December 1, 2025
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણસેલવાસ

સંઘપ્રદેશ થ્રીડીના તીરંદાજી સંઘના ચીફ પેટ્રન તરીકે દિપક પ્રધાનની કરાયેલી નિમણૂક

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.22 : દાદરા નગર હવેલી અને દમણ દીવ તીરંદાજી સંઘના ચીફ પેટ્રન તરીકે જિલ્લા પંચાયતના ઉપ પ્રમુખ શ્રી દિપક પ્રધાનની નિમણૂક કરવામાં આવી છે. જે સંદર્ભે તીરદાંજી એસોસિએશનના અધ્‍યક્ષ શ્રી સની ભીખુભાઈ ભીમરા અને એમની ટીમે શ્રી દિપક પ્રધાનને મુખ્‍ય સંરક્ષક રૂપે નિયુક્‍તિ પત્ર સોંપવામાં આવ્‍યો હતો. સાથે વિવિધ મુદ્દાઓ બાબતે ચર્ચાઓ પણ કરવામાં આવી હતી. આ સંદર્ભે એસોસિએશનના અધ્‍યક્ષ શ્રી સની ભીમરાએ દિપક પ્રધાનને મુખ્‍ય સંરક્ષક રૂપે નિયુક્‍તિ થવા ઉપર ખુશી વ્‍યક્‍ત કરી હતી અને જણાવ્‍યું હતું કે અમારા એસોસિએશનના માધ્‍યમથી દાનહ અને દમણ દીવના વિદ્યાર્થીઓ સુધી પહોંચી રહ્યા છે. જેઓ તીરંદાજી ખેલમાં રુચિ રાખે છે વધુમાં જણાવ્‍યું કે શ્રી દિપક પ્રધાન તીરંદાજીમાં ખાસ રુચિ ધરાવે છે અને અમને વિશ્વાસ છે કે એમના વિચાર અને સંરક્ષણ અમારા લક્ષ્યને પ્રાપ્ત કરવા મદદ કરશે.
શ્રી દિપક પ્રધાને પણ તીરંદજાી એસોસિએશનના પ્રમુખ શ્રી સની ભીમરા અને એમની ટીમનો આભાર વ્‍યક્‍ત કરતાં જણાવ્‍યું હતું કે એસોસિએશનના સભ્‍ય તરીકે મને નિયુક્‍ત કરવામાં આવ્‍યો અને પ્રદેશમાં મને તીરંદાજી ક્ષેત્રમાં કામ કરવાનો અવસર પ્રાપ્ત થયો છે.
તેમણે વધુમાંજણાવ્‍યું હતું કે દાનહ અને દમણ-દીવ પ્રશાસન અને ભારત સરકારનો પ્રયાસ છે કે પ્રદેશમાં તીરંદાજી, ટેબલ ટેનિસ અને એથ્‍લેટિક્‍સને વધુમાં વધુ પ્રોત્‍સાહન આપવામાં આવે અને આ એસોસિએશન દ્વારા તીરંદાજીના ક્ષેત્રમાં સુંદર કાર્ય કરી રહી છે. અમારો પ્રયાસ રહેશે કે વધુમાં વધુ બાળકોને તીરંદાજી માટે ટ્રેનિંગ આપવામાં આવશે. દાનહ પ્રશાસન બેટીઓના વિકાસ અને પ્રશિક્ષિત કરવા ઉપર વધુ ધ્‍યાન આપે છે અને દીકરીઓને તીરંદાજીની ટ્રેનિંગ મળે અને તેઓ નેશનલ તથા ઈન્‍ટરનેશનલ લેવલ ઉપર પોતાની પ્રતિભાનું પ્રદર્શન કરી શકે એના માટે પણ અમારા ઘનિષ્‍ઠ પ્રયાસો રહેશે.

Related posts

સંઘપ્રદેશને કુપોષણની સમસ્‍યાથી મુક્‍ત કરવા ઉચ્‍ચ અધિકારીઓ અને ગ્રામ પંચાયતો પણ મિશન મોડમાંસંઘપ્રદેશના નાણાં સચિવ ગૌરવ સિંહ રાજાવતે દમણવાડા ગ્રામ પંચાયતમાં ધાત્રી માતાઓને કરેલું પૌષ્‍ટિક લાડુનું વિતરણ

vartmanpravah

વાપી કેબીએસ કોલેજની વિદ્યાર્થીનીની નેશનલ ઈન્‍ટીગ્રેશન કેમ્‍પમાં સંદગી

vartmanpravah

પારડીમાં પુત્ર અને વહુએ દારૂ પીવાની ના આધેડે દવા પી જીવન ટૂંકાવ્‍યું

vartmanpravah

દમણની સરકારી કોલેજમાં હિન્‍દી અને ગુજરાતી વિભાગ દ્વારા સંયુક્‍ત રીતે આયોજીત હિન્‍દી પખવાડાનું સમાપન

vartmanpravah

વીજળી વિભાગ/નિગમના ખાનગીકરણને રોકવાનાઅભિયાનમાં દમણની મરવડ અને દુણેઠા પંચાયતે આપેલું સમર્થન

vartmanpravah

પ્રદૂષિત નદીઓ અંગે એન.જી.ટી.એ 2100 કરોડનો દંડ ફટકાર્યો : ગુજરાતની પ્રદૂષિત નદીઓમાં દમણગંગાનો પણ સમાવેશ

vartmanpravah

Leave a Comment