December 1, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ધરમપુરમાં તમાકુ નિયંત્રણ સેલ દ્વારા દુકાનોમાં આકસ્‍મિક ચેકિંગ, 26 દદકાનદારો સામે દંડનીય કાર્યવાહી

દુકાનદારોને પ્રતિબંધિત વસ્‍તુઓના વેચાણ અંગે આરોગ્‍ય વિષયક સૂચનાઓ આપવામાં આવી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.26: સરકારશ્રીના રાષ્‍ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત ટોબેકો ફ્રી યુથ કેમ્‍પેઈનના અમલીકરણના ભાગરૂપે રાજ્‍યમાં તમાકુ નિયંત્રણ અધિનિયમ- 2003ના અમલીકરણ માટે વલસાડ જિલ્લામાં તમાકુ કે તમાકુની બનાવટનું બિનઅધિકળત રીતે વેચાણ અને આનુસંગિક નિયમ માટે ટાસ્‍કફોર્સ (તમાકુ નિયંત્રણ સેલ) ની રચના કરવામાં આવી છે. આ ટીમ દ્વારા ધરમપુર તાલુકામાં તા.26-09-2024 ના રોજ આકસ્‍મિક ચેકિંગ હાથ ધરી કુલ 26 દુકાનદારો પાસેથી રૂ.5200નો દંડ વસુલ કરવામાં આવ્‍યો હતો.
વલસાડ જિલ્લાના આરોગ્‍ય વિભાગ, પોલીસ વિભાગ, ફૂડ એન્‍ડ ડ્રગ વિભાગ અને શિક્ષણ વિભાગ સાથે મળી સ્‍ટીયરીંગ કમિટી દ્વારા ધરમપુર તાલુકામાં ધરમપુરના આજુબાજુના શહેરીવિસ્‍તારોમાં આવેલી દુકાનોમાં ચેકિંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી, જેમાં તમાકુ કે તમાકુની બનાવટ વેચાણ કરતા નાના મોટા પાનના ગલ્લા, કરિયાણાની દુકાનો તેમજ અન્‍ય વેચાણ કરતા એકમો વગેરે સ્‍થળો પર આકસ્‍મિક તપાસ હાથ ધરી કુલ 26 દુકાનદારો પાસેથી રૂપિયા 5200નો દંડ વસુલ કરવામાં આવ્‍યો હતો.
કલમ-6 (અ) મુજબ 18 વર્ષથી નાની વયની વ્‍યક્‍તિને તમાકુનું વેચાણ પર પ્રતિબંધ છે. તથા કલમ-6(બ) શૈક્ષણિક સંસ્‍થાની 100 વારની ત્રિજ્‍યામાં તમાકુ કે તમાકુની બનાવટોનું વેચાણ પર પ્રતિબંધ છે તેમજ આજુબાજુનાં પાનના ગલ્લાવાળાને ચેતવણી આપવામાં આવી હતી. ‘‘તમાકુથી કેન્‍સર થાય છે અને 18 વર્ષથી નાની વયની વ્‍યક્‍તિને તમાકુનું વેચાણ પર પ્રતિબંધ છે” એવી આરોગ્‍ય વિષયક સૂચના આપવામાં આવી હતી.
આ કામગીરી વલસાડ મુખ્‍ય જિલ્લા આરોગ્‍ય અધિકારી ડો. કે.પી. પટેલ અને એપેડેમિક મેડીકલ ઓફિસર ડો. મનોજ પટેલની સૂચના અને માર્ગદર્શન હેઠળ ડિસ્‍ટ્રીકટ ટોબેકો કંટ્રોલ સેલ આરોગ્‍ય વિભાગમાંથી સોશિયલ વર્કર અલ્‍પેશ એ.પટેલ, કાઉન્‍સેલર સુમિત્રાબેન બાગુલ,પોલીસ વિભાગમાંથી એ.એસ.આઈ અશોકકુમાર જાદવ અને કોન્‍સ્‍ટેબલ વસંતભાઈ, ફૂડ એન્‍ડ ડ્રગ વિભાગમાંથી આર.એમ.પટેલે હાજર રહી સફળતાપૂર્વક કામગીરી કરીહતી.

Related posts

પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીએ સંઘપ્રદેશમાં રૂા.4850 કરોડથી વધારેના મૂલ્‍યની વિવિધ વિકાસ પરિયોજનાઓનો શિલાન્‍યાસ અને લોકાર્પણ કર્યું

vartmanpravah

વલસાડમાં પુસ્તક પરબમાંથી ૧૦૮ પુસ્તકોને વાચકો મળ્યા

vartmanpravah

દેશમાં નવા ત્રણ કાયદાના અમલને અનુસંધાને પારડી પોલીસ દ્વારા સેમિનારનું કરાયેલું આયોજન

vartmanpravah

વલસાડ જિલ્લા સ્‍વાગત-વ-ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં 31 પૈકી 29 પ્રશ્નોનો હકારાત્‍મક નિકાલ

vartmanpravah

જિલ્લા સત્ર ન્‍યાયાલયનો શકવર્તી ચુકાદો: ખાનવેલ-નાશિક રોડ પર એક વ્‍યક્‍તિની હત્‍યા કરનાર બે આરોપીઓને આજીવન કેદની સજા

vartmanpravah

અંતે વલસાડ પાલિકાએ રખડતા ઢોરને પાંજરે પુરવાની કાર્યવાહી આરંભી : 10 ઢોર પાંજરાપોળમાં મોકલ્‍યા

vartmanpravah

Leave a Comment