Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશવલસાડવાપી

વલસાડમાં વિજ્‍યા દશમી પર્વએ રાવણના પુતળાનું કરાયેલું દહન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ,તા.05
આસુરી શક્‍તિ પર દૈવી શક્‍તિનો વિજય, ધર્મનો અધર્મ પર વિજયનુંમહા પર્વ એટલે વિજ્‍યા દશમી. સતત નવ નવ દિવસ સુધી ભારે ભક્‍તિભાવ અને હોંશભેર માઁ જગદંબાની આરાધના કર્યા બાદ આજે વલસાડમાં વિજ્‍યા દશમીના પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી. તીથલ રોડ સ્‍થિત ડી.ડી.ઓ. બંગલા પાછળ આવેલા ‘લેન્‍ડમાર્ક રેસિડેન્‍સી’ ખાતે આજે સાંજે રાવણના પુતળા દહનના કાર્યક્રમનું અનેરું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં યુવાનો વડીલો ઉત્‍સાહભેર જોડાયા હતા. આ પ્રસંગે નાના નાના બાળકોને રાવણના ગુણો અને અવગુણો વિશે માહિતગાર કરાયા હતા, જોકે જિલ્લામાં પહેલા થતા મોટા રાવણ દાહનના કાર્યક્રમો આજે નહિવત જોવા મળ્‍યા હતા.

Related posts

નાની દમણના મેલડી માતાજી મંદિરના પટાંગણમાં અગામી શનિવારથી ત્રિ દિવસીય પ્રાણ પ્રતિષ્‍ઠા મહોત્‍સવ

vartmanpravah

નેશનલ સપોર્ટ-ડે નિમિત્તે નારગોલ ખાતે તાલુકા કક્ષાનો રમતોત્‍સવ ઉજવાયો

vartmanpravah

દમણ કલેક્‍ટરાલયના 3 કર્મચારીઓને આપવામાં આવેલું વિદાયમાન

vartmanpravah

વલસાડ તિથલ દરિયા કિનારેમહાકાય માછલીનું કંકાલ મળી આવતા લોકો જોવા દોડી ગયા

vartmanpravah

રોટરી વાપી રિવરસાઈડ દ્વારા વાપી હાફ મેરેથોનનું આયોજન કરાયું

vartmanpravah

ડીપીએલની લીગ મેચમાં મેન ઓફ ધી મેચ બનેલા ધરમ ઈલેવનના ચેતન હળપતિને દમણવાડાના સરપંચ મુકેશ ગોસાવીના હસ્‍તે આપવામાં આવેલી ટ્રોફી

vartmanpravah

Leave a Comment