October 14, 2025
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશવલસાડવાપી

વલસાડ ઉમિયા સોશિયલ ટ્રસ્‍ટનું અનોખું પ્‍લાસ્‍ટીક મુક્‍ત શહેરનું અભિયાન

કાપડની થેલી અડધી કિંમતમાં વિતરણ : થેલી પરત આપો તો પૈસા પરત આપવામાં આવે છે

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.22: વલસાડમાં ઉમિયા સોશિયલ ટ્રસ્‍ટ દ્વારા પ્‍લાસ્‍ટિક મુક્‍ત અભિયાનનો નવતર પ્રયોગ શરૂ કરવામાં આવ્‍યો છે. સીંગલ યુઝ પ્‍લાસ્‍ટિક વપરાશ અટકાવવા ટ્રસ્‍ટ દ્વારા કપડાની થેલીઓ અડધી કિંમતે આપવામાં આવે છે. કામ પત્‍યા પછી થેલી પરત આપો તો ખરીદ કિંમત પરત આપવામાં આવે છે. આ અભિયાનને ભારે પ્રતિસાદ મળી રહ્યો છે.
સરકાર સિંગલ યુઝ પ્‍લાસ્‍ટિક થેલી ઝભલાના ઉપયોગ ઉપર પ્રતિબંધ મુક્‍યો છે. એડવાઈઝરી પણ જારી કરેલ છે તેથી વલસાડમાં ઉમિયા સોશિયલ ટ્રસ્‍ટ દ્વારા કપડા થેલી અડધી કિંમતે વિતરણ કરાઈ રહી છે. 20 રૂા. થેલી હોય તો માત્ર 10 રૂા.માં આપવામાં આવે છે. બીજુ ખાસ એ છે કે વપરાશ બાદ થેલી પરત આપો તો ખરીદ કિંમત પાછી આપવામાં આવે છે. આ નવતર અભિયાનનો ભારે પ્રતિસાદ મળી રહ્યો છે. શહેરમાં 10 હજાર ઉપરાંત થેલી વેચાણ થઈ છે. જેથી વલસાડ શહેર પ્‍લાસ્‍ટિક મુક્‍ત શહેર બનવા તરફી આગળ વધી રહ્યું છે. પરંતુ ઉલ્લેખનીય છે કે, વલસાડ શાકભાજી માર્કેટમાં પ્રતિબંધ હોવા છતાં સિંગલ યુઝ પ્‍લાસ્‍ટિકથેલીઓનો ખુલ્લેઆમ ઉપયોગ થઈ રહ્યો છે.

Related posts

વાપી ચણોદનો વિસ્‍તાર વરસાદી પાણીના યોગ્‍ય નિકાલના અભાવે પાણીમાં ગરકાવ

vartmanpravah

નવસારી જિલ્લામાં મુખ્‍યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્‍કોલરશીપ યોજનામાં ધો.9માં પ્રવેશ લેનાર વિદ્યાર્થીઓ શિષ્‍યવૃત્તિના લાભથી વંચિત

vartmanpravah

દમણ શહેરના પાંચ યુવાનોએ ભાજપમાં કરેલો પ્રવેશ

vartmanpravah

વાપી કેબીએસ કોલેજ વકૃત્વ સ્પર્ધામાં ઝળકી

vartmanpravah

આજે દમણ માછી સમાજ અને લાયન્‍સ ક્‍લબદ્વારા નારિયેળી પૂર્ણિમાની થનારી ભવ્‍ય ઉજવણી

vartmanpravah

દમણવાડાના ઢોલર-બારિયાવાડ ખાતે અતિ પ્રાચીન સોપાની માતા મંદિરના ભાવ પ્રતિષ્‍ઠા મહોત્‍સવનું આનંદ-ઉલ્લાસ સાથે કરાયું આયોજન

vartmanpravah

Leave a Comment