October 17, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશનવસારીવલસાડવાપી

લાયન્‍સ ક્‍લબ ઓફ બલસાર દ્વારા શેરી ગરબા સ્‍પર્ધાનું કરાયેલુ આયોજન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.10: લાયન્‍સ ક્‍લબ ઓફ બલસાર દ્વારા વલસાડ તાલુકામાં વસવાટ કરતાં સમગ્ર નાગરિક માટે શનિવાર તા.08-10-2022ના રોજ શેરી ગરબા સ્‍પર્ધાનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં કુલ 33 ટીમોએ ભાગ લીધો હતો. શ્રી પાર્ટી પ્‍લોટ-વશીયર ખાતે યોજાયેલ સમગ્ર સ્‍પર્ધામાં રોશનીના ઝગમગાટ તથા સંગીતના તાલે પરંપરાગત ગરબાએ રમઝટ જમાવી હતી. જેને માણવા માટે ખુબ જ મોટી મેદની હાજર રહી હતી. આ પ્રસંગને સફળતાપૂર્વક પાર પાડવા પીએમસીસી-એમજેએફ લા.જશવિકાબેન દેસાઈના માર્ગદર્શન હેઠળ તથા ક્‍લબના પ્રમુખ શ્રી કાર્તિક દેસાઈ, સેક્રેટરી શ્રીમતી મૈત્રી દેસાઈ તથા ટ્રેઝરર શ્રી અભિલાષ દેસાઈ તથા ક્‍લબની સમગ્ર ટીમ દ્વારા ખુબ જ તનતોડ મહેનત કરી આ સ્‍પર્ધાને સફળ બનાવેલ હતો. આ સ્‍પર્ધામાં મહિલા વિભાગમાં પ્રથમ ઈનામ અનાવિલ સહેલી વૃંદ પાલીહીલ, પુરુષ વિભાગમાં રામલાલા વલસાડ-પારડી, બાળ વિભાગમાં કુસુમ વિદ્યાલય-વલસાડ તથા મિક્ષ વિભાગમાં સખા ગ્રુપ, આર.એમ. પાર્ક પ્રથમ ક્રમે રહેલહતા.
આ સ્‍પર્ધા દરમિયાન ડીસ્‍ટ્રીક્‍ટ ગવર્નર શ્રી મુકેશભાઈ પટેલ, ડીસ્‍ટ્રીક્‍ટ સેક્રેટરી શ્રી પ્રેમલસિંઘ ચૌહાણ, વીડીજી દિપકભાઈ પખાલે, વીડીજી પરેશભાઈ પટેલ તથા ઝેડસી પિંકેશ પટેલ તથા આરસી ખુશમન ઢીંમરની હાજરી નોંધનીય હતી.

Related posts

સંઘપ્રદેશમાંપી.એમ. વિશ્વકર્મા યોજનાનો પ્રશાસકશ્રીએ કરાવેલો આરંભ

vartmanpravah

વાપી જી. આઇ. ડી. સી. વિસ્‍તારમાં રૂા. 10.18 કરોડના ખર્ચે તૈયાર થનાર 11 કે. વી. વીજલાઇનના 44 કિ. મી.ના અંડરગ્રાઉન્‍ડ કેબલ લાઇનનું ખાતમુર્હૂત કરતાં રાજ્‍યના નાણાં, ઉર્જા અને પ્રેટ્રોકેમિકલ્‍સ મંત્રી કનુભાઈ દેસાઇ

vartmanpravah

ગુજરાતમાંથી સીકેનાયડુ ટ્રોફી માટે દમણના ઉમંગ ટંડેલ અને સરલ પ્રજાપતિની પસંદગી.

vartmanpravah

લોકસભાની દમણ-દીવ બેઠક માટે ઉમેશભાઈ પટેલે નોંધાવેલી અપક્ષ દાવેદારી

vartmanpravah

પ્રદેશ ભાજપ મહિલા મોર્ચાના અધ્‍યક્ષ સિમ્‍પલબેન કાટેલાએ નરોલીના ડાંગી ફળિયા અને અથાલમાં યોજેલો સેલ્‍ફી વિથ લાભાર્થી કાર્યક્રમ

vartmanpravah

દીવ પોલીસે રૂા. 32 હજારના દારૂ-બિયરના જથ્‍થા સાથે ચાર આરોપીઓની કરેલી અટક : એક કાર બરામદ

vartmanpravah

Leave a Comment