Vartman Pravah
Breaking Newsઉમરગામગુજરાતડિસ્ટ્રીકટદેશનવસારીવલસાડવાપી

સરીગામમાં ભંગારના ધંધા માટે લોહીયાળ જંગ

બેઝબોલના દંડા અને લોખંડના પાઈપથી ચાર ઈસમોએ કરેલા હિંસક હુમલામાં એક વ્‍યક્‍તિ ગંભીર રીતે જખ્‍મી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સરીગામ, તા.10: ઉમરગામ તાલુકાના સરીગામમાં કંપનીઓમાંથી ભંગાર ઉચકવાની ચાલીરહેલી હરીફાઈમાં સર્જાયેલું ઘર્ષણ ગતરોજ હિંસક હુમલામાં પરિણમતા વાતાવરણ ભયભીત બની જવા પામ્‍યું છે. સરીગામના સ્‍થાનિક નેતાઓ વચ્‍ચે ભંગારની દલાલી કમાવવાની લાલચમાં કંપનીના માલિકો અને સંચાલકો ઉપર દબાણ લાવી રહ્યા હોવાની ચર્ચા લાંબા સમયથી ચાલી રહી છે.
પોલીસ સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ ગતરોજ સાવરીયા હોટલની સામે અને કેનાલની બાજુમાં બપોરના 12.40 કલાકના અરસામાં હિંસક હુમલાની ઘટના બનવા પામી હતી. હુમલાનો ભોગ બનનાર સલીમ ઉપર ચાર ઈસોમોએ બેઝબોલ દંડા અને લોખંડના પાઈપ વડે પગ અને હાથમાં ફટકા મારી ફેક્‍ચર કર્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. આ હુમલો અગાઉ બનેલી મારામારીની ઘટનાની અદાવત રાખી કર્યો હોવાનું બહાર આવી રહ્યું છે. પ્રારંભમાં હુમલો કરનાર જીમી ડાહયા મિષાએ સલીમની ગાડીને પાછળથી ટક્કર મારી વાતાવરણ તંગ બનાવ્‍યું હતું અને ગાડીની બહાર આવેલા સલીમ ઉપર બેઝબોલ દંડા વડે હુમલો કર્યો હતો. જે હુમલાના ભયથી સલીમ નહેર ઉપર ભાગી ગયો હતો. જ્‍યાં ચાર ઈસમોએ ભેગા મળી ઢોર માર માર્યો હોવાની ઘટના પોલીસના ચોપડે નોંધવા પામી છે. આ ઘટનામાં ફરિયાદના આધારે પોલીસ તંત્રએ ચાર ઈશમો 1. જીમી મિષા ડાહયા રહે.સરીગામ 2. નિયાઝ ચાંદ મોહમ્‍મદ મણીયાર રહે.વાપી 3. મેરાજ ઉર્ફે ગુડુ કુદરત ખાન રહે.વાપી અને 4. અજાણ્‍યો ઈસમ વિરુદ્ધ આઈપીસી 323, 325 294 (બે) 427, 506 (2), 114 મુજબ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

Related posts

નરોલી સરકારી હાઈસ્‍કૂલમાં ફાયર વિભાગ દ્વારા મોકડ્રિલ યોજાઈ: આકસ્‍મિક રીતે લાગતી આગને ઓલવવાની વિદ્યાર્થીઓને બતાવેલી વ્‍યવહારૂ રીત

vartmanpravah

વલસાડ જિલ્લામાં જુની થયેલી આંબાવાડીના નવીનીકરણ માટે કૃષિ પ્રાયોગિક કેન્દ્ર -બાગાયત ખાતાની પહેલ

vartmanpravah

વાપી એસ.ટી. ડેપોની મહિલા કન્‍ડક્‍ટરની પ્રમાણિકતા : ઘરેણાં ભરેલ થેલી મહિલાને પરત કરી

vartmanpravah

વાપી આર.કે. દેસાઈ કોલેજના સંસ્‍થાપક રમણલાલ કુંવરજી દેસાઈની 23મી પુણ્‍યતિથિએ કોલેજ પરિવારે શ્રધ્‍ધાંજલી પાઠવી

vartmanpravah

વાપીમાં ગ્રોથ ક્રાફટ ટ્રેનિંગ સોલ્‍યુસન તાલીમ સુવિધા કેન્‍દ્રનો પ્રારંભ

vartmanpravah

પારડીના કોટલાવમાં ચડ્ડી બનિયાનધારી ગેંગ ત્રાટકીઃ સોનાના ઘરેણાં તથા રોકડ મળી રૂ.૧,૫૦,૦૦૦ની કરેલી ચોરી

vartmanpravah

Leave a Comment