Vartman Pravah
Breaking Newsદમણ

દમણ ન.પા.એ કોવિડ-19ના આંશિક લોકડાઉનના પગલે એપ્રિલ અને મે મહિનાનું દમણ મ્‍યુનિસિપલ માર્કેટનું ભાડૂ નહીં લેવા કરેલો નિર્ણય

છેલ્લે-છેલ્લે પાલિકાનો આત્‍મા જાગતા હવે નાની દમણ બસ સ્‍ટેન્‍ડ ખાતે મોબાઈલ ટોયલેટ વાન અને મોબાઈલ વોટર ડિસ્‍પેન્‍સરની સુવિધા ઉપલબ્‍ધ કરાવવા લેવાયેલો નિર્ણય

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.17
દમણ નગર પાલિકાના અધ્‍યક્ષ શ્રીમતી સોનલબેન પટેલના પ્રમુખપદ હેઠળ આજે પાલિકાની સામાન્‍ય સભા મળી હતી. જેમાં દમણ શહેરના સમતોલ અને સર્વાંગી વિકાસ માટે મનન-મંથન કરી સભ્‍યોએ વિવિધ પ્રસ્‍તાવોને મંજૂરી આપી હતી.
પ્રારંભમાં દમણ ન.પા.ના પ્રમુખ, ઉપ પ્રમુખ અને તમામ કાઉન્‍સિલરોએ હેલીકોપ્‍ટર દુર્ઘટનામાં પોતાના જીવ ગુમાવનારા સ્‍વ. સીડીએસ બીપીન રાવત અને તેમની ટીમના સભ્‍યોને શ્રદ્ધાંજલિ આપી હતી. ત્‍યારબાદ બેઠકના થયેલા પ્રારંભમાં વિવિધ મુદ્દાઓ ઉપર વિસ્‍તારથી ચર્ચા-વિચારણા કરાઈ હતી.
દમણ ન.પા.એ નાની દમણના બસ સ્‍ટેન્‍ડ ખાતે શૌચાલયના અભાવથીમુસાફરોને પડી રહેલી તકલીફના નિવારણ માટે મોબાઈલ ટોયલેટ વાન અને મોબાઈલ વોટર ડિસ્‍પેન્‍સરની સુવિધા ઉપલબ્‍ધ કરાવવાનો નિર્ણય લીધો હતો. તેમણે નાની દમણ ખાતે મલ્‍ટી લેવલ પાર્કિંગમાં શેડ અને ગેટ બનાવી મુસાફરો તથા સામાન્‍ય જનતાને પડતી તકલીફો દુર કરવા પ્રસ્‍તાવ પાસ કરવામાં આવ્‍યો હતો.
દમણ નગર પાલિકાએ કોવિડ-19ના રોગચાળાને કારણે એપ્રિલ અને મે-ર0ર1માં લાદવામાં આવેલા આંશિક લોકડાઉનના કારણે મ્‍યુનિસિપલ માર્કેટના ભાડૂઆતોને ભાડૂ અને ચૂકવણીમાંથી મુક્‍તિ આપવાનો લોકપ્રિય નિર્ણય પણ લીધો છે.
મોટી દમણ ખાતે આવેલ ફૂટબોલ ગ્રાઉન્‍ડનું સૌંદર્યકરણ કરવાની સાથે પબ્‍લિક યુટીલીટી અને પેવલિયન તથા ફરતે ફેન્‍સીંગ કરવાનો પણ નિર્ણય લેવાયો છે. દમણ નગર પાલિકાના તમામ ઉદ્યાનોનું સૌંદર્યકરણ કરવાનો પણ પ્રસ્‍તાવ મંજૂર કરાયો છે. દમણ પાલિકાના રોડોનું બ્‍યુટીફિકેશન અને વિસ્‍તૃતીકરણ ઉપર પણ પાલિકાએ મહોર મારી છે. મોટી દમણ ઝાલાની વાડીથી વિઠ્ઠલનાથ મંદિર સુધી વરસાદના સમયે થતા પાણીના ભરાવાના નિકાલ માટે હ્યુમ પાઈપ ગટર બનાવવાનો પણ નિર્ણય લેવાયો છે. દમણ નગર પાલિકા હસ્‍તક આવેલા તમામ શૌચાલયોનું સૌંદર્યકરણ અને સ્‍વચ્‍છ ભારત મિશનના સ્‍લોગન સાથે પેઈન્‍ટીંગ કરાવવાનો પણ નિર્ણય લેવાયો છે.દમણ ન.પા.ના પ્રમુખ શ્રીમતી સોનલબેન પટેલ અને ઉપ પ્રમુખ શ્રી આશિષભાઈ ટંડેલના નેતૃત્‍વમાં પાલિકા હવે લોકાભિમુખ કામો તરફ વળી રહી હોવાનો મત તેમના દ્વારા લેવામાં આવેલા કામોથી જનતાને લાગી રહ્યો છે.

Related posts

વડાપ્રધાન નરેન્‍દ્ર મોદીના જન્‍મદિવસના ઉપલક્ષમાં દાભેલના આટિયાવાડ ખાતે સેવા પખવાડા હેઠળ નિઃશુલ્‍ક દાંત અને આંખની તપાસ શિબિર યોજાઈ

vartmanpravah

કેન્‍દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલા અને હરદીપસિંહ પૂરી સમક્ષ દમણ-દીવમાં ફિશરીઝ સોસાયટી દ્વારા સંચાલિત ડિઝલ પંપોને જથ્‍થાબંધ ગ્રાહકની શ્રેણીમાંથી બાકાત કરવા પ્રદેશ ભાજપ પ્રમુખ દીપેશભાઈ ટંડેલની રજૂઆત

vartmanpravah

‘સબકી યોજના, સબકા વિકાસ’ યોજના અંતર્ગત યોજાયેલી ગ્રામસભામાં દમણ જિલ્લાની આટિયાવાડને વિકસિત અને મોડેલ ગ્રામ પંચાયત બનાવવા સરપંચ ઉર્વશીબેન પટેલનો નિર્ધાર

vartmanpravah

વલસાડમાં પ્રેમલગ્નના ચાર મહિના બાદ છૂટાછેડા માટે પતિ-પત્‍ની વચ્‍ચેના ઝઘડામાં પતિએ પત્‍નીનું ઢીમ ઢાળી દીધું

vartmanpravah

દાદરા નગર હવેલી લેબર વિભાગે ખાનવેલ હાઈસ્‍કૂલમાં યોજેલો રોજગાર મેળો

vartmanpravah

‘વર્તમાન પ્રવાહના’ અહેવાલની અસર: ચીખલી તાલુકામાં ઘટતા શિક્ષકોની ભરતી કરવા કોંગ્રેસ પ્રમુખ દ્વારા પ્રાંત અધિકારીને આવેદનપત્ર અપાયું

vartmanpravah

Leave a Comment