March 29, 2024
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશવલસાડવાપી

વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીના જન્‍મદિવસ નિમિત્તે સેવા પખવાડીયુ અંતર્ગત વાપી તાલુકા અને શહેર ભાજપ મહિલા મોરચા તથા ડોક્‍ટર સેલના સંયુક્‍ત ઉપક્રમે દવા વિતરણ તેમજ હિમોગ્‍લોબીન ટેસ્‍ટનો કાર્યક્રમ યોજાયો

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.22: આત્‍મનિર્ભર ભારતના પ્રણેતા વિશ્વ પ્રસિદ્ધ યશસ્‍વી પ્રખર રાષ્‍ટ્રવાદીમાનવતાવાદી સેવાભાવી પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીના જન્‍મદિવસ નિમિત્તે 17 સપ્‍ટેમ્‍બર થી બીજી ઓક્‍ટોબર સુધી સેવા પખવાડિયું ની ઉજવણી થઈ રહી છે. જેના ભાગરૂપે સમગ્ર પ્રદેશમાં આજના દિવસે જેના ઉપલક્ષમાં આજરોજ વાપી તાલુકા અને શહેરની ત્રણ શાળાઓમાં ડોક્‍ટર સેલ અને મહિલા મોરચા દ્વારા દવા વિતરણ તેમજ હિમોગ્‍લોબીન ટેસ્‍ટ માટેનો કાર્યક્રમ કરવામાં આવ્‍યો હતો. સેવા દિવસોની ઉજવણીના ભાગરૂપે ગુજરાત રાજ્‍યમાં 580 મંડળોમાં 75000 દીકરીઓનું અધ્‍યતન ટેકનોલોજીથી વિનામૂલ્‍ય હિમોગ્‍લોબિન ચેક કરવાનો કાર્યક્રમ અને ભારતીય જનતા પાર્ટી મહિલા મોરચાના સંયુક્‍ત ઉપક્રમે રાખવામાં આવ્‍યો હતો. જે અંતર્ગત વાપી તાલુકો, વાપી નોટીફાઇડ અને વાપી શહેરની ત્રણ શાળાઓમાં ઔદ્યોગિક વસાહત શાળા, આર.જી.એ.એસ. અને રાતાની કે.પી. વિદ્યાલય શાળા મળી કુલ 300 વિદ્યાર્થીનીઓ હિમોગ્‍લોબીનનું નિઃશુલ્‍ક ચકાસણી તેમજ સારવાર અપાઈ હતી. ડોક્‍ટર રાજેશ વ્‍યાસ ડોક્‍ટર સુરેશ ભાનુશાળી ડોક્‍ટર ખુશાલ પટેલ તેમજ ઉમા લેબોરેટરીના ડોક્‍ટર રાજેશભાઈ અને ટીમ તેમજ સાંન્‍દ્રા સોફટ પ્રોફાઈલ નર્સિંગ કોલેજના નર્સ બહેનોએ સેવા આપી હતી. સમગ્ર કાર્યક્રમમાં ભાજપ ડોક્‍ટલર્સના ડોક્‍ટર તુષાર દીક્ષિત ડોક્‍ટર મહેન્‍દ્ર પટેલ, ડો.ખુશાલભાઈ પટેલ અને ટીમ તથા ભાજપ જિલ્લામહામંત્રી શિલ્‍પેશભાઈ દેસાઈ, ભાજપ મહિલા મોરચા વલસાડ જિલ્લાના મહામંત્રી ગીતાબેન પટેલ, વલસાડ જિલ્લા મહિલા મોરચાનાં ઉપ પ્રમુખ ઉષાબેન પટેલ, ખજાનચી અરુણાબેન પટેલ, ભાજપ આર્થિક સેલનાં વલસાડ જિલ્લા સંયોજક મહેશભાઈ ભટ્ટ, ભાજપ નોટીફાઈડ વાપી મહામંત્રી સુધીરભાઈ સાવલિયા, ચણોદ ગ્રામ પંચાયતના સભ્‍ય વનરાજભાઈ ગૌદાની, વાપી ભાજપ પૂર્વ ભાજપ શ્રીપાદભાઈ સોની, રાતા ગ્રામ પંચાયતનાં ઉપ સરપંચ, વાપી તાલુકાના મહિલા મોરચાના સુનીતાબેન તિવારી, નોટીફાઈડ મહિલા મોરચાનાં પ્રમુખ મમતાબેન શાહ, વાપી શહેર પ્રમુખ ફાલ્‍ગુનીબેન મહારાજ સહિત અન્‍ય હોદ્દેદારો ઉપસ્‍થિત રહી કાર્યકમોને સફળ બનાવેલ.

Related posts

ચીખલી તાલુકાની ચાસા પ્રાથમિક શાળામાં વિજ્ઞાન મેળાના આયોજન અંગે યોજાયેલી બેઠકમાં આચાર્યએ ઉગ્ર થઈને બીઆરસી ટીપીઈઓ સામે વાણીવિલાસ કરી વિજ્ઞાન મેળા માટે નનૈયો ભણી દીધો

vartmanpravah

શ્રેષ્‍ઠ દમણવાડાના સર્જન માટે તમામના સહયોગની અપેક્ષા વ્‍યક્‍ત કરતા સરપંચ મુકેશ ગોસાવી

vartmanpravah

દમણની સાર્વજનિક વિદ્યાલયમાં આનંદ અને ઉત્‍સાહ સાથે કરાયેલી 62મા મુક્‍તિ દિનની ઉજવણી

vartmanpravah

સેલવાસ રિવર ફ્રન્‍ટ પર આવતા પ્રવાસીઓને વેક્‍સીન અપાઈ

vartmanpravah

સેલવાસમાં ભગવાન મહાવીર જયંતિની કરાયેલી ઉજવણી

vartmanpravah

દાનહ વન વિભાગ દ્વારા ઉમરકુઇના બેહરૂન પાડામાં ‘લાઈફ સ્‍ટાઇલ ફોર ધ એન્‍વાયરોમેન્‍ટ’ પહેલ અંતર્ગત જાગૃતિ શિબિર યોજાઈ

vartmanpravah

Leave a Comment