Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદેશસેલવાસ

દાનહમાં રાષ્ટ્રીય પક્ષી મોરનો શિકાર કરનાર શિકારીની વન વિભાગે કરી ધરપકડ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.11: દાદરા નગર હવેલી વન વિભાગ દ્વારા રાષ્ટ્રીય પક્ષી મોરનો શિકાર કરનાર શિકારી આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. વન વિભાગની ફોરેસ્‍ટ ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમ્‍યાન જંગલમાં હલચલ જોતા તપાસ કરતા એક વ્‍યક્‍તિ મરેલા મોર સાથે જોવા મળ્‍યો હતો. જેને ગલોન્‍ડા ફોરેસ્‍ટમાં ફોરેસ્‍ટર શ્રી સ્‍વપિ્નલ પટેલ અને શ્રી તેજસ પટેલે આરોપીને પકડી તેની પૂછપરછ કરતાં આરોપી નિલેશ જાદવ (ઉ.વ.38) રહેવાસી કપરાડા, જે એના કોઈક સગાંને ત્‍યાં રોકાયો હતો અને અહીં જંગલમાં ગિલોલ વડે મોરનો શિકાર કર્યો હોવાનું જણાવ્‍યું હતું. જેની વિરુદ્ધ વાઈલ્‍ડ લાઈફ પ્રોટેક્‍શન એક્‍ટ 1972 સેક્‍શન 9 મુજબ ગુનો દાખલ કરવામાં આવ્‍યો છે. આરોપી નિલેશ જાદવને દાનહના આર.એફ.ઓ. શ્રી કિરણ પરમારે કોર્ટમાં રજૂ કરતા રાષ્ટ્રીય પક્ષી મોર શિડયુલ વનમાં આવતુ હોવાને કારણે ગુનાની સજા 3 વર્ષ કે તેથી વધુ અને હાલમાં આરોપીને 14 દિવસની જ્‍યુડિશિયલ કસ્‍ટડી આપવામાં આવી છે અને મૃત મોરનુંવનવિભાગ દ્વારા પોસ્‍ટમોર્ટમ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Related posts

મહેસૂલી વિભાગને લગતા પ્રજાજનોના પ્રશ્નોના સ્થળ ઉપર નિકાલ માટે નવસારીથી  “મહેસૂલી મેળા”નો શુભારંભ કરાવતા મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી

vartmanpravah

કે.બી.એસ. એન્‍ડ નટરાજ કોલેજનો એન.એસ.એસ. કેમ્‍પ યોજાયો

vartmanpravah

વલસાડ નગરપાલિકાના એન્‍ક્રોયમેન્‍ટ ઈન્‍સ્‍પેક્‍ટર મહેશકુમાર ઉર્ફે મુન્ના ધનસુખ ચૌહાણ વિરુદ્ધ એસીબીએ રૂા.2000 ની લાંચનો ગુન્‍હો દાખલ કર્યો

vartmanpravah

વલસાડ જિલ્લામાં ખેતી લાયક વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીનો માહોલ

vartmanpravah

જાયન્ટસ ગ્રુપ ઓફ વલસાડ દ્વારા વિદ્યાર્થીઓને શૈક્ષિણક કીટ વિતરણ

vartmanpravah

એકવાર વેચેલી જમીન ફરી વેચાણ કરી છેતરપિંડી કરવા બાબતે એન.આર.આઈ. મહિલા સામે ડુંગરા પોલીસમાં લેખિતમાં એન.સી.

vartmanpravah

Leave a Comment