August 12, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

કપરાડા તાલુકાના ચાર ગામ દાદરા નગર હવેલીમાં સમાવેશ કરવાના મામલે સ્‍થાનિકોનો વિરોધ

રાયમલ, નગર, મધુબન અને મેઘવાળ ગામોને દાનહમાં જોડવાની હિલચાલનો વિરોધ : રેલી કાઢી કલેક્‍ટરને આવેદનપત્ર આપ્‍યું

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.17: કપરાડા તાલુકાના ચાર ગામ દાદરા નગર હવેલી સંઘ પ્રદેશમાં સમાવેશ કરવાની ચાલી રહેલી ગતિવિધિઓનો સ્‍થાનિક ગ્રામવાસીઓ દ્વારા વિરોધ કરવામાં આવ્‍યો છે. આજે વલસાડમાં રેલી કાઢીને કલેક્‍ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્‍યું હતું.
કપરાડા તાલુકાના ચાર ગામ રાયમલ, નગર, મધુબન અને મેઘવાળને દાનહમાં સમાવેશ કરવાની ચાલી રહેલી હિલચાલ સામે સ્‍થાનિક ગ્રામવાસીઓ વિરોધ નોંધાવ્‍યો છે. સ્‍થાનિકો નથી ઈચ્‍છતા કે તેમના ગામો દાદરા નગર હવેલીમાં સમાવેશ કરવામાં આવે તેથી આજે ગુરૂવારે વલસાડમાં વિરોધ કરીને રેલી કાઢી હતી. રેલી બાદ કલેક્‍ટરને આવેદનપત્ર આપ્‍યું હતું. ઉલ્લેખનીય છે કે, આગામી તા.28 ઓગસ્‍ટમાં ગાંધીનગરમાં આ મામલે ગૃહ ખાતાની રાહબરીમાં ઉચ્‍ચ મિટીંગ યોજાવાની છે. જેમાં કપરાડા તાલુકાના રાયમલ, નગર,મધુબન અને મેઘવાળને સંઘપ્રદેશ દાદરા નગર હવેલીમાં સમાવેશ કરવાનો નિર્ણય લેવાય તે પહેલાં જ આ ચાર ગામના ગ્રામવાસીઓ વિરોધનું બ્‍યુગલ ફૂંકી દીધું છે.

Related posts

સેલવાસમાં ભગવાન જગન્નાથની બે સ્‍થળોએ રથયાત્રા યોજાઈ

vartmanpravah

લોકસભાની દાનહ બેઠક ઉપર ભાજપ કોંગ્રેસ સહિત 5 ઉમેદવારો વચ્‍ચે જામનારો ચૂંટણી જંગ

vartmanpravah

પારડી ખડકી હાઈવે પર સુરતથી દમણ ફરવા આવેલ સહેલાણીઓની કાર અન્‍ય કાર સાથે ભટકાઈ : બે ઘાયલ

vartmanpravah

મહાત્‍મા ગાંધી વિરુદ્ધ સોશિયલ મીડિયા પર અભદ્ર અપશબ્‍દો સાથે ગંદી પોસ્‍ટ કરનાર સામે એફ.આઈ.આર. નોંધવા દાનહ કોંગ્રેસની માંગ

vartmanpravah

દમણ જિલ્લા પંચાયતના કાર્યવાહક અધ્‍યક્ષ મૈત્રીબેન પટેલે ડીપીએલ-3ની નિહાળેલી મેચો

vartmanpravah

એસ.પી. રાજેન્‍દ્ર પ્રસાદ મીણાની અધ્‍યક્ષતામાં દાનહ પોલીસ હેડ ક્‍વાર્ટર ખાતે જ્‍વેલર્સના વેપારીઓ સાથે અવૈધ ગતિવિધિઓથી સાવધ રહેવા બેઠકનું કરાયેલું આયોજન

vartmanpravah

Leave a Comment