September 21, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

પારડીના સુખેશ ખાતે બાઇક અને કાર સામ સામે અથડાતા ગંભીર અકસ્‍માત

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
પારડી, તા.05: પારડીના સુખેશ નાનાપોંઢા રોડ પરથી ગત બુધવારની રાતે ઇકો કાર નંબર જીજે-15-એડી-7487 પારડી તરફ આવી રહી હતી. જ્‍યારે પારડીથી નાનાપોંઢા તરફ જતી પલ્‍સર બાઈક નંબર જીજે-15-એક્‍યુ-0606 પર સવાર થઈ દિલિપભાઈ ધનજીભાઈ દરોટીયા ઉવ 27 રહે.કપરાડા ચિંચપાડા અને તેના સાથે અન્‍ય એક ઈસમ જઈ રહ્યા હતા. ત્‍યારે ઓવરટેકની લાયમાંપલ્‍સર બાઇક અને ઇકો કાર સામ સામે અથડાયા હતા. જેમાં બાઇક અને કારમાં ભારે નુકસાન પહોંચ્‍યું હતું અને બાઇક સવાર દિલીપને હાથ અને પગમાં ફેકચર જેવી ઇજા પહોંચી હતી. જ્‍યારે સાથે બેસેલો અન્‍ય એક ઈસમને નાની મોટી ઇજા પહોંચી હતી. આ અકસ્‍માતનો અવાજ સાંભળી આજુબાજુના લોકો દોડી આવ્‍યા હતા અને 108 એમ્‍બુલન્‍સને જાણ કરી ઈજાગ્રસ્‍તને સારવાર માટે વલસાડ સિવિલ હોસ્‍પિટલ ખસેડવામાં આવ્‍યા છે. આ અકસ્‍માતની જાણ થતાં પારડી પોલીસ અને ઘટના સ્‍થળે દોડી ગઈ હતી અને વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

Related posts

દાનહ પોલીસ દ્વારા ગલોન્‍ડા ગામેથી ચાર મટકા રમતા આરોપીઓને ઝડપી પાડયા

vartmanpravah

દાનહ ‘આદિવાસી એકતા પરિષદ’ દ્વારા જન નાયક બિરસા મુંડાના જન્‍મોત્‍સવ અવસરે ભવ્‍ય રેલીનું આયોજન

vartmanpravah

દાનહમાં 04 કોરોના પોઝિટીવ કેસ નોંધાયા

vartmanpravah

સેલવાસ ઝંડાચોક શાળાના વિદ્યાર્થીઓએ પોલીસ સ્‍ટેશનની લીધેલી મુલાકાત

vartmanpravah

પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની કૃપાદૃષ્ટિ અને સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલ પટેલની સ્વપ્નદ્રષ્ટા પહેલની ફળશ્રુતિ રૂપે સેલવાસના જૂના સચિવાલય સંકુલમાં 6 અને 7 ફેબ્રુઆરીએ નવા લેબર કોડ્‍સ અંગે વર્કશોપ યોજાશે

vartmanpravah

કપરાડાના પાનસ ગામથી નાનાપોંઢા પોલીસે જુગારીઓ ઝડપ્‍યા

vartmanpravah

Leave a Comment