January 16, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશવલસાડવાપી

વાપી નગરપાલિકા વિસ્‍તારમાં રૂા. 10 કરોડના વિવિધ વિકાસ કામોનું નાણામંત્રીના હસ્‍તે ખાતમુહૂર્ત કરાયું

કાર્યક્રમમાં સત્તાધાર સોસાયટીના રહીશોએ સમસ્‍યાઓનો બળાપો ઠાલવ્‍યો, પાલિકા સત્તાધીશો છોભીલા પડયા

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.11: વાપી નગરપાલિકાના વિવિધ વિસ્‍તારોમાં જુદા જુદા 10 કરોડના વિકાસ કામોનું નાણામંત્રી કનુભાઈ દેસાઈના હસ્‍તે ખાતમુહૂર્તના કાર્યક્રમ શનિવારના રોજ નગરપાલિકાના પદાધિકારીઓ અને ભાજપના હોદ્દેદારોની ઉપસ્‍થિતિમાં યોજાયો હતો. કાર્યક્રમમાં ચલા સત્તાધાર સોસાયટીના રહીશોએ સ્‍થાનિક સમસ્‍યાનો બળાપો ઠાલવ્‍યો હતો.
વાપી નગરપાલિકા વિસ્‍તારમાં વિવિધ 10 કરોડના વિકાસ કાર્યોનું નાણામંત્રી કનુભાઈ દેસાઈએ વરસતા વરસાદમાં ખાતમુહૂર્ત કર્યા હતા. જેમાં ડુંગરા આઝાદનગરમાં પીવાના પાણી અને અંડર ગ્રાઉન્‍ડ સંપ, સુલપડ કોળીવાડમાં લાઈનીંગ, કરસનજી પાર્કમાં હયાત ગટરને જોડતી આર.સી.સી. પાઈપલાઈન, સત્તાધાર સોસાયટીમાં આંતરિક રોડ અને સોલિડ વેસ્‍ટ મેનેજમેન્‍ટ સાઈટનું અપગ્રેડેશન જેવા કામોના ખાતમુહૂર્ત કરાયા હતા. સત્તાધાર સોસાયટીમાં રહીશોએ મહિલાઓએ કાસ બિસ્‍માર અને વરસાદ પાણી ઘરોમાં ભરાઈ જાય છે તેથી સત્તા પર ગટરો બનાવાની માંગ સાથે બળાપા સત્તાધારીઓ સામે ઠાલવ્‍યા. પાલિકા પ્રમુખ, ઉપ પ્રમુખ, ચીફ ઓફિસર જવાબ નહી આપી છોભીલા પડી ગયા હતા.

Related posts

નરોલીના હવેલી ફળિયામાં બંધ બંગલામાં થયેલી ચોરી

vartmanpravah

કપરાડા તાલુકા કક્ષાના 75મા વન મહોત્‍સવની પૂર્વ મંત્રી અને ધારાસભ્‍ય જીતુભાઈ ચૌધરીના અધ્‍યક્ષસ્‍થાને કરાયેલી ઉજવણી

vartmanpravah

‘સખી’ વન સ્ટોપ સેન્ટર નવસારી ખાતે આંતરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી

vartmanpravah

પારડીના બી માર્ટની દુકાનમાં ધામણ પ્રજાતિનો સાપ રેસ્‍ક્‍યુ કરાયો

vartmanpravah

વલસાડ અતુલ બંગલામાં પી.એસ.આઈ. ત્રણ કોન્‍સ્‍ટેબલ સહિત 19 શરાબ-કબાબની મહેફીલ માણતા ઝડપાયા

vartmanpravah

ધરમપુર સ્‍ટેટ હોસ્‍પિટલમાં ફરજ બજાવતા કર્મચારીઓને બે મહિનાથી પગાર નહીં ચૂકવાતા ઉચ્‍ચસ્‍તરે કરાયેલી રજૂઆત

vartmanpravah

Leave a Comment