Vartman Pravah
Otherઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ જિલ્લાને મંત્રી મંડળમાં એકમાત્ર સ્‍થાન મળ્‍યું : પારડીના વિજેતા ધારાસભ્‍ય કનુભાઈ દેસાઈ ફરીવાર નાણા-ઊર્જા કેબિનેટ મંત્રી બન્‍યા

મુખ્‍યમંત્રી સાથે 9 કેબિનેટ મંત્રી અને 8 રાજ્‍યકક્ષાના મંત્રીઓએ ગાંધીનગરમાં યોજાયેલ શપથ ગ્રહણ સમારોહમાં શપથ લીધા

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.12 ગાંધીનગરમાં આજે સોમવારે નવી સરકારનો શપથ ગ્રહણ સમારોહ યોજાયો હતો. વિવિધ રાજ્‍યોના 7 મુખ્‍યમંત્રી અને વડા પ્રધાન નરેન્‍દ્ર મોદીની ઉપસ્‍થિતિમાં વિધિવત શપથ ગ્રહણ સમારોહ સંપન્ન થયો હતો. જેમાં નવા મંત્રી મંડળની રચના થઈ હતી. તેમાં મુખ્‍યમંત્રી સાથે 9 કેબિનેટ મંત્રી અને 8 રાજ્‍ય કક્ષાના મંત્રી સહિત 17 પ્રધાનોને રાજ્‍યપાલ શ્રી દેવવ્રતએ શપથ લેવડાવ્‍યા હતા. નવી રચાયેલી સરકારમાં વિજેતા ધારાસભ્‍ય શ્રી કનુભાઈ દેસાઈ ફરીવાર નાણા અને ઊર્જા કેબિનેટ મંત્રી બન્‍યા છે.
વિધાનસભા સામાન્‍ય ચૂંટણી પરિણામમાં ભાજપે પ્રચંડ બહુમતિ સાથે 156 બેઠકો જીતી લીધી હતી. તે પછી નવા મંત્રીઓ સરકારમાં કોણ કોણ હશે તેના રાજકીય ગણિતો અને ધારણાનો દોર સમગ્ર રાજ્‍યમાં પ્રવર્તવો શરૂ થયો હતો. પરંતુ એ સસ્‍પેન્‍સનો આજે સોમવારે અંત આવ્‍યો હતો. નવી સરકારની વિધિવત જાહેર શપથવિધિ સમારોહ યોજાયો હતો. જેમાં મુખ્‍યમંત્રી સહિત 9 કેબિનેટ મંત્રી તથા 8 રાજ્‍યકક્ષાના મંત્રી સહિત 17 પ્રધાનોને વિવિધ ખાતાઓની ફાળવણી થઈ હતી. વાપી અને વલસાડ જિલ્લો વધુ એકવાર નસીબદાર રહ્યો છે. કારણ કે સી.એમ. ભુપેન્‍દર પટેલ બાદ નેક્‍સ ટુ તરીકે પારડીના ધારાસભ્‍ય શ્રી કનુભાઈ દેસાઈ વધુ એકવાર ગાંધીનગરમાં કેબિનેટ મંત્રી બન્‍યા છે. જો કે છેલ્લે સુધી આશા હતી કે વલસાડ જિલ્લાને બે મંત્રી મળશે પરંતુ એ આશા આજના જાહેર થયેલા મંત્રીમંડળમાં અધૂરી રહી છે.

Related posts

વાપી વીઆઈએ અને જિલ્લા રોજગાર કચેરીના સંયુક્‍ત ઉપક્રમે રોજગાર મેળો યોજાયો

vartmanpravah

દીવના મહેમાન બનેલા G-20ના પ્રતિનિધિ મંડળે ગુજરાતના ગીરના દેવળિયા લાયન પાર્કની લીધેલી મુલાકાત

vartmanpravah

ડો.અપૂર્વ શર્માએ દિવ્‍યાંગ સ્‍કાઉટ ગાઈડ સાથે મહિલા દિનની કરેલી ઉજવણી કરી

vartmanpravah

પારડી અરિહંત ટાઉનશીપ બિલ્‍ડીંગમાંથી મોપેડ ચોરાઈ

vartmanpravah

ચીખલીના રાનવેરી ખુર્દમાં દોઢ વર્ષે પણ આંગણવાડીનું બાંધકામ પૂર્ણ નહીં થતાં નાના ભૂલકાંઓ ઓટલા પર બેસી અભ્‍યાસ કરવા મજબૂર

vartmanpravah

ગઝવા એ હિન્‍દ આતંકી સંગઠન ગતિવિધિનો રેલો વાપીમાં ?: એન.આઈ.એ.નું ગોદાલનગરમાં એક ફલેટમાં સર્ચ ઓપરેશન

vartmanpravah

Leave a Comment