December 1, 2025
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશવલસાડવાપી

વલસાડ કૈલાસ રોડ સ્‍મશાન ભૂમિ નજીક ઔરંગા નદીમાં અજાણ્‍યા યુવાનની લાશ તણાઈ આવી

સીટી પોલીસે કબજો લઈ યુવાન અંગેની શોધખોળ હાથ ધરી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.17: છેલ્લા 44 કલાકથી વલસાડ શહેર અને જિલ્લામાં અતિશય ભારેથી અતિભારે વરસાદ પડી રહ્યો છે જે અનિચ્‍છનીય બનાવો નોતરી રહ્યો છે. તેવો વધુ એક બનાવ આજે શનિવારે વલસાડ કૈલાસ રોડ સ્‍મશાન ભૂમિ નજીક ઔરંગા નદી કિનારે એક અજાણ્‍યા યુવકની લાશ તણાઈ આવીહતી.
પ્રાપ્ત વિગતો મુજબ વલસાડ વિસ્‍તારમાં થઈ રહેલી અતિવૃષ્‍ટિ આધિન આજરોજ વલસાડના કૈલાસ રોડ સ્‍મશાન ભૂમિ નજીક વહેતી ઔરંગા નદી કિનારે એક અજાણ્‍યા યુવકની લાશ વહેતી આવી પડેલી હાલતમાં મળી આવી હતી. જેની જાણ સી.ટી. પોલીસને થતા પોલીસ ઘટના સ્‍થળે પહોંચી લાશનો કબજો કરી આગળની વધુ તપાસ હાથ ધરી હતી.

Related posts

વાપી ડુંગરી ફળીયામાં ભંગારના ગોડાઉનમાં આગ ભભુકતા દોડધામ મચી

vartmanpravah

‘જય ભવાની ભાજપ જવાની’ના બુલંદ જયઘોષ સાથે કોંગ્રેસના ઉમેદવાર અનંતભાઈ પટેલનો વિજય વિશ્વાસ

vartmanpravah

વલસાડ પોલીસે પ્રોહિબિશન ગુનામાં ઝડપાડેલ બે કરોડ દારૂના જથ્થા ઉપર બુલડોઝર ફેરવ્‍યું

vartmanpravah

સમગ્ર ભારતમાં માહ્યાવંશી સમાજનું પ્રતિનિધિત્‍વ કરતી એકમાત્ર સંસ્‍થા માહ્યાવંશી વિકાસ મંચ દ્વારા સમાજના સર્વાંગી વિકાસ માટે વિચાર-મંથન બેઠક યોજાઈ

vartmanpravah

ખડોલી સ્‍થિત શિવોમ ઈન્‍ડસ્‍ટ્રીઝમાં આગ લાગતા મચેલી દોડધામ

vartmanpravah

વાપી-વલસાડમાં રોડ અકસ્‍માતમાં બે મોત : ચણોદમાં ટેમ્‍પો પલટી મારી જતા દબાઈ ગયેલ સાયકલ સવારનું મોત

vartmanpravah

Leave a Comment