January 16, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ જિલ્લાના પેન્શનરોની વાર્ષિક હયાતીની ખરાઇ કરાવી લેવી

(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
વલસાડ, તા.0૪: રાજ્ય સરકારનાં પેન્શનરો/કુટુંબ પેન્શનરોને જણાવવાનું કે, સરકારશ્રીનાં નાણાં વિભાગનાં ઠરાવ ક્રમાંક : તજર/૧૦૨૦૧૪/૧૬૭૧/ઝ તા.૧૨-૦૪-૨૦૨૨માં કરેલી જોગવાઇ મુજબ પેન્શનરો/કુટુંબ પેન્શનરોની હયાતીની ખરાઇ દર વર્ષે મે માસ થી જુલાઇ માસ સુધી કરવાની હોય છે. પેન્શનર કે કુટુંબ પેન્શનર જે બેન્કમાંથી પેન્શન મેળવે છે તે બેન્કમાં રૂબરૂ જઇ હયાતીની ખરાઇ કરવાની હોય છે. જેથી હયાતી કરવા જણાવવામાં આવે છે . વધુમાં પેન્શન /કુટુંબ પેન્શનરના અવસાન બાદ શારીરિક અથવા માનસિક અશકત સંતાનોને કુંટુંબ પેન્શનનો લાભ બાબતે નાણા વિભાગના તા.૦૬/૦૪/૨૦૨૩ ના પત્રથી મંજુર કરેલ પેન્શનરોને જાણકારી મળી રહે તે માટે “પેન્શનરોને જાણવા જોગ“ સંદેશ મેળવી લેવાનો રહેશે. વધુમાં પેન્શનરશ્રીઓની હયાતીની ખરાઇ ઓનલાઇન “Jeevan Pramaan“ Portal પર પણ કરી શકાય છે. જે માન્ય કરેલ છે. જેની વેબસાઇટ “www.jeevanpraman.gov.in’’ છે. એવુ વલસાડ જિલ્લા તિજોરી અધિકારીએ અખબારી યાદીમાં જણાવ્યું છે.

Related posts

દમણના બે રીક્ષા ચાલકોનો દારૂ હેરાફેરીનો ગજબનો કિમીયોઃ નવા હૂડ નીચે દારૂની બાટલી સંતાડી

vartmanpravah

દમણ પોલીકેબ ઈન્‍ડસ્‍ટ્રીઝમાં કરાયું વૃક્ષારોપણ

vartmanpravah

વલસાડ છરવાડા ગામે જંગલમાંથી રાત્રે પોલીસે રૂા.1.15 લાખનો બિનવારસી દારૂનો જથ્‍થો ઝડપ્‍યો

vartmanpravah

છેલ્લા ત્રણ દિવસથી વલસાડમાં લમ્પી વાયરસનો એકપણ કેસ નહીં

vartmanpravah

વાપીથી વલવાડા વચ્‍ચે હાઈવે ઉપર બે કરુણ અકસ્‍માત: બાઈક ચાલક યુવાનનું અને રોડ ક્રોસ કરતી યુવતીનું મોત

vartmanpravah

દાનહમાં 15થી 18વર્ષના બાળકો માટે કોવીડ ટીકાકરણની શરૂઆત કરાઈ

vartmanpravah

Leave a Comment