(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.10: શ્રી જય અંબે સૌરાષ્ટ્ર સિનિયર સિટીઝન અને શ્રી જય અંબે સૌરાષ્ટ્ર મહિલા મંડળના સહયોગથી શરદપૂર્ણિમા નિમિત્તે રાસ ગરબાનું આયોજન વાપી હોટલ દાનમાં રાખવામાં આવ્યું હતું. તેમાં સૌરાષ્ટ્ર સમાજ સાથે સંકળાયેલા સભ્યો ખૂબ ઉત્સાહપૂવૃક નાના બાળકો તેમજ યુવા વર્ગ અને સિનીયર સીટીઝન પરિવાર સાથે રાસ ગરબા રમ્યા હતા. આ ગરબા રાખવમાનો મુખ્ય ઉદ્દેશ્ય શરદપૂર્ણિમાના ચંદ્રની જેમ શીતળતા અને મધુરતા બની રહે અને એકબીજા સાથે પરિચયમાં આવે, ઓળખાણ થાય અને પ્રેમભાવ વધે અને ખાસ કરીને યુવા વર્ગ આપણી પરંપરા અને સંસ્કૃતિ સાથે સંકળાયેલ રહે એટલા માટે ખાસ ગરબાનું આયોજન કરવાં આવે છે.
આ પ્રસંગે સિનીયર સીટીઝનના પ્રમુખ ભરતભાઈ પંડયા તેમજ મહિલા મંડળના પ્રમુખ નિલુબેન ચકલસીયા, મંત્રી ભારતીબેન ચૌહાણ અને મહિલા મંડળની બહેનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને બધા જ નાના બાળકોને ઈનામ આપવામાં આવ્યા હતા. જ્યારે સિનીયર સીટીઝનમાં પ્રથમ સ્થાને રસીલાબેન શાહ, બીજા સ્થાને શોભાબેન પંડયા અને ત્રીજા સ્થાને પ્રભાબેન ખુંટ રહ્યા હતા. મહિલા મંડળમાં પ્રથમ સ્થાને જોશનાબેન પટેલ, બીજા સ્થાને જ્યોતિબેન બધેકા તેમજત્રીજા સ્થાને પ્રફુલાબેન ધ્રુવ રહ્યા હતા. જ્યારે યુવા વર્ગમાં પ્રથમ અલ્પના પટેલ, દ્વિતીય જૈનાક્ષી ધ્રુવ અને તૃતિય રૂપલ દવે રહ્યા હતા. બેસ્ટ ડ્રેસીસમાં દેવીકાબેનને ઈનામ આપવામાં આવ્યા હતા અને સિનીયર સીટીઝન કપલ વિજેતામાં વિજયભાઈ ઠક્કર રહ્યા હતા. સિનીયર સીટીજન જવેરભાઈ પટેલ દ્વારા સાંઈ દર્શન ટ્રાવેલ્સવાળા મુકેશભાઈ દવેનું સન્માન કરવામાં આવ્યું હતું.
શ્રી જય અંબે સૌરાષ્ટ્ર સિનીયર સીટીઝન અને શ્રી જય અંબે સૌરાષ્ટ્ર મહિલા મંડળ સાથે મળીને જુદા જુદા કાર્યક્રમોમાં જેમ કે પર્યાવરણ દિવસ, યોગ દિવસ, વૃક્ષારોપણ, રંગોળી સ્પર્ધા, ભજન સ્પર્ધા, કૃષ્ણ શણગાર હરિફાઈ જેવા વિવિધ કાર્યક્રમ વર્ષ દરમિયાન યોજે છે અને પ્રવાસનું પણ આયોજન કરવામાં આવે છે.
