October 16, 2026
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણ

સરકારી ઉચ્‍ચત્તર માધ્‍યમિક શાળા મોટી દમણમાં ‘‘વસંતપંચમી”ની કરાયેલી ઉજવણી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ,તા.14 : આજે ‘‘વસંતપંચમી”ના શુભ અવસર નિમિત્તે સરકારી ઉચ્‍ચત્તર માધ્‍યમિક શાળા, મોટી દમણમાં ઉજવણી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યું હતું. અત્રે યાદ રહે કે, વસંતપંચમી ગુજરાતી પંચાંગ મુજબ મહા સુદ પાંચમના દિવસે ઊજવાતો હિંદુ તહેવાર છે જે ફેબ્રુઆરી મહિનાની શરૂઆતમાં કે જાન્‍યુઆરી મહિનાના અંતમાં આવે છે. આ દિવસે ભગવાન શ્રી કળષ્‍ણ, રાધા, ભગવાન વિષ્‍ણુ અને માતા સરસ્‍વતીને પીળા રંગનાં વષાો અને ફૂલોથી શણગારીને ગુલાલ, ધૂપ-દીપ અને જળ અર્પણ કરીને તેમની પૂજા કરવામાં આવે છે. વસંતપંચમીનો તહેવાર સરસ્‍વતી પૂજા અને શ્રી પંચમી તરીકે પણ જાણીતો છે. શીખ સમાજના લોકો આ દિવસે પતંગોત્‍સવ ઊજવે છે.
હિંદુ સંસ્‍કળતિમાં વસંતપંચમીનો દિવસ તે વસંત ઋતુનો પ્રથમ દિવસ ગણવામાં આવે છે, એટલે કે આ દિવસથી વસંત ઋતુની શરૂઆત થાય છે.
મોટી દમણ ખાતેની સરકારી ઉચ્‍ચત્તર માધ્‍યમિક શાળામાં વિદ્યાર્થીઓ અને શિક્ષકો દ્વારા વસંતપંચમીના શુભ અવસરે માતા સરસ્‍વતીની પૂજા-અર્ચના કરવામાં આવી હતી. આ પ્રસંગે સમૂહ પ્રાર્થના, પ્રાસંગિક વક્‍તવ્‍ય અને સમૂહ ભોજનનું પણ આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં વિદ્યાર્થીઓને આનંદ-ઉલ્લાસથી ભાગ લીધો હતો.
શાળાના ઈન્‍ચાર્જ પ્રિન્‍સિપાલ શ્રી ભૂપેન્‍દ્ર પટેલ, મદદનીશ શિક્ષિકા શ્રીમતી પ્રમીલાસોલંકી અને શિક્ષક શ્રી ભરતભાઈ પ્રજાપતિએ ‘‘વસંતપંચમી”નું મહત્ત્વ વિદ્યાર્થીઓને સમજાવ્‍યું હતું. ઉપરાંત શ્રીમતી સ્‍વાતી કૈલાશ અને જયા ફુરકાને પણ ‘‘વસંતપંચમી”ના વિષયમાં પોતાનું મંતવ્‍ય રજૂ કર્યું હતું. ત્‍યારબાદ વિદ્યાર્થીઓને સમૂહ ભોજન પિરસવામાં આવ્‍યું હતું.

Related posts

વલસાડ જિલ્લામાં મકાન/દુકાન/ઓફિસ/ઔદ્યોગિક એકમો સંબંધિત પોલીસ સ્ટેશને જાણ કર્યા વિના ભાડે આપી શકાશે નહી

vartmanpravah

ઘોઘલા આઈટીઆઈના કેમ્‍પસમાં આત્‍મહત્‍યા નિવારણ દિનની ઉજવણી

vartmanpravah

દાનહ અને દમણ-દીવ અગામી બે વર્ષમાં ફક્‍ત ભારતમાં જ નહીં પરંતુ વિશ્વના નકશામાં વિકસિત બેનમૂન પ્રદેશ બનશે

vartmanpravah

સમરોલીની પ્રાથમિક શાળાના ઓરડાઓના બાંધકામમાં ગેરરીતિના અખબારી અહેવાલ બાદ જિલ્લા પ્રોજેક્‍ટ કો-ઓર્ડીનેટર દ્વારા એજન્‍સીને પાઠેવેલી નોટિસ 

vartmanpravah

લોકસભા ચૂંટણી-2024: કાયદો-વ્‍યવસ્‍થા જાળવવાના ભાગરૂપે નરોલીમાં પોલીસ-બટાલિયનના જવાનો દ્વારા ફલેગમાર્ચ યોજાઈ

vartmanpravah

ચીખલી-ગણદેવી તાલુકામાં સિંચાઈ વિભાગ દ્વારા નહેરનું પાણી છોડતા ખેડૂતોમાં ખુશીની લહેર

vartmanpravah

Leave a Comment