January 16, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદેશસેલવાસ

દાદરા નગર હવેલી જિલ્લા પંચાયત દ્વારા ‘સ્‍વચ્‍છતા હી સેવા’ અભિયાન અંતર્ગત સ્‍વચ્‍છતા રથને રવાના કરાયો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.16: દાદરા નગર હવેલી અને દમણ દીવ ગ્રામીણ વિકાસ વિભાગ દ્વારા દાનહમાં ‘સ્‍વચ્‍છતા હી સેવા’ અભિયાન અંતર્ગત સ્‍વચ્‍છતા પ્રદર્શન રથને જિલ્લા પંચાયતના સીઈઓ શ્રી અપૂર્વ શર્માએ લીલી ઝંડી બતાવી રવાના કર્યો હતો. પ્રદેશની દરેક ગ્રામ પંચાયતો તથા પાડાઓમાં સ્‍વચ્‍છતા રથ દ્વારા ‘સ્‍વચ્‍છતાનો સંદેશ’ પ્રદર્શિત કરવામાં આવશે અને દરેક પરિવારોમાં સ્‍વચ્‍છતા પ્રત્‍યે જાગૃકતા અભિયાન બાબતે સમજણ આપવામાં આવશે. ‘સ્‍વચ્‍છતા હી સેવા’ અભિયાન 15 સપ્‍ટેમ્‍બરથી 2 ઓક્‍ટોબર સુધી મનાવવામાં આવશે જેમાં વિવિધ પ્રકારના કાર્યક્રમો જેવા કે શ્રમદાન, સ્‍વચ્‍છતા કાર્યક્રમ, કલા અભિયાન, સ્‍લોગન લખવાની હરીફાઈ, વૃક્ષારોપણ અભિયાન, ગ્રામ સભાનું પણ આયોજન કરવામાં આવશે. આ અવસરે જિલ્લા પંચાયત સીઈઓ શ્રી અપૂર્વ શર્મા, ડીપીઓ શ્રી મિથુન રાણા સહિત વિવિધ વિભાગના કર્મચારીઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

ભાજપ હાઈકમાન્‍ડે દાનહના ચૂંટણી પ્રભારી તરીકે રેલવે મંત્રી અશ્વિની વૈષ્‍ણવની નિયુક્‍તિ કરી ખેલેલો માસ્‍ટર સ્‍ટ્રોક

vartmanpravah

દાનહના બાલદેવી ગામમાં માટી ખનન સ્‍થળે મામલતદારે ટીમ સાથે રેડ પાડી બે ડમ્‍પર અને એક જેસીબી જપ્ત કર્યું

vartmanpravah

પારડી નગરપાલિકા તરફથી સફાઈ કર્મીઓને સ્‍વેટરનું વિતરણ

vartmanpravah

મસાટ ખાતે રહેતી સુનામીકા ક્રિષ્‍ણાકાન્‍ત શુખલા ગુમ

vartmanpravah

ધનતેરસથી દાનહ-દમણ સહિતના વેપારીઓએ ચોપડાઓની કરેલી ખરીદી

vartmanpravah

દમણના મગરવાડા ખાતે દુધી માતા મંદિર પરિસરમાં વિશ્વ પ્રસિદ્ધ લોક ગાયિકા ગીતાબેન રબારીના દરબારમાં ઉમટેલો માનવ મહેરામણ

vartmanpravah

Leave a Comment