Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ જીઆરપી રેલવે પોલીસ સ્‍ટેશનમાં ટ્રેનોમાં દારૂ હેરાફેરી માટે હલ્લાબોલ : આવેદનપત્ર અપાયું

ઝેડઆરયુસીસી વેસ્‍ટર્ન રેલવે પૂર્વ અધ્‍યક્ષ કલ્‍પેશ બારોટ અને એસ.યુ.આઈ.ના જનરલ સેક્રેટરી વિશાલ પ્રજાપતિએ આવેદનપત્ર આપ્‍યું

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.20: વાપીથી સુરત વચ્‍ચે દોડતી ટ્રેનોમાં મોટાપાયે ગેરકાયદે બેફામ દારૂની હેરાફેરી થાય છે તેને અટકાવવા માટે ઝેડઆરયુસીસી વેસ્‍ટર્ન રેલવેના પૂર્વ સદસ્‍ય કલ્‍પેશ બારોટ અને સુરત કોંગ્રેસ એન.એસ.યુ.આઈ.ના જનરલ સેક્રેટરી વિશાલ પ્રજાપતિ તેમનાસમર્થકો સાથે જી.આર.પી. રેલવે પોલીસ સ્‍ટેશનમાં પહોંચ્‍યા હતા.
વેસ્‍ટર્ન રેલવે વાપીથી સુરત વચ્‍ચે દોડતી ટ્રેનોમાં હજારો પેટી દારૂની બિંદાસ હેરાફેરી જી.આર.પી.ની રહેમ નજર હેઠળ થઈ રહી છે. તેને અટકાવવાની માંગણી સાથે ઝેડઆરયુસીસી વેસ્‍ટર્ન રેલવેના પૂર્વ સદસ્‍ય કલ્‍પેશ બારોટ અને સુરત કોંગ્રેસ એનએસયુઝેડના સેક્રેટરી વિશાલ પ્રજાપતિના નેતૃત્‍વમાં સેંકડો સમર્થકો સાથે જીઆરપી રેલવે પોલીસ સ્‍ટેશનમાં પહોંચી ટ્રેનમાં દારૂ હેરાફેરી અટકાવવા આવેદનપત્ર પાઠવ્‍યું હતું. તથા તેમણે આક્ષેપ કર્યો હતો કે કોન્‍સ્‍ટેબલ પ્રવિણ બારીયાની બદલી કેમ થતી નથી. રેલવેમાં દારૂ હેરાફેરીની લડત અમારી લાંબા સમયથી ચાલી રહે છે. ન્‍યાય નહિ મળે તો ઉગ્ર આંદોલનની પણ ચીમકી અપાઈ હતી.

Related posts

દમણવાડા ગૃપ ગ્રામ પંચાયતમાં આયોજીત ગણેશ મહોત્‍સવ

vartmanpravah

શ્રી સ્વામિનારાયણ સેકન્‍ડરી એન્‍ડ હાયર સેકન્‍ડરી સ્કૂલ સલવાવના વિદ્યાર્થીઓની ધોરણ ૧૨ કોમર્સની બોર્ડની પરીક્ષામાં ઝળહળતી સિધ્ધિ

vartmanpravah

દમણ જિલ્લામાં ભાજપના વિવિધ મંડળો દ્વારા ડો. શ્‍યામા પ્રસાદ મુખરજીને આપવામાં આવેલી શ્રદ્ધાંજલિ

vartmanpravah

વાપી બલીઠાના નવા સર્વિસ રોડ ઉપર પાર્ક થતા વાહનોની પોલીસે હવા કાઢી નાખ્‍યા બાદ પણ સ્‍થિતિ જૈસે થે

vartmanpravah

વલસાડ સાયન્‍સ કોલેજ પાસેથી 14 થી 20 વર્ષની યુવતિના માનવ કંકાલના અવશેષો મળી આવ્‍યા

vartmanpravah

વાપી ન.પા.ની સામાન્‍ય ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન : 51.87 ટકા કુલ મતદાન નોંધાયું

vartmanpravah

Leave a Comment