January 16, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ જિલ્લામાં તા.23 માર્ચ સુધી પવન અને ગાજવીજ સાથે કમોસમી વરસાદની આગાહી

ખેડૂતો અને એ.પી.એમ.સી.ના સંચાલકોને પાકના રક્ષણ માટે પગલા લેવા તાકીદ કરાઈ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.19: હવામાન ખાતાની આગાહીને અનુલક્ષીને આગામી તા.૨૦/૦૩/૨૦૨૩ થી તા.૨૩/૦૩/૨૦૨૩ દરમિયાન વલસાડ જિલ્લામાં પવન અને ગાજવીજ સાથે હળવા વરસાદની સંભાવનાની આગાહી છે. આવા સમયે વાદળછાયું વાતાવરણને કારણે મોટા ભાગે ખેડૂતો પાકના રક્ષણ માટે ઉચિત પગલા લેતા જ હોય છે, તેમ છતાં નીચે મુજબના તકેદારીના પગલા લેવા ખેડૂતોને સંદેશ આપવામાં આવે છે.
કમોસમી વરસાદથી થતા પાક નુકશાનીથી બચવા માટે ખેડૂતોના ખેત ઉત્પાદિત પાક, ખેતરમાં કાપણી કરેલા પાક ખુલ્લા હોય તો તેને તાત્કાલિક સલામત સ્થળે ખસેડવાની કામગીરી કરવી, અથવા પ્લાસ્ટિક તાડપત્રીથી યોગ્ય રીતે ઢાંકી દેવું અને ઢગલાની ફરતે માટીનો પાળો બનાવી વરસાદનું પાણી ઢગલાની નીચે જતું અટકાવવું, જંતુનાશક દવા અને ખાતરનો ઉપયોગ આ સમયગાળા પૂરતો ટાળવો, ખાતર અને બિયારણના વિક્રેતાઓએ જથ્થો પલળે નહીં તે મુજબ ગોડાઉનમાં સુરક્ષિત રાખવો, એ.પી.એમ.સી.માં વેપારી અને ખેડૂત મિત્રોને કાળજી રાખી આગોતરી સાવચેતીના પગલાં લેવા અનુરોધ કરવામાં આવે છે. એ.પી.એમ.સી.માં અનાજ અને ખેતપેદાશો સુરક્ષિત રાખવી, એ.પી.એમ.સી.માં વેચાણ અર્થે આવતી પેદાશો આ દિવસો દરમિયાન ટાળવી અથવા સુરક્ષિત રાખવી. આ અંગે વધુ જાણકારી માટે આપના વિસ્તારના ખેતીવાડી વિભાગ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, અંભેટી કૃષિ સંશોધન કેન્દ્ર, પરિયા અથવા કિસાન કોલ સેન્ટર ટોલ ફ્રી નંબર -૧૮૦૦૧૮૦૧૫૫૧ નો સંપર્ક કરવા જિલ્લા પંચાયતના જિલ્લા ખેતીવાડી અધિકારીએ અખબારી યાદીમાં જણાવ્યું છે.

Related posts

વાપી કે.બી.એસ. એન્‍ડ નટરાજ કૉલેજમાં નવરાત્રી પર્વમાં ગરબા મહોત્‍સવ યોજાયો

vartmanpravah

રૂા.૪.૧૮ કરોડના ખર્ચે નવનિર્મિત વલસાડ એસટી ડેપોનું વાહન વ્યવહાર મંત્રીશ્રી પૂર્ણેશભાઈ મોદીના હસ્તે લોકાર્પણ

vartmanpravah

શ્રી ખોડલધામ નવરાત્રિ મહોત્‍સવ નોર્થ ઝોન અને ઈસ્‍ટ ઝોનમાં હાજરી આપતા ગૃહરાજ્‍યમંત્રી હર્ષભાઈ સંઘવી

vartmanpravah

જિલ્લામાં સ્‍વચ્‍છતા હી સેવા અભિયાન હેઠળ આરોગ્‍ય કેન્‍દ્રોમાં હેલ્‍થ ચેકઅપ સહિતની વિવિધ પ્રવૃતિઓ થઈ

vartmanpravah

વર્ષના છેલ્લા દિવસે દાદરા નગર હવેલી પોલીસ દ્વારા દારૂ પીધેલાઓને ઝડપી પાડયા

vartmanpravah

વલસાડ જિલ્લા કલેક્‍ટર અનસુયા ઝાની અધ્‍યક્ષતામાં નિર્મળ ગુજરાત 2.0 અભિયાનને વધુ અસરકારક બનાવવા એક દિવસીય તાલીમ યોજાઈ

vartmanpravah

Leave a Comment