April 29, 2024
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશવલસાડવાપી

વલસાડ શહેર ધોધમાર વરસાદમાં અનેક વિસ્‍તારો, બજારો પાણીમાં ગરકાવ : જનજીવન બેહાલ

હાલર, છીપવાડ, અબ્રામા, શાકભાજી માર્કેટ પાણીમાં : તિથલ રોડ ઉપર બે મહિલાઓની કાર પાણીમાં ડૂબી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.17: ચાલુ વર્ષનું ચોમાસુ સમગ્ર વલસાડ જિલ્લામાં આફત ભર્યુ પસાર થઈ રહ્યું છે. મોટાભાગના તાલુકાઓમાં વરસાદે ભારે તારાજી સર્જી છે. ઠેર ઠેર માનવીને લાચાર અવસ્‍થામાં મુકી દીધો છે. ગ્રામ્‍ય વિસ્‍તારની તારાજી સમજી શકાય વિકાસ પહોંચ્‍યો ના હોય પણ વલસાડ જેવા શહેરને વરસાદી અતિવૃષ્‍ટિ વારંવાર રગદોળે તેવી કમનસીબી વલસાડીજનોના માથે આ ચોમાસાએ લીપી છે. પાછલા 48 કલાકમાં સતત વરસી રહેલા વરસાદે વલસાડ શહેરના હાલ બેહાલ કરી દીધા છે.
વલસાડ શહેરને વરસાદે આપત્તિઓના ભરડામાં કેદ કરી દીધું છે. મોટાભાગના વિસ્‍તારોમાં ઘુંટણ સમા પાણી ફરી વળ્‍યા છે. શહેરનાહાલર, છીપવાડ, અબ્રામા, શાકભાજી માર્કેટ, તિથલ રોડ જેવા વિસ્‍તારો ગઈકાલ દિવસે અને રાત્રે પડેલા બેફામ પડેલા ધોધમાર વરસાદે તમામ વિસ્‍તારો પાણીમાં તરતા હોય તેવો નજારો ફેલાયેલો હતો. વલસાડ નગરપાલિકાનો વહિવટ તમામ મોરચે નિષ્‍ફળ રહ્યાના સેંકડો દાખલા આ વરસાદે આપી દીધા છે. ચારે તરફ જનજીવન બેહાલ બની ચૂક્‍યુ છે. અનેક બજારોની દુકાનોમાં પાણી ભરાઈ જતજા વેપાર-ધંધા પડી ભાંગ્‍યા છે. ક્‍યાંક ખુલ્લી ગટરોમાં વરસાદી પાણી ભરાઈ જતા ઓવરફલો થઈ રોડો ઉપર વહેતી રહે છે તેની સીધી અસર આજે તિથલ રોડ ઉપર મોર્નિંગમાં જીમમાં જવા નિકળેલી બે બહેનોની કાર રોડ ઉપર રસ્‍તો નહીં દેખાતા સીધી ખાડામાં ખાબકી ગઈ હતી. સમય સુચકતા વાપરી બહેનો કારમાંથી હેમખેમ બહાર નિકળી ગઈ હતી. તેમજ લોકોએ ત્‍યારબાદ કારને બહાર કાઢી હતી. શહેરના અનેક ખુણે વરસાદમાં આ સિવાયના બનાવો બન્‍યા છે પણ બધા પ્રકાશમાં આવતા નથી. જિલ્લાના તમામ શહેરો પૈકી વલસાડ શહેરે આ ચોમાસામાં ભારે કિંમત ચૂકવી છે તે સત્‍ય કોઈ ઈનકારી શકે એમ નથી.

Related posts

વાપી-વલસાડ જિલ્લા અને સંઘપ્રદેશમાં ધો.10-12ની બોર્ડ પરીક્ષાનો આરંભ : કુલ 55832 વિદ્યાર્થી પરીક્ષા આપશે

vartmanpravah

સગીર બાળકોના વાલીઓને સબક મળે તે હેતુસર વલસાડ જિલ્લા ટ્રાફિક અને પારડી ટ્રાફિક પોલીસ દ્વારા સરપ્રાઈઝ ચેકિંગ

vartmanpravah

વાપી હરિયા હોસ્‍પિટલ પાસે કારમાં રૂપસુંદરી સાપ ભરાયો : બીજા દિવસે રેસ્‍ક્‍યુ કરાયો

vartmanpravah

દાનહઃ સીલી સ્‍થિત કે.એલ.જે. પ્‍લાસ્‍ટીસાઈઝર્સ કંપનીમાં લાગેલી આગઃ બે કામદારોને ગંભીર ઈજા

vartmanpravah

વલસાડ ખાતે યોજાયેલા મુખ્યમંત્રીશ્રીના ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં રજૂ થયેલા ૧૩ પૈકી ૧૧ પ્રશ્નોનો નિકાલ કરાયો

vartmanpravah

નગરના હિતમાં આવકારદાયક પહેલ : દમણ ન.પા.ના અધ્‍યક્ષ અસ્‍પી દમણિયા આજથી પોતાની ટીમ સાથે દરેક વોર્ડમાં પગપાળા ‘જન સંપર્ક અભિયાન’ કરશે

vartmanpravah

Leave a Comment