October 14, 2025
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદેશ

‘સ્‍ટાર્ટ અપ ઈન્‍ડિયા’ના બે અધિકારીઓએ દમણની લીધેલી મુલાકાતઃ ડીઆઈએ ખાતે યોજાયેલો વર્કશોપ

  • ‘સ્‍ટાર્ટઅપ ઈન્‍ડિયા’ના અધિકારીઓ સલિલ સેઠ અને આકાશ ગોયલે ડીઆઈએ ટીમ પાસેથી અહીંના સ્‍ટાર્ટઅપ સંબંધિત પાસાઓ શીખ્‍યા

  • પ્રશાસક પ્રફુલભાઈ પટેલના કુશળ નેતૃત્‍વ હેઠળદમણમાં સ્‍ટાર્ટઅપ્‍સ માટે તમામ યોગ્‍ય સંસાધનો ઉપલબ્‍ધ છેઃ ડીઆઈએ પ્રમુખ પવન અગ્રવાલ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ,તા.11: ભારત સરકારદ્ધના ઉદ્યોગ મંત્રાલયના ‘સ્‍ટાર્ટઅપ ઈન્‍ડિયા’ સાથે સંકળાયેલા બે અધિકારીઓએ દમણની મુલાકાત કરી દમણ ઈન્‍ડસ્‍ટ્રીઝ એસોસિએશન તરફથી અહીંના સ્‍ટાર્ટઅપ સંબંધિત વિવિધ પાસાઓ બાબતે જાણકારી મેળવી હતી. ભારત સરકારના ઉદ્યોગ મંત્રાલયના અધિકારીઓ શ્રી સલિલ શેઠ અને શ્રી આકાશ ગોયલની ઉપસ્‍થિતિમાં દમણ ઈન્‍ડસ્‍ટ્રીઝ એસોસિએશનના સભાખંડમાં એક મહત્‍વપૂર્ણ વર્કશોપ યોજાયો હતો. જેમાં ઘણા સ્‍ટાર્ટઅપ્‍સે ભાગ લીધો હતો. આ પ્રસંગે ડીઆઈએ દ્વારા જણાવવામાં આવ્‍યું હતું કે દમણમાં અત્‍યાર સુધીમાં 30 થી વધુ સ્‍ટાર્ટઅપ શરૂ થયા છે. ‘સ્‍ટાર્ટઅપ ઈન્‍ડિયા’ના પદાધિકારીઓ શ્રી સલિલ શેઠ અને શ્રી આકાશ ગોયલે જણાવ્‍યું હતું કે અમારી દમણની મુલાકાતનો હેતુ સ્‍ટાર્ટઅપ્‍સને પ્રોત્‍સાહન આપવાનો છે. વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઈ મોદીનું સપનું ભારતને નોકરી શોધનારમાંથી નોકરી આપનાર બનાવવાનું છે. આપણે આપણા દેશના યુવાનોને આગળ વધારવાના છે. દમણ ઈન્‍ડસ્‍ટ્રીઝ એસોસિએશનના પ્રમુખ પવન અગ્રવાલે જણાવ્‍યું હતું કે પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના નેતૃત્‍વ હેઠળ દમણનું સદ્‌ભાગ્‍ય છે કે વહીવટીતંત્રે અહીં મજબૂત આર્થિક અને સામાજિકમાળખું તૈયાર કર્યું છે. બિઝનેસ અને એન્‍ટરપ્રાઇઝનું એવું વાતાવરણ ઊભું કરવામાં આવ્‍યું છે કે કોઈપણ સ્‍ટાર્ટઅપ અહીં આવીને પોતાનો ઉદ્યોગ સ્‍થાપી શકે છે. પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના સક્ષમ અને સબળ નેતૃત્‍વ હેઠળ દમણમાં સ્‍ટાર્ટ અપ માટે તમામ જરૂરી સંસાધનો ઉપલબ્‍ધ કરાવવામાં આવ્‍યા છે.

Related posts

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના કુશળ માર્ગદર્શન અને દૂરંદેશીથી સંઘપ્રદેશના સરપંચો માટે દૂધની-કૌંચા ખાતે બે દિવસીય ક્ષમતા નિર્માણ વર્કશોપ અને એક્‍સ્‍પોઝર વિઝિટના કાર્યક્રમનું આયોજન

vartmanpravah

વલસાડ જિલ્લાનીતમામ અદાલતોમાં તા.14 ડિસેમ્‍બરે નેશનલ લોક અદાલત યોજાશે

vartmanpravah

તા.૪થી જૂને નાણાં વિભાગ ગાંધીનગર દ્વારા સુરત ખાતે પેન્‍શન અદાલત યોજાશે

vartmanpravah

દમણની સાર્વજનિક શાળામાં શિક્ષક દિવસની ઉત્‍સાહભેર કરાયેલી ઉજવણી શિક્ષકો આપણને માત્ર શિક્ષણ જ આપતા નથી, પરંતુ જીવન જીવવાનો સાચો માર્ગ પણ બતાવે છેઃ જીજ્ઞેશ જોગી-દમણ સાર્વજનિક વિદ્યાલયના ચેરમેન

vartmanpravah

વલસાડ જિલ્લાના કોળી પટેલ સમાજની શૈક્ષણિક ક્ષેત્રે ઊંચી છલાંગઃ ડોક્‍ટર, સી.એ., પી.એચડી. સહિત વિવિધ ક્ષેત્રના તેજસ્‍વી તારલાઓનું સન્‍માન કરાયું

vartmanpravah

દાનહ જિ.પં.ના ઉપ પ્રમુખ પદેથી દિપક પ્રધાન બર્ખાસ્‍ત

vartmanpravah

Leave a Comment