April 19, 2024
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતડિસ્ટ્રીકટપારડીવલસાડવાપી

જિલ્લામાં મતગણતરીના સ્‍થળે મતગણતરીમાં ખલેલ ના પહોચે તે અંગેનું જાહેરનામુ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.02: ગુજરાત વિધાનસભા સામાન્‍ય ચૂંટણી2022 અન્‍વયે વલસાડ જિલ્લાના વિધાનસભા મતદાર વિભાગોની મતગણતરી તા.08122022ના રોજ એન્‍જિનિયરીંગ કોલેજ વલસાડના બિલ્‍ડીંગમાં યોજાનાર છે. મતગણતરીની કાર્યવાહી શાંતિપૂર્ણ વાતાવરણમાં થઈ શકે તેમજ મતગણતરી દરમિયાન કોઇપણ વ્‍યક્‍તિ ખલેલ પહોંચાડે નહીં તથા મતગણતરી સ્‍થળે વ્‍યવસ્‍થામાં કોઈ બાધા કે વિક્ષેપ ન થાય તે માટે વલસાડ જિલ્લા કલેક્‍ટર અને જિલ્લા મેજીસ્‍ટ્રેટ શ્રીમતી ક્ષિપ્રા એસ. આગ્રેએ ફોજદારી કાર્યરીતી અધિનિયમ 1973ની કલમ 144થી મળેલી સત્તાની રૂએ વલસાડ જિલ્લાના વલસાડ તાલુકા ખાતે આવેલ એન્‍જિનિરીંયરીંગ કોલેજ, વલસાડના બિલ્‍ડીંગ વિસ્‍તારમાં તા.08.12.2022ના સવારના 05:00 થી 24:00 કલાક સુધીના સમયગાળા માટે નીચે જણાવ્‍યા મુજબ અમલવારી કરવા હુકમ ફરમાવ્‍યો છેઃ
(1)મતગણતરી કેન્‍દ્ર ખાતે 200 મીટરની ત્રિજ્‍યાના વિસ્‍તારમાં ચારથી વધુ વ્‍યક્‍તિઓની મંડળી/સભા કોઈએ ભરવી નહીં કે બોલાવવી નહીં કે સરઘસ કાઢવું નહીં અને એકઠા થવું નહી. તેમજ મતગણતરી કેન્‍દ્ર ખાતે 200 મીટરની ત્રિજ્‍યાના વિસ્‍તારમાં કોઇ પણ વ્‍યક્‍તિ વાન લઈ જઈ શકશે નહીં.
(2)કોઈપણ વ્‍યક્‍તિ સમક્ષઅધિકારી તરફથી ઈસ્‍યુ કરવામાં આવેલ ફોટોગ્રાફ સહિતના અપિકૃત પ્રવેશ પાસ વિના મતગણતરી કેન્‍દ્રમાં દાખલ થશે નહીં તેમજ આવા પ્રવેશ પાસ સરળતાથી દેખાઈ આવે તે રીતે પ્રદર્શિત કરશે.
(3)ઉમેદવાર કે તેમના ચૂંટણી એજન્‍ટ કે તેમના મતગણતરી એજન્‍ટ કે જેમને વિધાનસભા મતદાર વિભાગના મતગણતરી હોલમાં પ્રવેશ માટે પ્રવેશ પાસ ઈસ્‍યુ કરવામાં આવેલ હોય તે સિવાયના અન્‍ય વિધાનસભા મતદાર વિભાગના મતગણતરી હોલમાં પ્રવેશી શકાશે નહીં
(4)કોઈપણ વ્‍યક્‍તિ કે જેમાં ઉમેદવાર, તેમના ચૂંટણી એજન્‍ટ તેમજ મતગણતરી એજન્‍ટ સહિતના કોઈપણ વ્‍યક્‍તિ મતગણતરી કેન્‍દ્રના મતગણતરી હોલમાં મોબાઈલ ફોન, કોર્ડલેસ ફોન, ઈલેક્‍ટ્રોનિક ગેજેટ્‍સ, સ્‍માર્ટ વોચ, વાયરલેસ સેટ કે સંદેશા વ્‍યવહારના અન્‍ય કોઈ ઉપકરણો લઈ જવાશે નહીં કે તેનો ઉપયોગ કરી શકશે નહીં.
(5)સમાચાર સંસ્‍થાઓના વ્‍યવસાય સાથે સંકળાયેલ પત્રકારોને વિધાનસભા સામાન્‍ય ચૂંટણી2022ના કવરેજ માટે ભારતના ચૂંટણી પંચ/મુખ્‍ય નિર્વાચન અધિકારીશ્રી, ગુજરાત રાજય દ્વારા પ્રવેશ પાસ આપવામં આવેલા છે, તેવા પત્રકારો મત ગણતરી માટે મુકરર થયેલ બિલ્‍ડીંગમાં રાખવામાં આવેલ મિડીયા સેન્‍ટર/કોમ્‍યુનિકેશન સેન્‍ટર સુધી મોબાઈલ સાથે જઈ શકશે પરંતુ તેઓને કોઈપણ વિધાનસભા મત વિસ્‍તારના મત ગણતરી હોલમાં મોબાઈલ સાથેપ્રવેશ કરવાની મનાઈ રહેશે.
(6)જાહેર આરોગ્‍ય અને સુખાકારી માટે મત ગણતરી મથકમાં સ્‍વચ્‍છતા જળવાઇ રહે તે અતિ આવશ્‍યક હોય, સદરહુ બિલ્‍ડીંગમાં તેમજ કમ્‍પાઉન્‍ડમાં પાન, મસાલા, ગુટખા અને ધુમ્રપાન ઉપર નિષેધ રહેશે.
(7)મતગણતરી કેન્‍દ્ર વિસ્‍તારમાં સમક્ષ અધિકારીશ્રીએ નકકી કરેલ પાર્કિંગ સ્‍થળે જ વાહન પાર્કિંગ કરવાનું રહેશે.
આ હુકમ સરકારી નોકરીમાં અથવા તેમની ફરજની રૂએ રોજગારીમાં હોય તેવી વ્‍યક્‍તિઓને, ફરજ ઉપર હોય તેવા બિન પોલીસ દળો જેવા કે ગૃહ રક્ષક દળના સભ્‍યોને, લગ્નના વરઘોડાને, સ્‍મશાન યાત્રાને, જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી/નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અગર સંબંધિત વિધાનસભા મતદાર વિભાગના ચૂંટણી અધિકારીશ્રી તથા મદદનીશ ચૂંટણી અધિકારીશ્રીએ તેમજ પોલીસ અધિક્ષકશ્રી અથવા તેમણે અધિકૃત કરેલ અધિકારી દ્વારા અધિકૃત કરેલી વ્‍યકિતઓને લાગુ પડશે નહીં.
ઉપરોક્‍ત જાહેરનામાનો ભંગ કરનારને દંડ સંહિતાની કલમ188 અનુસાર સજાને પાત્ર થશે. જે માટે વલસાડ જિલ્લામાં ફરજ બજાવતા નાયબ પોલીસ અધિક્ષકશ્રીથી પોલીસ સબ ઈન્‍સ્‍પેકટર કે તે ઉપરના હોદ્દો ધરાવતા તમામ અધિકારીઓને આ જાહેરનામાનો ભંગ કરનાર વિરૂધ્‍ધ ફરિયાદ દાખલ કરવા માટે અધિકૃત કરવામાં આવ્‍યા છે.

