October 14, 2025
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દાનહમાં ભારે પવન સાથે ખાબકેલા વરસાદથી વૃક્ષો જમીનદોસ્‍તઃ વીજળીના થાંભલા તૂટી પડતા વીજળી ગુલઃ સુરંગીમાં પોલીસ આઉટપોસ્‍ટ ધરાશાયી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.11: દાદરા નગર હવેલીમાં વાદળોના ગડગડાટ અને વિજળીના ચમકારા સાથે અને પવન સાથે ભારે વરસાદ ખાબકવાના પડવાને કારણે કેટલાક ગામોમાં વૃક્ષો તૂટી પડતા મુખ્‍ય રસ્‍તાઓ બંધ થઈ જવા પામ્‍યા હતા. જ્‍યારે કેટલીક જગ્‍યાઓ પર વૃક્ષો પડવાને કારણે વીજપોલને ભારે નુકસાન થતાં વીજળી પણ ગુલ થતાં લોકોને અંધારપટ્ટનો સામનો કરવા પડયો હતો.
સુરંગી ગામે એક જગ્‍યા પર આંબાનું મોટું ઝાડ પડી જતાં રસ્‍તો બંધ થઈ ગયો હતો જેને ફાયર વિભાગ અને ડિઝાસ્‍ટર વિભાગ દ્વારા હટાવી રસ્‍તો ખુલ્લો કરવામાં આવ્‍યો હતો. જ્‍યારે સુરંગી આઉટપોસ્‍ટ નજીક નિલગીરીનું ઝાડ પડવાને કારણે આગળના ભાગે નુકસાન થયું હતું. સુરંગી, આંબોલી અને વાસોણા ગામમાં પણ વૃક્ષો તુટી પડયા હતા. જેને હટાવવાની કામગીરી પ્રશાસન દ્વારા હાથ ધરી હતી પરંતુ એના કારણે કેટલાક વીજપોલ તુટી જવાને કારણે કેટલાક ગામોમાં વીજળી પણ ગુલ થઈ ગઈ હતી.
સેલવાસમાં 22.6 એમએમ એટલે એક ઇંચ વરસાદ વરસ્‍યો હતો. સિઝનનો કુલ વરસાદ2936.4 એમએમ એટલે કે 117.44 ઇંચ વરસાદ થયો છે. જ્‍યારે ખાનવેલમા 42.5 એમએમ એટલે કે દોઢ ઇંચથી વધુ અને સિઝનનો કુલ વરસાદ 2806.2 એમએમ એટલે કે 110.48 ઇંચ વરસાદ થયો છે. મધુબનડેમનું લેવલ 78.40 મીટર છે. મધુબન ડેમમાં પાણીની આવક 10507 ક્‍યુસેક છે અને ડેમમાં પાણીની જાવક 11582 ક્‍યુસેક નોંધાઈ છે.

Related posts

વલસાડમાં યુવતિએ પોલીસ સ્‍ટેશનમાં આત્‍મહત્‍યા કરવાની ચિમકી આપી

vartmanpravah

દાનહમાં ખેલ અને યુવા વિભાગ દ્વારા ઈન્‍ટર કોલેજ ક્રિકેટ હરીફાઈનું આયોજન

vartmanpravah

દાદરાની સરલા પરર્ફોમન્‍સ ફાઇબર્સ કંપનીના કર્મચારીઓની પગાર વધારા મુદ્દે હડતાલ

vartmanpravah

દાનહની 108 એમ્‍બ્‍યુલન્‍સ ટીમ દ્વારા આશ્રમના બાળકો સાથે ‘બાળ દિવસ’ની ઉજવણી કરાઈ

vartmanpravah

દમણમાં તેલંગણા રાજ્‍યના 8મા સ્‍થાપના દિવસ પ્રસંગે ડેપ્‍યુટી કલેક્‍ટર પ્રિયાંશુ સિંહે આપેલીશુભકામના

vartmanpravah

વાપીના સુલપડમાં મતદાન વધારવા માટે સ્‍વીપ દ્વારા મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

Leave a Comment