October 14, 2025
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

આમલીના રામજી મંદિર ટ્રસ્‍ટની જમીનનો ચુકાદો મંદિરના પક્ષે આવતા ફટાકડા ફોડી કરેલી ઉજવણી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.04: સેલવાસના આમલી મંદિર ફળીયા સ્‍થિત રામજી મંદિર ટ્રસ્‍ટની જમીનને 70 વર્ષ પહેલા એક ખાનગી કંપનીને ભાડે આપવામાં આવી હતી. તે કંપની દ્વારા એ જગ્‍યા ઉપર ગેરકાયદેસર કબજો કરી લીધો હતો. રામજી મંદિર ટ્રસ્‍ટ દ્વારા એ જમીન પરત મેળવવા માટે કોર્ટમાં કેસ દાખલ કરવામાં આવ્‍યો હતો. એ કેસની સુનાવણી વર્ષો બાદ થતાં ચુકાદો આવ્‍યો હતો.
જેમાં કોર્ટે રામજી મંદિર ટ્રસ્‍ટના પક્ષે ચુકાદો આપ્‍યો હતો અને જમીનનો કબ્‍જો આપવામાં આવતા મંદિરના ટ્રસ્‍ટીઓ અને સંચાલકો ભક્‍તો દ્વારા મીઠાઈ વહેંચી ફટાકડા ફોડીને ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે મંદિરના ટ્રસ્‍ટી શ્રી અજયભાઈ દેસાઈ, શ્રી છોટુભાઈ પટેલ તથા અન્‍ય સભ્‍યો ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

પરીયામાં સાંઈ મેઘપન ક્રિકેટ સ્‍ટેડિયમમાં જિલ્લામાં પ્રથમવાર ઈન્‍ટરનેશનલ ટી-20 ક્રિકેટ ટુર્નામેન્‍ટનો પ્રારંભ

vartmanpravah

ગાંધીનગરમાં વાપીના વિકાસ કાર્યો માટે નાણામંત્રી કનુભાઈ દેસાઈની અધ્‍યક્ષતામાં રિવ્‍યુ બેઠક યોજાઈ

vartmanpravah

વાપી નોટીફાઈડ બોર્ડની આગામી ટર્મની રચના જાહેર કરાઈ

vartmanpravah

પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય દ્વારા શ્રાવણ મહિનાના પવિત્ર માસમાં વાંસોજ ભૂતનાથ મંદિરમાં 12 જ્‍યોર્તિલિંગ દર્શનનું કરાયેલું આયોજન

vartmanpravah

ચલા બલીઠા વચ્‍ચે ડુંગર ઉપર આવેલ હિંગળાજ માતા મંદિરમાં અનુષ્ઠાન કરાયું

vartmanpravah

વલસાડ હાઈવે ઉપર પ્રેસ લખેલી કારમાં દારૂનો જથ્‍થો ઝડપાયો : ત્રણની અટક

vartmanpravah

Leave a Comment