Related posts

દાનહ જિ.પં.ના ઉપ પ્રમુખ પદેથી દિપક પ્રધાન બર્ખાસ્‍ત

vartmanpravah

વલસાડ જિલ્લાના ધરમપુર ખાતે જિલ્લા કક્ષાનો ગરીબ કલ્‍યાણ મેળો યોજાયો

vartmanpravah

વલસાડ રેલવે સ્‍ટેશને મોડી રાતે ટ્રેન અડફેટમાં આવી જતા બે યુવાનોના ઘટના સ્‍થળે મોત

vartmanpravah

મહિલા સામખ્ય દ્વારા ધરમપુર ખાતે “મારી વ્યથા મને માર્ગદર્શન” અંતર્ગત વર્કશોપ યોજાયો

vartmanpravah

વલસાડ કાપરી રેલવે ઓવરબ્રિજ પર રીલ બનાવતી યુવતિનો વિડિયો વાયરલ

vartmanpravah

ઘુવડની તસ્‍કરીનો પર્દાફાશ કરતી પારડી રેન્‍જ ફોરેસ્‍ટ કચેરી: પારડી ચાર રસ્‍તાથી ઘુવડ વેચવા આવેલ ચાર પૈકી ત્રણ ઝડપાયા એક ફરાર

vartmanpravah

Leave a Comment