April 19, 2024
Vartman Pravah
Breaking Newsદમણદેશ

‘આંતરરાષ્‍ટ્રીય મહિલા દિવસ’ના ઉપક્રમે મોટી દમણની ઉચ્‍ચ પ્રાથમિક શાળામાં પી.એસ.આઈ હિરલ પટેલનું કરાયેલું સન્‍માન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.08
સરકારી ઉચ્‍ચ પ્રાથમિક શાળા પરિયારી દ્વારા આજે ‘આંતરરાષ્‍ટ્રીય મહિલા દિવસ’ની ઉજવણીના કાર્યક્રમમાં પરિયારી ગ્રામ પંચાયત વિસ્‍તારની મહિલા પી.એસ.આઈ. શ્રીમતી હિરલબેન પટેલનું સન્‍માન કરવામાં આવ્‍યું હતું.
આ પ્રસંગે શાળા કેમ્‍પસમાં આયોજીત કાર્યક્રમમાં પરિયારી ઉચ્‍ચ પ્રાથમિક શાળાના ઈન્‍ચાર્જ આચાર્ય શ્રીમતી પુષ્‍પા રાઠોડે જણાવ્‍યું હતું કે, આપણા દરેકના ઘરના ઉંબરે ચાર દેવીઓનું નિવાસ સ્‍થાન હોય છે. જે માતા, બહેન, પત્‍નિ અને દિકરીના સ્‍વરૂપમાં હોય છે. જેનું સન્‍માન કરવામાં આવે તો ડુંગર ઉપર બિરાજમાન દેવીને ચુંદડી ચઢાવવાની જરૂરીયાત હોતી નથી. પરંતુ જો આ ચાર દેવીઓનું ઘરમા સન્‍માન નહી કરવામાં આવે, તો ડુંગર ઉપર બિરાજમાન દેવી પણ તે ચુંદડીનો સ્‍વીકાર કરતી નથી. તેથી તેમણે દરેક મહિલાઓનો આદર કરવા શિખામણ આપી હતી અને પરિયારી ગ્રામ પંચાયત વિસ્‍તારના પી.એસ.આઈ. શ્રીમતી હિરલ પટેલ આપણુંગૌરવ હોવાનું પણ જણાવ્‍યું હતું.
આ પ્રસંગે પી.એસ.આઈ. શ્રીમતી હિરલ પટેલે વિદ્યાર્થીઓને પ્રોત્‍સાહિત કરતા જણાવ્‍યું હતું કે, હવે કોઈપણ ક્ષેત્ર એવું નથી કે જ્‍યાં મહિલાઓ નહી પહોંચી હોય. તેમણે ખાસ કરીને વિદ્યાર્થીનીઓને અભ્‍યાસની સાથે સાથે રમતગમત અને પોતાની તંદુરસ્‍તીનું પણ ધ્‍યાન રાખવા સમજણ આપી હતી. તેમણે જણાવ્‍યું હતું કે, આ શાળામાં ભણી હું પી.એસ.આઈ. સુધી પહોંચી છું. ત્‍યારે આ શાળાની કોઈ વિદ્યાર્થીની આઈ.પી.એસ. સુધી પહોંચે એવી તેમણે કામના કરી હતી.
આ કાર્યક્રમમાં શાળાની વિદ્યાર્થીનીઓએ વિરાંગના મહિલાઓના પાત્રની ભૂમિકા પણ ખુબજ સફળતાપૂર્વક ભજવી હતી.
આ કાર્યક્રમનું સંચાલન શાળાના શિક્ષિકા શ્રીમતી ડિમ્‍પલબેન જી.પટેલે ખુબ જ કુશળતાથી કર્યુ હતું. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવામાં ઈન્‍ચાર્જ આચાર્ય શ્રીમતી પુષ્‍પા રાઠોડના માર્ગદર્શન હેઠળ શિક્ષિકા શ્રીમતી નૈનિતા દમણિયા, શ્રીમતી તેજલ માહ્યાવંશી, શ્રીમતી ડિનલ પટેલ અને શ્રી અનિલભાઈ અહિરેએ ભારે જહેમત ઉઠાવી હતી.

Related posts

ધરમપુર મૂળગામ શાળાનું નવિન બાંધકામ નબળું હોવાની હકિકતો ગ્રામજનોએ ઉજાગર કરતા અંતે બાંધકામ તોડવાની નોબત

vartmanpravah

વાપીના યુવાન બિલ્‍ડરની પાર નદીમાં મોતની છલાંગ

vartmanpravah

નરોલીની માઉન્‍ટ લીટ્રા શાળાના ગ્રાઉન્‍ડ ઉપર વિદ્યાર્થીઓને તીરંદાજીની આપવામાં આવી ટ્રેનિંગ

vartmanpravah

મોદી સરકારના શાસનમાં દાનહ અને દમણ-દીવમાં ચૂંટાયેલા સાંસદો અને લોક પ્રતિનિધિઓની કલ્‍પનાની બહારનો થયેલો વિકાસ

vartmanpravah

દાનહ લોકસભા બેઠકની પેટા ચૂંટણી માટે ભાજપના ઉમેદવાર તરીકે મહેશભાઈ ગાવિતે નોંધાવેલી ઉમેદવારી

vartmanpravah

દાનહમાં વિવિધ પ્રજાતિઓના 181 પક્ષીઓઃ વન વિભાગના સર્વેનું પ્રમાણ

vartmanpravah

Leave a Comment