January 17, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દમણવાડા ગ્રા.પં. દ્વારા બોર્ડની પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓને તેમના ઘરે જઈ આપેલી વેલકમ કિટઃ પાઠવેલી શુભકામના

છેલ્લા અઢી વર્ષથી ગ્રામ પંચાયત દ્વારા શિક્ષણને પ્રોત્‍સાહન આપવા આયોજીત થઈ રહેલા વિવિધ વિદ્યાર્થીલક્ષી કાર્યક્રમથી ગ્રામજનોમાં ખુશી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.12: આગામી 14મી માર્ચથી શરૂ થઈ રહેલી ગુજરાત બોર્ડની ધોરણ 10 અને ધોરણ12ની પરીક્ષાના વિવિધ શાળાઓમાં અભ્‍યાસ કરતા દમણવાડા ગ્રામ પંચાયત વિસ્‍તારના વિદ્યાર્થીઓને તેમના ઘરે જઈ સરપંચ અને પંચાયતની ટીમ દ્વારા વેલકમ કિટ સાથે શુભકામના પાઠવવામાં આવી હતી.
દમણવાડા ગ્રામ પંચાયતના બોર્ડની પરીક્ષા આપી રહેલા ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓને પરીક્ષા ખંડમાં લઈ જઈ શકાય તેવા ટ્રાન્‍સપરન્‍ટ રાઈટિંગ બોર્ડ, ટ્રાન્‍સપરન્‍ટ પાઉચ, બોલપેન, પેન્‍સિલ, સંચો, રબર, નાની સ્‍કેલ સહિત એક કેડબરી ચોકલેટ આપી બોર્ડની પરીક્ષા કોઈપણ પ્રકારના ડર વગર આપી સફળ થવા વિદ્યાર્થીઓને શુભકામના પાઠવવામાં આવી હતી.
આ પહેલાં દમણવાડા ગ્રામ પંચાયત દ્વારા દમણવાડાની શાળાના ધોરણ 10 અને ધોરણ 12ના વિદ્યાર્થીઓને એક્‍ઝામ કિટ અને શુભકામના પાઠવવામાં આવી હતી. છેલ્લા અઢી વર્ષથી ગ્રામ પંચાયત દ્વારા શિક્ષણને પ્રોત્‍સાહન આપવા આયોજીત થઈ રહેલા વિદ્યાર્થીલક્ષી કાર્યક્રમથી ગ્રામજનોમાં પણ પ્રસન્નતા જોવા મળી રહી છે.
આ પ્રસંગે સરપંચ શ્રી મુકેશ ગોસાવી, શ્રીમતી પુષ્‍પા રાઠોડ-ગોસાવીની સાથે પંચાયત સેક્રેટરી શ્રી નિખિલભાઈ મીટના, શ્રી રોહિત ગોહિલ, શ્રી હિતેન બારી, શ્રી ધીરૂભાઈ બારી, શ્રી રાહુલ ધોડી વગેરે પણ જોડાયા હતા.

Related posts

ગણતરીના કલાકોમાં મોબાઈલ ચોરને ઝબ્બે કરતી પારડી પોલીસ

vartmanpravah

દમણમાં 75મા પ્રજાસત્તાક દિવસની ઉજવણી મોટી દમણના લાઇટ હાઉસ બીચ ખાતે કરાશે

vartmanpravah

દમણવાડા ગ્રામ પંચાયતમાં બેંકના અધિકારીઓ દ્વારા ‘કિસાન ક્રેડિટ કાર્ડ’ના સંદર્ભમાં ખેડૂતોને અપાયેલી જાણકારી

vartmanpravah

દાનહ અને દમણ-દીવમાં ઘરે ઘરે 2024ના કેલેન્‍ડર વિતરણઅભિયાને પકડેલી પ્રચંડ ગતિ

vartmanpravah

સેલવાસમાં એચ.પી. ગેસ એજન્‍સી દ્વારા ગ્રાહકોને સમયસર સિલિન્‍ડર પહોંચાડવા નનૈયો

vartmanpravah

કૈલાશ લોજને સરકારી જમીન ખાલી કરવા મુંબઈ હાઈકોર્ટનો આદેશ

vartmanpravah

Leave a Comment