Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદેશ

..જ્‍યારે એક દિકરાએ જ પોતાની 80 વર્ષની માતાને પોતાના વતનથી દૂર દમણ ખાતે રઝળતી છોડી દીધી સંઘપ્રદેશના સમાજ કલ્‍યાણ વિભાગ અને દમણ પોલીસે 80 વર્ષિય વૃદ્ધાની જીંદગી બચાવવાની સાથે સંવેદનશીલતાનો આપેલો પરિચય

દમણ પોલીસ સ્‍ટેશનના ઈન્‍ચાર્જ પી.આઈ. સોહિલ જીવાણીએ વરિષ્‍ઠ અધિકારીના માર્ગદર્શનમાં વૃદ્ધ મહિલાના પરિવારને શોધવા માટે ચાર અલગ અલગ ટીમનું ગઠન કરી તેમને તાત્‍કાલિક વૃદ્ધાના પરિવાર અને ઘરની ઓળખ કરવા મિશન પર મોકલાતા છેવટે ગણતરીના કલાકોમાં મળેલું સરનામું અને દિકરાના પાષાણ હૃદયનો પણ મળેલો પરિચય

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.07: સંઘપ્રદેશના સમાજ કલ્‍યાણ વિભાગ અને દમણ પોલીસે એક 80 વર્ષિય વૃદ્ધાની જીંદગી બચાવવાની સાથે પોતાના દિકરાએ જ માતાને નાની દમણ બસ સ્‍ટેન્‍ડ ખાતે ત્‍યજી પોતાના વતન પોબારા ભણી ગયો હોવાની ઘટના પણ પ્રકાશમાં આવી છે. દમણ પોલીસે બતાવેલીસંવેદનશીલતા ખરેખર કાબિલે તારીફ છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે ગત તા.29મી ઓગસ્‍ટે સમાજ કલ્‍યાણ વિભાગને રાત્રે લગભગ 10:30 વાગ્‍યે નાની દમણ બસ સ્‍ટેન્‍ડ ખાતે એક વૃદ્ધ મહિલા ભટકી રહી અને તેની હાલત ખરાબ હોવાનો ફોન આવ્‍યો હતો. વિભાગના વરિષ્‍ઠ નાગરિક હેલ્‍પ લાઈન 14567ના ફિલ્‍ડ રિસ્‍પોન્‍સ ઓફિસર (એફ.આર.ઓ.)ની સાથે વિભાગના અધિકારી તાત્‍કાલિક ઘટના સ્‍થળે પહોંચી ગયા હતા અને એક એમ્‍બ્‍યુલન્‍સને બોલાવી વૃદ્ધ મહિલાને મરવડની સરકારી હોસ્‍પિટલમાં દાખલ કરાયા હતા.
વૃદ્ધ મહિલા પાસે કોઈ ઓળખપત્ર કે ઓળખનું કોઈ નિશાન પણ નહીં હતું. બે દિવસ સુધી બોલી પણ નહીં શકતા તેનું નામ પણ બતાવી નહીં શકી હતી. છેવટે તેમની તબિયતમાં સુધારો થયા બાદ ફક્‍ત એટલું બતાવી શકી કે તેનું નામ નિર્મલા પાટીલ છે અને તે મહારાષ્‍ટ્રના રાયગાંવ નામના સ્‍થળની રહેવાસી છે.
વરિષ્‍ઠ નાગરિક હેલ્‍પ લાઈનના કાર્યક્રમ પ્રબંધક નાની દમણ પોલીસ સ્‍ટેશનના ઈન્‍ચાર્જ પી.આઈ. શ્રી સોહિલ જીવાણી પાસે પહોંચ્‍યા અને વૃદ્ધ મહિલાના પરિવારને શોધવા માટે મદદ માંગી હતી. નાની દમણ પોલીસ સ્‍ટેશનના ઈન્‍ચાર્જ પી.આઈ. શ્રી સોહિલ જીવાણીએ વરિષ્‍ઠ અધિકારીના માર્ગદર્શનમાં વૃદ્ધ મહિલાના પરિવારને શોધવા માટે ચાર અલગ અલગ ટીમનું ગઠન કરી તેમને તાત્‍કાલિક વૃદ્ધાના પરિવાર અનેઘરની ઓળખ કરવા મિશન પર મોકલી દેવાયા હતા.
વૃદ્ધ મહિલાની પાસે આધારકાર્ડ યા અન્‍ય કોઈ દસ્‍તાવેજ નહીં હોવાથી તેના ઘર અને પરિવારની ઓળખ કરવી પડકારજનક કામ હતું. વૃદ્ધ મહિલાની ભાષા પણ સમજમાં નહીં આવી રહી હતી. તેથી જુદી જુદી ભાષાના જાણકાર વ્‍યક્‍તિઓને બોલાવી વૃદ્ધ મહિલા સાથે વાતચીત ચાલુ રાખી તેમની પાસેથી વધુમાં વધુ માહિતી એકત્ર કરવામાં આવી હતી. ત્‍યારબાદ આ દિશામાં પ્રયાસ ચાલુ રાખી મહારાષ્‍ટ્રના અલગ અલગ ગામમાં જઈ પોલીસ ટીમે પૂછપરછ અને શોધખોળ જારી રાખી હતી. પોલીસ ટીમે મહારાષ્‍ટ્રના સંભવિત ગામ અને સ્‍થળો ઉપર જઈ પોતાના હ્યુમન ઈન્‍ટેલિજન્‍સને એક્‍ટિવ કર્યા હતા. ગામના રહેવાસીઓ સાથે વાતચીત કરી જરૂરી જાણકારી મેળવી હતી.
છેવટે મહારાષ્‍ટ્ર પોલીસના પી.આઈ. શ્રી સાગર તિલેકરની સાથે જાણકારીનું આદાન-પ્રદાન કરી દમણ પોલીસ ટીમના હેડ કોન્‍સ્‍ટેબલ શ્રી કૃષ્‍ણ વિજય ગોહિલ, પોલીસ કોન્‍સ્‍ટેબલ શ્રી રામદેવ જાડેજા, પોલીસ કોન્‍સ્‍ટેબલ શ્રી વિનિત જાદવ, પોલીસ કોન્‍સ્‍ટેબલ શ્રી ધનંજય પાટીલ તથા લેડી પોલીસ કોન્‍સ્‍ટેબલ સુશ્રી અનિતા ઘાટગેના અથાક પરિશ્રમથી વૃદ્ધ મહિલા અને તેના પરિવારની ઓળખ મળી ગઈ હતી. જેઓ થાણેના રાયગાંવના રહેવાસી છે.
દમણ પોલીસને વૃદ્ધ મહિલાના પરિવાર અને નિવાસ સ્‍થાનની જાણકારી મેળવવા સફળતા મળીહતી. મહારાષ્‍ટ્ર પોલીસની મદદ અને સમન્‍વયથી એ માહિતી મળી હતી કે, નિર્મલા પાટીલના દિકરાએ જાણીજોઈને પોતાની માતાને બસ સ્‍ટેન્‍ડ ખાતે લાવારિસ છોડી દીધી હતી.
પોલીસનું દબાણ અને તેમાં સામેલ સંભવિત કાનૂની પગલાંને નજર સમક્ષ રાખી નિર્મલા પાટીલના દિકરા શશીકાંત પાટીલે 4થી સપ્‍ટેમ્‍બર, 2022ના રોજ દમણ પહોંચી પોતાની માતાને તેમના ઘરે પરત લઈ જવા પોતાની ઈચ્‍છા પ્રગટ કરી હતી.
દમણ પોલીસે દિકરા શશીકાંત પાટીલનું નિવેદન લીધું અને પ્રથમ દૃષ્‍ટિએ એવું લાગ્‍યું કે, જાણીજોઈને પોતાની વૃદ્ધ માતાને લાવારિસ હાલતમાં છોડી દેવામાં આવી હતી તેથી તેને પરત લઈ જવાની પરવાનગી નહીં આપી હતી. કારણ કે, ફરી પાછો પોતાની માતાને મરવા માટે છોડી શકે છે.
પોલીસે પોતાની તપાસ પૂર્ણ કરી લીધી છે અને હવે વૃદ્ધાને વૃદ્ધાશ્રમમાં રાખવામાં આવ્‍યા છે. દમણ અને એલ્‍ડર લાઈનની ટીમ વૃદ્ધાના ભવિષ્‍ય માટે યોગ્‍ય વિકલ્‍પની શોધ કરી રહી છે જેમાં તેને વૃદ્ધાશ્રમ દમણમાં રાખવામાં આવે અથવા સમન્‍વયમાં મહારાષ્‍ટ્રના વૃદ્ધાશ્રમ ખાતે સ્‍થળાંતરિત કરવામાં આવે.
અત્રે યાદ રહે કે, જરૂરિયાતમંદ વરિષ્‍ઠ નાગરિકોની મદદ કરવા માટે વરિષ્‍ઠ નાગરિક હેલ્‍પ લાઈન 14567 છે જે એક રાષ્‍ટ્રીય હેલ્‍પ લાઈન છે અને ઓગસ્‍ટ, 2021થી કેન્‍દ્ર શાસિત પ્રદેશમાં ચાલુ છે અનેતેમાં વરિષ્‍ઠ નાગરિક પેન્‍શન બચાવ, સરકારી યોજનાઓ સુધી પહોંચ અને માર્ગદર્શન સંબંધિત બનાવવામાં 3000થી વધુ વરિષ્‍ઠ નાગરિકોની મદદ કરવામાં આવી છે.

