June 12, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીવલસાડવાપી

સાદકપોરમાં રસ્‍તો ક્રોસ કરી રહેલ વૃધ્‍ધને કાર ચાલકે અડફેટે લેતા મોત

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.13: સાદકપોર ચાડીયા ફળીયા ખાતે રહેતા મહેન્‍દ્રભાઈ ડાહ્યાભાઈ કો.પટેલ (ઉ.વ-71) જે બપોરના 3 વાગ્‍યાના સમય દરમ્‍યાન ઘરથી નીકળી રસ્‍તો ક્રોસ કરી રહ્યા હતા તે દરમ્‍યાન ખેરગામ તરફથી આવતી ઇકો કાર નં. જીજે-15-સીએફ-7995ના ચાલક કાદિર ઉમરઅલી સૈયદઅલી (રહે.લીમડાચોક મિનારા, મસ્‍જીદ પાસે, શાકભાજી માર્કેટ,ધરમપુર, તા.ધરમપુર જી.વલસાડ) પોતાના કબ્‍જાની ઈકો કાર પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી મહેન્‍દ્રભાઈ કો.પટેલને અડફટે લેતા બંને પગ તથા છાતીના ભાગે તેમજ માથાના ભાગે ગંભીર ઈજા પહોંચતા ચીખલીની ખાનગી હોસ્‍પિટલમાં લઈ જતા ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કરતા બનાવ અંગેની ફરિયાદ શૈલેશભાઈ મહેન્‍દ્રભાઈ કો.પટેલ (રહે.સાદકપોર ચાડીયા, ફળીયા તા.ચીખલી) એ કરતા પોલીસે ઈકો કાર ચાલક વિરૂધ્‍ધ અકસ્‍માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ પીએસઆઇ-સમીર જે.કડીવાલા કરી રહ્યા છે.

Related posts

વાપી નૂતનનગરના એક બંગલામાંથી 9 ફૂટ લાંબા વિશાળકાય અજગરનું રેસ્ક્યું કરાયું

vartmanpravah

ગુજરાતભરમાં નકલીની ભરમાર વચ્‍ચે વલસાડ સ્‍ટેશનથી નકલી ટી.સી. ઝડપાયો

vartmanpravah

વાપી હરિયા પાર્ક શોપમાંથી સ્‍નેચિંગ કરાયેલ 1.32 લાખના 36 મોબાઈલ મળ્‍યા

vartmanpravah

ગણદેવી ખાતે ગ્રાહકોની જાગૃતિ અને અધિકાર અંતર્ગત સેમિનાર યોજાયો

vartmanpravah

જે.પી.પારડીવાલા આર્ટ્‍સ એન્‍ડ કોમર્સ કોલેજ કિલ્લા-પારડી ખાતે એનએસએસના ઉપક્રમે ઈ-એફઆઈઆર એપની માહિતીના કાર્યક્રમનું આયોજન

vartmanpravah

તિઘરામાં લગ્ન ઘરે મરશિયા ગવાયા: લગ્ન મંડપની દોરી લેવા જનાર વરરાજાનું અકસ્‍માતમાં કરુણ મોત

vartmanpravah

Leave a Comment