Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

સેલવાસમાં ભગવાન મહાવીર જયંતિની કરાયેલી ઉજવણી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.04: સેલવાસમાં ભગવાન મહાવીર સ્‍વામીની જન્‍મ જયંતી કલ્‍યાણક દિન તરીકે ધામધુમથી ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે શ્વેતામ્‍બર દિગંબર તેરાપંથી અને સ્‍થાનકવાસી દેરાસરોમાં વિશેષ પૂજન અને અભિષેક બાદ સંયુક્‍ત શોભાયાત્રા કાઢવામાં આવી હતી.


આમલી બાલાજી ટાઉનશીપ દિગંબર દેરાસરથી પાર્ヘનાથ યુવા મંડળ, અખિલ ભારતીય પુલન જૈન ચેતના મંચના ધર્મપ્રેમીઓ દ્વારા સવારે 6:00 વાગ્‍યે પ્રભાતફેરી કાઢવામાં આવી હતી. ત્‍યારબાદ સામુહિક અભિષેક તથા પૂજન બાદ વાજતે ગાજતે સંયુક્‍ત પાલખી યાત્રા કાઢવામાં આવી હતી. શોભાયાત્રા શહેરના વિવિધ વિસ્‍તારમાં ફરી પરત બાલાજી ટાઉનશીપ દેરાસર પર પરત આવી પહોંચી હતી. ત્‍યારબાદ વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં ભાવિક ભક્‍તોએ ઉત્‍સાહભેર ભાગ લીધો હતો.


શોભાયાત્રા બાદ આચાર્ય વિજયયુગચંદ સુરીશ્વર મહારાજનો પ્રવચન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યું હતું જેમાં સુરીશ્વર મહારાજે જૈન સિદ્ધાંતોનું સુંદર વર્ણન કરી જૈન ધર્મના અનુયાયીઓને સત્‍ય, અહિંસા અને નિષ્‍કામ જીવન જીવવાનો સંદેશ આપ્‍યો હતો. તેમણે દેશમાં થઈ રહેલા લોક વિકાસ અને સનાતન ધર્મના હિતોનાકાર્યોની પણ સરાહના કરી હતી. આ અવસરે એસ.ડી.પી.ઓ. સિદ્ધાર્થ જૈન, જૈન સમાજના અગ્રણીઓ સહિત મોટી સંખ્‍યામાં ભાવિક ભક્‍તો ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

દાનહ વનવિભાગ દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસ નિમિતે વૃક્ષારોપણ કરાયું

vartmanpravah

શ્રી રામદેવ ચેરીટેબલ ટ્રસ્‍ટ સરીગામ ભીલાડ દ્વારા ચારભુજાજી રેવાડ યાત્રાનું કરવામાં આવેલું ભવ્‍ય આયોજન

vartmanpravah

વાપી ડુંગરી ફળીયામાં લાગેલી ભીષણ આગ કેસમાં 13 ભંગારીયા વિરુધ્‍ધ ફરિયાદ અને ધરપકડ

vartmanpravah

મોતી બનેલાં એ આંસુઓ છત્રપતિની કરુણાના હારમાં કયારે ગૂંથાઈ ગયા તે ખુદને પણ ખબર ન પડી!

vartmanpravah

દાનહ જિલા પંચાયત પ્રમુખ નિશા ભવરે રખોલી ગ્રામ પંચાયતની લીધેલી મુલાકાત

vartmanpravah

વાપી ચલામાં અન્‍ડર વોટર ટનલ માછલીઘર અનેએમ્‍યુઝમેન્‍ટ પાર્કનો પ્રારંભ : બે મહિના સુધી ચાલશે

vartmanpravah

Leave a Comment