Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ રાબડા ગામે ભયનો માહોલ ફેલાવતો ખુંખાર દિપડો અંતે પાંજરે પુરાયો : લોકોએ રાહતનો શ્વાસ લીધો

નરેશ રવજીભાઈ પટેલના આંબાવાડિયામાં ઘણા દિવસથી ગ્રામજનોને ખુંખાર દિપડો રોજ દેખાતો હતો

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.15: વલસાડ નજીક આવેલ રાબડા ગામે છેલ્લા કેટલાક દિવસોથી આંબાવાડીયામાં ખુંખાર દિપડો આંટાફેરા મારી રહેલો સ્‍થાનિક ગ્રામજનો જોતા હતા તેથી ગામમાં ભયની દહેશત ફેલાતી રહેલી. અંતે ગતરાતો જંગલ વિભાગે મુકેલા પાંજરામાં દિપડો આબાદ રીતે ઝડપાઈ જતા ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો હતો.
વલસાડ તાલુકાના રાબડા ગામે બ્રાહ્મણ ફળીયામાં રહેતા નરેશ રવજીભાઈ પટેલની આંબાવાડીમાં ખુંખાર દિપડો વારંવાર દેખાતો હતો તેથી ગામમાં ભયનો માહોલ છવાતો રહેલોતેથી સરપંચશ્રીએ વન વિભાગને દિપડા અંગે ફરિયાદ કરી હતી. વન વિભાગએ નરેશ પટેલના આંબાવાડીયામાં દિપડો પકડવા પાંજરું ગોઠવી દીધુ હતું. મંગળવારે રાતે ખુંખાર દિપડો પાંજરામાં આબાદ રીતે પુરાઈ ગયો હતો તેથી ગ્રામજનો દિપડાને જોવા રાતે જ ઉમટી પડયા હતા. આજે સવારે વન વિભાગનો સ્‍ટાફ રાબડા આવીને પાંજરુ લઈ ગયો હતો. ચણવઈ ફોરેસ્‍ટ વિભાગમાં દિપડાની તપાસ કરીને જંગલમાં છોડવાની તજવીજ વનવિભાગે હાથ ધરી હતી.

Related posts

દાદરા નગર હવેલીમાં આર.આર.કેબલ કંપનીમાં આઈ.ટી. વિભાગે હાથ ધરેલું સર્ચ ઓપરેશન

vartmanpravah

ધરમપુરના ભેંસધરામાં દિવાળી નિમિત્તે ફટાકડા-મીઠાઈ-કપડા વિતરણ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

દાનહ અને દમણમાં ચોમાસાની તૈયારી સંદર્ભે કંટ્રોલરૂમ શરૂ કરાયો

vartmanpravah

આજે સંઘપ્રદેશના ભાવિનું પરિણામઃ બહુમતિ લોકોના જન માનસનો પડનારો પડઘો: પ્રદેશમાં ભારે ઉત્તેજના અને રોમાંચનો માહોલ

vartmanpravah

આજરોજ શ્રી કનુભાઈ દેસાઈને….

vartmanpravah

વાપી આર.એન. સ્‍કૂલની વિદ્યાર્થીની અનુષ્‍કા વર્મા ઓપન નેશનલ ગેમ્‍સ એન્‍ડ સ્‍પોર્ટ્‍સમાં ઝળકીઃ દોડમાં બ્રોન્‍ઝ મેળવ્‍યો

vartmanpravah

Leave a Comment