Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

નરોલી પંચાયત દ્વારા ગૌમાતાની સુરક્ષા અને નરોલી સેલવાસ રોડ પર ભારે વાહનોના ગેરકાયદેસર પાર્કિંગ અંગે કરાયેલી રજૂઆત

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝનેટવર્ક)
સેલવાસ,તા.10: દાદરા નગર હવેલીના નરોલી ગ્રામ પંચાયતના સભ્‍યો દ્વારા ગૌમાતાની સુરક્ષા અને નરોલી – સેલવાસ રોડ ઉપર ભારે વાહનોના ગેરકાયદેસર પાર્કિંગ સંદર્ભે જિલ્લા કલેક્‍ટર, પોલીસ અધિક્ષક અને જિલ્લા પંચાયતના મુખ્‍ય અધિકારીને લેખિત રજૂઆત કરવામાં આવી છે. જેમાં જણાવ્‍યા અનુસાર ગત 8ઓક્‍ટોબરના રોજ નરોલી ચેકપોસ્‍ટ નજીક રાત્રે કન્‍ટેઈનર સાથે અકસ્‍માતમાં ચાર ગાયોના જગ્‍યા ઉપર જ મોત થયા હતા અને બે ગાયોને સારવાર માટે પશુ દવાખાનામાં લઈ જવામાં આવી હતી. તેમજ માનવજીવન રક્ષણ માટેના મુદ્દાઓ જેવા કે માલિકીની ગૌમાતાનું રક્ષણ જે તે ગૌમાલિકની રહેશે, જો કોઈની માલિકીની ગાય કે પશુ રખડતા જોવા મળશે તો એ માલિક ઉપર ફરિયાદ નોંધવામાં આવે એવી વ્‍યવસ્‍થા કરવી, રખડતા પશુઓના ગળામાં રેડિયમ પટ્ટી લગાવવામાં આવે, નરોલી ચેકપોસ્‍ટથી અથાલ ગામ સુધીમાં મેઈન રોડ પર કરવામાં આવતા બેફામ મોટા વાહનોના પાર્કિંગ ઉપર કાયદેસર કાર્યવાહી કરવામાં આવે એવી વ્‍યવસ્‍થા કરી તાત્‍કાલિક પાર્કિંગ દૂર કરવામાં આવે, પંચાયતના સભ્‍યો દ્વારા આ તમામ મુદ્દાઓનું અમલીકરણ આપના વિભાગથી થાય તેવી અરજ તેમણે કરેલી રજૂઆતમાં કરી છે.
હવે જોવું રહ્યું કે, પ્રશાસન દ્વારા આવા બેજવાબદાર પશુમાલિકો અને ગેરકાયદે આડેધડ વાહનોપાર્કિંગ કરનારાઓ માટે કેવી વ્‍યવસ્‍થા ઉભી કરવામાં આવશે.

Related posts

લવાછા પિપરીયા પુલ ઉપરટિફિન આપવા જઈ રહેલ સાયકલ સવારનું અકસ્‍માતમાં મોત

vartmanpravah

અરનાલા સ્‍મશાન ગૃહમાં સગડીનુ લોકાર્પણ

vartmanpravah

વાપી-વલસાડમાં જિલ્લા ભાજપ દ્વારા પ્રબુધ્‍ધ નાગરિક વેપારી, ઉદ્યોગપતિઓનું સંમેલન યોજાયું

vartmanpravah

વલસાડ જિલ્લાની 326 ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં 24 ગ્રામ પંચાયતો સમરસ બની

vartmanpravah

દમણ જિલ્લા પંચાયત કચેરીમાં 76મા સ્‍વતંત્રતા દિવસની કરાયેલી ઉજવણી

vartmanpravah

દીવ ખાતે કાર્યરત ત્રિપ્‍પલ આઈટીના પ્રથમ બેચની વિદ્યાર્થીની સાક્ષી ડાંગીને ગુગલનું રૂા.50 લાખનું મળેલું વાર્ષિક પેકેજનું પ્‍લેસમેન્‍ટ

vartmanpravah

Leave a Comment