January 16, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

માંડાની રીષિકા પેકેજીંગ કંપનીમાં ભિષણ આગ

કંપનીમાં રાખેલ રો-મટીરીયલનો જથ્‍થો,ફિનિશ ગુડસ, મશીનરી અને કંપનીનું સ્‍ટ્રક્‍ચર આગની લપેટમાં આવી જતા કરોડોનું નુકસાનીનો અંદાજ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સરીગામ, તા.23: સરીગામ પ્‍લાસ્‍ટિક ઝોન નજીક માંડાની હદમાં કાર્યરત પ્‍લાસ્‍ટિકનું મટીરીયલ બનાવતી ઋષિકા પેકેજીંગ નામની કંપનીમાં સવારના અરસામાં ભીષણ આગ લાગવાની ઘટના બનવા પામી હતી. સવારના 7.00 કલાકના સમયે લાગેલી આગ ધીરે ધીરે બેકાબુ બનતા સંપૂર્ણ કંપનીમાં ફેલાઈ જવા પામી હતી. આગની ઘટનાની જાણકારી મળતા સરીગામ વાપી તેમજ સેલવાસની ફાયર બ્રિગેડની ટીમ ધસી આવી આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ કંપનીમાં રાખેલ અંદાજિત 500 ટન જેટલો પ્‍લાસ્‍ટિક દાણાના જથ્‍થામાં આગ પ્રસરી જતા આગ પર કાબુ મેળવવો મુશ્‍કેલ બની જવા પામ્‍યો હતો. ફાયર બ્રિગેડની ટીમ ભીષણ આગને કાબુમાં લઈ એ પહેલા કંપનીમાં રાખેલ રો-મટીરીયલનો જથ્‍થો તેમજ ફિનિશ ગુડસ, મશીનરી સ્‍વાહા થઈ જવા પામી હતી અને કંપનીના શેડને પણ ભયંકર નુકસાન થવા પામ્‍યું હતું જેની નુકસાની કરોડોમાં થશે એવું અનુમાન લગાવાઈ રહ્યું છે. આગમાં કોઈ કામદારને ઈજા કે જાનહાની થવા પામી નથી. સવારના સમયે ચાલુ કંપનીમાં લાગેલી આગનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી.

Related posts

વલસાડમાં શિક્ષકો જુની પેન્‍શન યોજનાના અમલીકરણ માટે રસ્‍તા ઉપર ઉતર્યા

vartmanpravah

સરકારના ભૂસ્‍તર વિજ્ઞાન અને ખનીજ વિભાગ દ્વારા ખનીજ વહન કરતા વાહનોમાં જીપીએસ ફરજિયાત કરાતા ચીખલીમાં દિવાળીના તહેવાર ટાણે જ ટ્રકોના પૈંડા થંભી ગયા

vartmanpravah

નવસારી સ્‍ટેશનરી મર્ચન્‍ટસ એન્ડ મેન્‍યુ. એસોસિએશન દ્વારા ઈટાળવા ખાતે રક્‍તદાન શિબિર યોજાઈ

vartmanpravah

નલ સે જલ યોજનામાં વલસાડ જિલ્લાએ 100 ટકા લક્ષ્યાંક હાંસલ કર્યો, તકતીનું ઈ-અનાવરણ કરાયું

vartmanpravah

બાંધકામ વિભાગની ટીમની સરાહનીય કામગીરી : વલસાડ જિલ્લા પંચાયતનાં બાંધકામ વિભાગ દ્વારા મોટાભાગના રસ્‍તાઓ લોકઉપયોગી બનાવ્‍યા

vartmanpravah

ડહેલીથી મળેલા અજાણ્યા મૃતકના વાલીવારસો સંપર્ક કરે

vartmanpravah

Leave a Comment