October 14, 2025
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશવલસાડવાપી

બે વર્ષ બાદ કોરોનાનું વિઘ્‍ન ટળતા વાપી-વલસાડમાં અનેક મંડળો દ્વારા ગણેશોત્‍સવની ધામધૂમથી કરાયેલી સ્‍થાપના

વાપી-વલસાડમાં 1500 ઉપરાંત સ્‍થળોએ શ્રીજીની સ્‍થાપના કરી : દોઢ દિવસીય મૂર્તિઓનું ગુરુવારે વિસર્જન થયું

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.01: વિઘ્‍નહર્તા ગણપતિ બાપ્‍પાનો મહિમા અપરંપાર છે. ભાદરવા સુદ-4 ગણેશ ચતુર્થીના શુભ દિવસથી વલસાડ જિલ્લામાં ગણેશ મહોત્‍સવનો શુભારંભ થઈ ગયો છે. બે વર્ષના કોરોના વિઘ્‍ન બાદ આ વર્ષે વિઘ્‍નહર્તાની સ્‍થાપના કરવાનો અવસર મળ્‍યો છે ત્‍યારે સમગ્ર જિલ્લો ગણેશમય બની ચૂક્‍યો છે. વાપી, વલસાડની સોસાયટીઓમાં વિવિધ મંડળો દ્વારા આકર્ષક પંડાલોમાં 1500 ઉપરાંત શ્રીજીની મૂર્તિઓની સ્‍થાપના કરવામાં આવી છે. બુધવારથી પ્રારંભ થયેલ ગણેશ મહામહોત્‍સવ આનંદ ચૌદશ સુધી 11 દિવસ ચાલશે. બુધવારે ઢોલ ત્રાંસા, ડી.જે.ના તાલે નાચતા-કુદરતા ભક્‍તો પોતાની શ્રીજીની મૂર્તિઓ લાવ્‍યા હતા. વિધિવતમંત્રોચ્‍ચાર સાથે બાપ્‍પાની મૂર્તિઓની સ્‍થાપના કરવામાં આવી હતી. વિવિધ મંડળોના પંડાલમાં જુદી જુદી થીમનો ઓપ અપાયો છે. ક્‍યાંક રાષ્‍ટ્રપ્રેમ, ક્‍યાંક કોરોના, ક્‍યાંક ધાર્મિક થીમોનો ટચ સાથે ગણેશ મહોત્‍સવનો દબદબાપૂર્વક પ્રારંભ થઈ ચૂક્‍યો છે. દોઢ, ત્રણ, પાંચ, સાત અને અગિયાર દિવસીય ગણેશજીનું ક્રમશઃ વિસર્જન કરવામાં આવશે. આજે ગુરૂવારે દોઢ દિવસીય ગણેશજીનું આજે વિસર્જન કરાયું હતું. મકાનો, ફલેટમાં મોટા ભાગે દોઢ દિવસીય શ્રીજીની સ્‍થાપના કરાય છે. ગણેશ ઉત્‍સવનો પ્રારંભ 150 વર્ષ પહેલાં મહારાષ્‍ટ્રથી થયો હતો પરંતુ હવે ગુજરાતભરમાં ગણેશ ઉત્‍સવની ધૂમ ચાલે છે.

Related posts

ધરમપુર સ્‍વર્ગવાહિની નદી ટુ વ્‍હીલરથી ક્રોસ કરવા જતા યુવાન તણાયો

vartmanpravah

વલસાડના સાંસદ ધવલ પટેલએ દીપડાના હુમલાથી ઘાયલ થયેલ દુલસાડના દર્દીની સિવિલમાં મુલાકાત લીધી

vartmanpravah

નિરંકારી સેક્‍ટર-દમણમાં આયોજીત રક્‍તદાન શિબિરમાં 181 નિરંકારી ભક્‍તોએ ઉત્‍સાહપૂર્વક કર્યું રક્‍તદાન

vartmanpravah

સરકારના ભૂસ્‍તર વિજ્ઞાન અને ખનીજ વિભાગ દ્વારા ખનીજ વહન કરતા વાહનોમાં જીપીએસ ફરજિયાત કરાતા ચીખલીમાં દિવાળીના તહેવાર ટાણે જ ટ્રકોના પૈંડા થંભી ગયા

vartmanpravah

ભારત સરકાર રાજ્‍ય સરકારો સાથે મળીને આજથી ચલણ પ્રોત્‍સાહન યોજના ‘મેરા બિલ, મેરા અધિકાર’નો શુભારંભ કરશે

vartmanpravah

ચીખલી તાલુકામાં પોલીસે દોરી પતંગના સ્‍ટોલ પર છાપો મારી પ્રતિબંધિત ચાઈનીઝ દોરી અને માંજાના કાચ કરોટી વેચતા 8ને ઝડપ્‍યા

vartmanpravah

Leave a Comment