June 30, 2025
Vartman Pravah
Breaking NewsOtherકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદમણદીવદેશનવસારીપારડીવલસાડવાપીસેલવાસ

દાદરા ગામમાં રહેતી પરપ્રાંતિય 19 વર્ષિય યુવતી પ્રિયાકુમારી પિન્‍ટુ સિંહા ગુમ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.17 : ગુજરાતના વલસાડ જિલ્લાને અને મહારાષ્‍ટ્રના પાલઘર જિલ્લાને અડીને આવેલા કેન્‍દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલીના દાદરા ગામ ખાતે રહેતી પરપ્રાંતિય યુવતી ગુમ થઈ હોવા અંગેની ફરિયાદ સેલવાસ પોલીસમાં નોંધાવા પામી છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે પ્રિયાકુમારી પિન્‍ટુ સિંહા (ઉ.વ.19)રહેવાસી દેમણી રોડ, હાઇસ્‍કૂલની સામે, ભારતીબેનની બિલ્‍ડીંગ, રૂમ નંબર 202, દાદરા. મૂળ રહેવાસીગામ-બારહડી, પોસ્‍ટ/પોલીસ સ્‍ટેશન-મોફસીલ, જિલ્લા-ગયા, બિહાર. જે ગત તા.06 જાન્‍યુઆરીના રોજ પોતાના ઘરેથી કોઈને કંઈપણ કહ્યા વગર ચાલી ગઈ હતી. પ્રિયાકુમારીના પિતાશ્રી પિન્‍ટુ સિંહાએ આજુબાજુ તેમજ યુવતીના મિત્રો તથા સગાં-સંબંધીઓને ત્‍યાં તપાસ કરી હતી, પરંતુ ક્‍યાંય મળી આવેલ નહિ. તેથી બે દિવસની શોધખોળ બાદ પણ યુવતી નહીં મળી આવતાં પિન્‍ટુ સિંહાએ દાદરા પોલીસ સ્‍ટેશનમાં 8 જાન્‍યુઆરી, 2024ના રોજ તેમની યુવાન દિકરી ગુમ થઈ હોવાની અંગેની ફરિયાદ નોંધાવી હતી. આ યુવતી અંગે જો કોઈને કોઈપણ જાણકારી મળે તો સેલવાસ પોલીસ કંટ્રોલ રુમઃ 0260-2642130, સેલવાસ પોલીસ સ્‍ટેશનઃ0260-2642033 તથા દાદરા પોલીસ આઉટ પોસ્‍ટઃ 99040 94980 ઉપર સંપર્ક કરવા સેલવાસ પોલીસની એક અખબારી યાદીમાં જણાવાયું છે.

Related posts

સરપંચ હિતાક્ષીબેન પટેલના અધ્‍યક્ષસ્‍થાને ઘેલવાડ ગ્રામપંચાયતની ‘સબકી યોજના, સબકા વિકાસ’ જીપીડીપી અંતર્ગત મળેલી ગ્રામસભા

vartmanpravah

દાદરા ગામે ફેક્‍ટરી દ્વારા કરાયેલું ગેરકાયદેસર દબાણ દુર કરાયું

vartmanpravah

મોટાપોંઢા કોલેજમાં શિક્ષક દિનની અનોખી રીતે ઉજવણી થઈ

vartmanpravah

વાપી શામળાજી 22.5 કરોડના ખર્ચે બનેલા રોડમાં વ્‍યાપક ભ્રષ્‍ટાચાર થયાનો આક્ષેપ

vartmanpravah

વલસાડની અતુલ ગ્રામ પંચાયતમાં ભૂલકા મેળો યોજાયો

vartmanpravah

37 ટેકવાન્‍ડો નેશનલ ચેમ્‍પિયનશિપમાં દીવના બાળકોએ 17 મેડલ પ્રાપ્ત કર્યા

vartmanpravah

Leave a Comment