Related posts

દીવના વણાકબારા ખાતે સોલંકી પરિવાર દ્વારા 17મા પાટોત્‍સવની ભવ્‍ય ઉજવણી કરવામાં આવી

vartmanpravah

ચીખલી તેજલાવનો કાર માલિક ઘરે જ હોવા છતાં બગવાડા ટોલનાકા પર ફાસ્‍ટેગથી રૂપિયા કપાયા

vartmanpravah

વલસાડ જિલ્લાના આદિજાતિ યુવક-યુવતીઓ માટે તાલુકાકક્ષાની વ્યક્તિ વિકાસ અને યોગાસન તાલીમ શિબિર યોજાશે

vartmanpravah

સી.આર. પાટીલનાં જન્‍મ દિવસ નિમિત્તે વાપી ગુંજન ટ્‍વિન સીટી હોસ્‍પિટલ ખાતે ટી.બી. દર્દીઓને પૌષ્ટિક આહારની કીટ વિતરણ કરવામાં આવી

vartmanpravah

અતુલ રૂરલ ડેવલપમેન્‍ટ ફંડ દ્વારા તા.19 મેના રોજ પરીયા હાઈસ્‍કૂલમાં નિઃશુલ્‍ક નેત્રયજ્ઞ યોજાશે

vartmanpravah

કવાલ ખાતે કાપડી સમાજનો સ્‍નેહ મિલન સમારંભ યોજાયો: કુળદેવી હિંગળાજ માતાના મંદિરનું કરાયેલું ખાતમુહૂર્ત

vartmanpravah

Leave a Comment