October 14, 2025
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દાનહની આલોક પબ્‍લિક સ્‍કૂલનું સરાહનીય પગલું: સામરવરણીની અવર લેડી ઓફ હેલ્‍પ ઈંગ્‍લીશ શાળાના વિદ્યાર્થીઓને પ્રવેશ અપાશે

પ્રશાસન દ્વારા અવર લેડી ઓફ હેલ્‍પ સ્‍કૂલને હાલના તબક્કે બંધ રાખવાનો આદેશ કરવામાં આવેલ છે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.11 : દાદરા નગર હવેલીના સામરવરણી ગામે આવેલ અવર લેડી ઓફ હેલ્‍પ ઈંગ્‍લીશ શાળાના સંચાલક અને એક શિક્ષક દ્વારા સગીર વિદ્યાર્થીની સાથે આચરેલા દુષ્‍કર્મની ઘટના બાદ પોલીસ પ્રશાસન દ્વારા શાળા સંચાલક અને શિક્ષકની ધરપકડ કરવામાં આવી હતી અને પ્રશાસન દ્વારા પણ આ સ્‍કૂલને જ્‍યાં સુધી નવો આદેશ નહીં કરાય ત્‍યાં સુધી બંધ રાખવામાં આવી છે. જેના કારણે શાળામાં ભણતા બાકીના વિદ્યાર્થીઓના વાલીઓમાં એમના બાળકોના ભણતર માટે ચિંતા સતાવી રહી છે. આ ઘટનાથી વિદિત આલોક પબ્‍લિક સ્‍કૂલના સંચાલકો અને આચાર્યશ્રીએ અવર લેડી ઓફ હેલ્‍પ સ્‍કૂલના વિદ્યાર્થીંઓનું ભવિષ્‍ય બર્બાદ નહીં થાય એ હતુથી નિર્ણય કરવામાં આવેલ છે કે આ શાળાના સંચાલકની ભૂલની સજા માસુમ બાળકોના ભવિષ્‍યની ચિંતા કરી અને આ કારણે આલોક પબ્‍લિક સ્‍કૂલના પ્રિન્‍સિપાલ શ્રીમતી સ્‍મૃતિ સિંહ દ્વારા અવર લેડી ઓફ હેલ્‍પ સ્‍કૂલના વિદ્યાર્થીઓની આવર્ષની ફી પણ લેવામાં આવશે નહીં અને તેઓને એમના ભવિષ્‍યને સુધારવા માટે એમનું માર્ગદર્શન કરવું આપણી દરેકની જવાબદારી છે અને સ્‍થિતિ ભલે કેટલીય વિકટ કેમ નહીં હોય… આપણા બાળકોને શિક્ષિત કરવું જ જોઈએ જેવા વિચારોને અનુસરી આલોક પબ્‍લિક સ્‍કૂલના સંચાલકો દ્વારા નિર્ણય લેવામાં આવ્‍યો છે કે સામરવરણીની બંધ અવર લેડી ઓફ હેલ્‍પ ઈંગ્‍લીશ સ્‍કૂલના વિદ્યાર્થીઓને શિક્ષણ આપીશું.
આલોક પબ્‍લિક શાળાના આચાર્ય શ્રીમતી સ્‍મૃતિ સિંહે વધુમાં જણાવ્‍યું કે ધોરણ 10 અને 12 બોર્ડના વિદ્યાર્થીઓની ચિંતા વધુ છે, કારણ કે આ ધોરણના વિદ્યાર્થીઓનું રજીસ્‍ટ્રેશન અને અન્‍ય પેપર વર્ક સત્રના પહેલા ચરણમા જ સંપન્ન થઈ જાય છે. પરંતુ સત્રના મધ્‍યમાં જ આ દુર્ઘટના થઈ જવાને કારણે આ વિદ્યાર્થીઓ પર પ્રતિકૂળ પ્રભાવ પડયો છે. આચાર્યાએ જણાવ્‍યું કે અમે સીબીએસસીને આ સંદર્ભે વાત કરીશું અને એમના આપવામાં આવેલ દિશાનિર્દેશ અનુસાર પાલન કરી વિદ્યાર્થીઓની સમસ્‍યાને અમે નિヘતિ રૂપે હલ કરવામાં સક્ષમ થઈશું. આ રીતના સરાહનીય કદમ ઉઠાવવા બદલ પ્રદેશના લોકો તેમજ શાળાના વિદ્યાર્થીઓના વાલીઓમાં પણ થોડી ચિંતા ઓછી થવા પામી હોય એવું પ્રતિત થઈ રહ્યું છે. આજ રીતે જો અન્‍ય શાળાઓ પણ બીજા ધોરણના વિદ્યાર્થીઓને એડમીશન આપી ભણતર કરાવવામાંઆવે તો તેઓનું પણ ભવિષ્‍ય સુધારી શકાય એમ છે.

Related posts

કપરાડામાં જીત કુને-ડો એસોસિએશન કરજુ ગ્રુપ દ્વારા લેવાઈ માર્શલ આર્ટ્‍સ વિશેની પરીક્ષા

vartmanpravah

વાપી વિસ્‍તારમાં પડેલા વધુ વરસાદની સાથે જીઆઈડીસીની કેટલીક કંપનીઓએ પ્રદૂષિત પાણી છોડયું

vartmanpravah

ઓરવાડ હાઈવે ઉપરથી સેન્‍ટીંગ પતરાની આડમાં ટેમ્‍પામાં ભરેલ દારૂનો જથ્‍થો ઝડપાયો

vartmanpravah

વાપી લવાછાના પરિવારે ઉજ્જેન મહાકાલ દરબારમાં 2.6 કિલો રૂા.2.50 લાખનો ચાંદીનો મુગટ અર્પણ કર્યો

vartmanpravah

સંઘપ્રદેશ પ્રશાસનનો માનવીય અને સંવેદનશીલ અભિગમ સેલવાસ વિભાગની વિવિધ હાયર સેકન્‍ડરી સ્‍કૂલોમાં રેવન્‍યુ શિબિર યોજાઈઃ કુલ 587 આવેદકોને જારી કરાયા આવકના  દાખલા

vartmanpravah

વાપી ચાર રસ્‍તા દુકાનેથી નમાજ પઢવાનું કહી નિકળેલ યુવાન ગુમ : બાઈક દમણગંગા પુલ ઉપરથી મળ્‍યુ

vartmanpravah

Leave a Comment