December 1, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી નજીક કરવડ પાસે કેનાલમાં બાળકનું પગ-માથા વગરનું ધડ મળ્‍યુ

દાનહ અને વલસાડ પોલીસ ટીમ ઘટના સ્‍થળે પહોંચી તપાસ હાથ ધરી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.01: વાપી નજીક કરવડ ગામે દાદરા ગામ તરફથી આવતી દમણગંગા નદી કેનાલમાંથી બાળકનું પગ-માથા વગરનું ધડ મળી આઆવતા ચકચાર સાથે ઉત્તેજના પ્રસરી જવા પામી હતી.
દાદરા ગામ (દાનહ) તરફથી ગુજરાતના કરવડ ગામ તરફ આવતી દમણગંગા સિંચાઈની કેનાલમાં રહસ્‍ય સાથે અનેક તર્કવિતર્ક ઉપજાવે તેવી ઘટના ગતરોજ ઘટી હતી. કેનાલના પાણીમાં એક બાળકનું માત્ર ધડ મળી આવ્‍યું હતું. માથું અને પગ નહોતા. કદાચ હત્‍યા કરી ઓળખ છુપાવવા આરોપીએ જધન્‍યકૃત્‍ય આચર્યું હશે. ઘટનાની જાણ વાપી પોલીસ અને દાનહ પોલીસને કરાતા બે સરહદી વિસ્‍તાર વચ્‍ચે વહેતી કેનાલ હોવાથી બન્ને તરફની પોલીસ ઘટના સ્‍થળે દોડી આવી હતી. અને ઝાડી જંગલ કેનાલની બન્ને તરફના વિસ્‍તારોમાં બાળકના અંગો શોધવાની જબરજસ્‍થ જહેમત પોલીસે આરંભી દીધી હતી. હજુ સુધી આ રહસ્‍યમય ઘટેલી ઘટનાનું રહસ્‍ય અકબંધ રહ્યું છે.

Related posts

અંબાચ ગામે એક્‍સપાયરી ડેટના ખાદ્ય પદાર્થો ઝડપાયા

vartmanpravah

ગઝવા એ હિન્‍દ આતંકી સંગઠન ગતિવિધિનો રેલો વાપીમાં ?: એન.આઈ.એ.નું ગોદાલનગરમાં એક ફલેટમાં સર્ચ ઓપરેશન

vartmanpravah

ચીખલીના ખરેરા નદીના પુલ ઉપર રેલિંગના અભાવે વાહન ચાલકોમાં અકસ્‍માતનો ભય

vartmanpravah

વાપી-દમણના સર્વોદય સેવક પદ્મશ્રી ગફુરભાઈ બિલખીયાનું વાપી સ્‍પંદન પરિવાર દ્વારા કરાયેલું સન્‍માન

vartmanpravah

દાનહ અને દમણ-દીવ પ્રદેશ ભાજપે પંડીત દીન દયાળ ઉપાધ્‍યાયની 108મી જન્‍મ જયંતિની કરેલી ઉજવણી

vartmanpravah

વલસાડ ખાતે વારલી પેઇન્‍ટિંગની કૌશલ્‍યવર્ધન તાલીમ યોજાઈ

vartmanpravah

Leave a Comment