાયરલ વિડીયો દર્શાવી રહ્યો છે.

Related posts

દમણમાં ગુરૂવારની રાત્રિએ છતનો શેડ કાપીને 3 દુકાનોમાંથી 70 હજારની ચોરી

vartmanpravah

સેલવાસમાં ભગવાન મહાવીર જયંતિની કરાયેલી ઉજવણી

vartmanpravah

દમણ-દીવ-દાનહના પૂર્વ વિકાસ આયુક્‍ત ધર્મેન્‍દ્રની દિલ્‍હીના મુખ્‍ય સચિવતરીકે નિયુક્‍તિ

vartmanpravah

વાપી બલીઠામાં 9 લાખ લીટરની ટાંકીમાં પડી ગયેલ શ્વાનનું રેસ્‍ક્‍યુ કરાયું

vartmanpravah

વાપીનું ગૌરવ: આરજીયુએચએસ – કર્ણાટક યુનિવર્સિટીમાં ડૉ.અદિતિ ગાંધીએ ગોલ્‍ડ મેડલ મેળવ્‍યો

vartmanpravah

‘આંતરરાષ્‍ટ્રીય મહિલા દિવસ’ના ઉપક્રમે મોટી દમણની ઉચ્‍ચ પ્રાથમિક શાળામાં પી.એસ.આઈ હિરલ પટેલનું કરાયેલું સન્‍માન

vartmanpravah

Leave a Comment