October 15, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

કપરાડાની ક્‍વોરીમાં ઉપરથી પથ્‍થર પડતા યુવકનું કરુણ મોત

ભારત સ્‍ટોન ક્‍વોરીમાં કામ કરતા વ્‍યારાના પંકજ ગોવિંદ ગામીત મોતને ભેટયો

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.07: કપરાડા તાલુકાના ઝરી ફળીયામાં આવેલ એક ક્‍વોરીમાં કરુણ દુર્ઘટના સર્જાઈ હતી. ક્‍વોરીમાં કામ કરી રહેલ યુવકના માતા ઉપર ઉપરથી પથ્‍થર પડતા ગંભીર રીતે ઘાયલ થયો હતો. જો કે માલિક બેહોશ સ્‍થિતિમાં નાનાપોંઢા સરકારી હોસ્‍પિટલમાં લાવ્‍યા હતા પંરતુ ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યો હતો.
મૂળ વ્‍યારા હનુમતિયા ફળીયામાં રહેતો 29 વર્ષિય પંકજ ગોવિંદ ગામીત કપરાડા ઝરી ફળીયામાં આવેલ ક્‍વોરીમાં કામ કરતો હતો. ગતરોજ તે ક્‍વોરીમાં ટ્રક પાસે ઉભો હતો, વરસાદ ચાલું હતો ત્‍યારે અચાનક તેના માથા ઉપર ઉપરથી પથ્‍થર પડયો હતો. પંકજ ઘટના સ્‍થળે બેભાન થયો હતો. જેને માલિક સુખાજી છોગાજી ગુર્જર પોતાની કારમાં નાનાપોંઢા સરકારી હોસ્‍પિટલમાં લઈ આવેલા પરંતુ કમનસીબે ફરજ પરના તબીબે પંકજ ગામીતને મૃત જાહેર કર્યો હતો. અકસ્‍માત મોત અંગેની ખબર પોલીસમાં કુલબીર સીંગે આપી હતી.

Related posts

આજથી ઉપ રાષ્‍ટ્રપતિ જગદીપ ધનખડ સંઘપ્રદેશના ત્રણ દિવસના પ્રવાસેઃ દમણ-દીવ અને દાનહ ઉપ રાષ્‍ટ્રપતિના સત્‍કાર માટે સજ્જ

vartmanpravah

‘સમગ્ર શિક્ષણ’ અંતર્ગત પ્રાથમિક ગુજરાતી કેન્‍દ્ર શાળા, નરોલી ખાતે યોજાયેલી પ્રશ્નમંચ સ્‍પર્ધા

vartmanpravah

માર્ચ એન્‍ડીંગ પહેલાં વાપી નગરપાલિકા વેરા વસુલાત માટે મેદાનો : 8 દુકાન અને 2 એકમના નળ જોડાણ કાપી સીલ

vartmanpravah

ધારાસભ્‍ય અનંત પટેલ દ્વારા ચીખલી તાલુકાના કેટલાક ગામોમાં અપાયેલા નિર્ધુમ ચુલા ચોમાસામાં ગૃહિણીઓ માટે આશીર્વાદરૂપ સાબિત થયા

vartmanpravah

રોગી કલ્‍યાણ સમિતિની બેઠકમાં દાનહના આગેવાન ધારાશાષાી અને યુવા નેતા સની ભીમરાએ વિનોબા ભાવે સિવિલ હોસ્‍પિટલમાં મુંબઈ સુરતના નિષ્‍ણાત ડોક્‍ટરોની સેવા લેવા રજૂ કરેલો પ્રસ્‍તાવ

vartmanpravah

વલસાડ જિલ્લા ભાજપ અનુસૂચિત જાતિ મોરચા દ્વારા સંવિધાન ગૌરવ દિવસની ઉજવણી કરાઈ

vartmanpravah

Leave a Comment