November 30, 2022
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશમનોરંજનવલસાડ

વાપી ચાર રસ્‍તાથી કરવડ તેમજ ડુંગરા સુધીના 7:9 કિ.મી. ફોર લાઈન આર.સી. રોડ 68:35 કરોડના ખર્ચે બનશે

બલીઠામાં 100 બેડની ડિસ્‍ટ્રીક સબ હોસ્‍પિટલ 47 કરોડને ખર્ચે તૈયાર થશે

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.16: વાપી વિસ્‍તાર માટે આજે રવિવારે જુદા જુદા 175 કરોડ ઉપરાંતના વિકાસ કાર્યોનું નાણામંત્રી કનુભાઈ દેસાઈના હસ્‍તે ખાતમુહૂર્ત કરવામાં આવ્‍યું હતું. જેમાં અતિ મહત્ત્વના કામોનો સમાવેશ થયો છે. જેમાં ચાર રસ્‍તાથી કરવડ અને ડુંગરા સુધીનો 7:9 કિ.મી.નો ફોર લાઈન આર.સી.સી. રોડ 68:35 કરોડના ખર્ચે તૈયાર થશે તેમજ બલીઠામાં 100 બેડની ડિસ્‍ટ્રીક્‍ટ સબ હોસ્‍પિટલ (સિવિલ) 47 કરોડના ખર્ચે તૈયાર થશે તેમજ ચાર રસ્‍તાથી બિલખાડી 4400 મીટર આર.સી.સી. ડ્રેનેજ સેકશન સ્‍ટોમ વોટર દોઢથી 3 મીટરની પહોળાઈ ધરાવતી વરસાદી પાણી ડ્રેનેજ સિસ્‍ટમ 24:56 કરોડના ખર્ચ સાથે આકારીત થશે. ત્રણેય મહત્ત્વના 175 કરોડ ઉપરાંતના ખર્ચે તૈયાર થનારા છે તે માટે બે ખાતમુહૂર્ત સમારંભયોજાયા હતા. રોડ પ્રોજેક્‍ટનો કાર્યક્રમ વી.આઈ.એ. પરિસરમાં હોસ્‍પિટલ પ્રોજેક્‍ટનો કાર્યક્રમ બલીઠા દમણગંગા નહેર વિભાગ હોસ્‍પિટલ માટે બલીઠામાં જમીન સંપાદન થયેલ છે ત્‍યાં યોજાયો હતો.
બન્ને કાર્યક્રમમાં નાણામંત્રી કનુભાઈ દેસાઈ, સાંસદ ડો.કે.સી. પટેલ, પાલિકા પ્રમુખ કાશ્‍મિરાબેન શાહ, વિ.આઈ.એ. પ્રમુખ કમલેશ પટેલ, વાપી ભાજપ પ્રમુખ સતિષ પટેલ, ઉદ્યોગપતિ એ.કે. શાહ, મહામંત્રી શિલ્‍પેશ દેસાઈ, મિલન દેસાઈ, પાલિકા કારોબારી અધ્‍યક્ષ મિતેશ દેસાઈ, સી.ઓ. શૈલેશ પટેલ, ચૈતન્‍ય ભટ્ટ સહિત માર્ગ મકાન વિભાગના અધિકારીઓ ઉપસ્‍થિત રહ્યા હતા. હોસ્‍પિટલના કાર્યક્રમમાં ડી.એચ.ઓ. અનિલ પટેલ સહિત સરકારી તબીબો ઉપસ્‍થિત રહ્યા હતા. વાપી માટે ત્રણેય પ્રોજેક્‍ટ અતિ ઉપયોગી પુરવાર થશે. જેમાં હોસ્‍પિટલ 100 બેડની હશે. જે 10 હજાર સ્‍ક્‍વેર મીટરમાં આકાર લેશે. 17 ઓ.પી.ડી., 4 ઓપરેશન થિયેટર તેમજ 8 સ્‍પે. રૂમ, 2 વિ.આઈ.પી. રૂમ હશે. આ પ્રોજેક્‍ટ 18 માસમાં પુરો થશે. તેમજ આર.સી.સી. ફોર લાઈન રોડ થકી વાપીની ટ્રાફિક સમસ્‍યાનું કાયમી નિરાકરણ આવશે. સાથે સાથે એન.એચ. 56 52 કિ.મી. રોડ 24 કરોડના ખર્ચે 6 માસમાં બની જશે તેની પણ મંજૂરી મળી ગઈ છે. નાણામંત્રી કનુભાઈ દેસાઈના કાર્યકાળમાં વાપી વિસ્‍તારમાં એક હજાર કરોડ ઉપરાંતના વિવિધવિકાસ કાર્યો ચાલુ થઈ ગયા છે અથવા મંજૂર થઈ ગયા છે. જેમાં પાલિકા, રેલવે, ઓવરબ્રિજ, જે-ટાઈપ ઓવર બ્રિજ, ફાટક અંડર પાસ જેવા કામો અતિ સફળ સાબિત થઈને રહેશે.

Related posts

દાનહ-ખડોલીની સિદ્ધિવિનાયક સ્‍ટીલ કંપનીમાં બીઆઈએસ ટીમની રેડ

vartmanpravah

ઉમરગામ તાલુકામાં ૩૧ ગ્રામ પંચાયત માટે યોજાનારી ચૂંટણીમાં સરપંચ પદ માટે ૧૦૮ અને સભ્યો માટે ૮૮૦ ઉમેદવારો મેદાનમાંઃ કાલય ગ્રામ પંચાયત સમરસ જાહેર

vartmanpravah

દમણ કોર્ટમાં સિવિલ જજ સિનિયર ડિવિઝન અને ચીફ જ્‍યુડિશિયલ મેજીસ્‍ટ્રેટનો કાર્યભાર સંભાળતા પવન એચ. બનસોડ

vartmanpravah

દાનહ ગલોન્‍ડા અને કૌંચા ગામે પંચાયત સભ્‍યની પેટા ચૂંટણી યોજાઈ

vartmanpravah

સંઘપ્રદેશની બુનિયાદી સમસ્‍યા અને જરૂરી વિકાસની સંભાવનાઓથી પરિચિત પ્રધાનમંત્રી મોદીએ પ્રશાસક તરીકે નોન આઈ.એ.એસ. પ્રફુલભાઈ પટેલની વરણી કરવાનો લીધેલો ઐતિહાસિક સાર્થક નિર્ણય

vartmanpravah

વલસાડ જિલ્લામાં 303 ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં 64.32 ટકા નોંધાયેલું મતદાન: 21ના મંગળવારે જે તે મતદાન ગણતરી કેન્‍દ્રો ઉપર મતદાન ગણતરી હાથ ધરવામાં આવનાર છે

vartmanpravah

Leave a Comment