Vartman Pravah
Breaking Newsગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીવલસાડવાપી

દેગામ સ્‍થિત સોલાર કંપનીમાંથી ચોરાયેલ સોલાર પ્‍લેટનો રૂા.1.22 કરોડનો વધુ જથ્‍થો પોલીસે અમદાવાદથી કબ્‍જે કર્યો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી(વંકાલ), તા.18: ચીખલી તાલુકાના દેગામ સ્‍થિત સોલાર કંપનીમાંથી ચોરેલ સોલાર પ્‍લેટના જથ્‍થા સાથે ઈકો કારમાં ત્રણ જેટલાને ગત તા.30મી સપ્‍ટેમ્‍બરના રોજ પીએસઆઇ સમીર કડીવાલા પોલીસ કર્મી મહેન્‍દ્રભાઈ સહિતના સ્‍ટાફ રાત્રી દરમ્‍યાન ચાસા ગામની સીમમાંથી ઝડપી પાડ્‍યા હતા અને ઇકોકાર સિવાય બામણવેલ ગામે સંતાડેલ સહિત રૂા.1.38 કરોડના સોલાર પ્‍લેટનો જથ્‍થો કબ્‍જે કર્યો હતો.
બાદમાં બીજા દિવસે સ્‍થાનિક વધુ ચાર જેટલાને આ ચોરીના ગુનામાં ઝડપી લઈ તપાસમાં ગુનાની કડી રાજકોટ અને અમદાવાદ સુધી જોડાયેલ હોવાનું બહાર આવતા ત્‍યાંથી પણ એક એક આરોપીની ધરપકડ કરી કોર્ટમાંથી રિમાન્‍ડ મેળવી પૂછપરછ હાથ ધરી હતી. જેમાં અમદાવાદથી ઝડપાયેલ આરોઇ દિલીપ છગન જાદવાણી ના કબ્‍જાની અમદાવાદ સ્‍થિત વિરાટ નગરમાં જલારામ કોમ્‍પ્‍લેક્ષ માં દુકાન ને ચાર માં તપાસ કરતા દુકાનમાંથી 72-જેટલા પુઠાના બોક્ષમાંથી રૂા.1,22,36,000/- કરોડનો સોલાર પ્‍લેટનો જથ્‍થો મળી આવતા તેનો કબ્‍જો લઈ આગળની કાર્યવાહી હાથ ધરી હતી. ચીખલી પોલીસે સોલાર પ્‍લેટ નો અત્‍યાર સુધીમાંરૂ.2,60,36,000/- કરોડનો જથ્‍થો રિકવર કર્યો છે.

Related posts

જિલ્લામાં જનરલ, પોલીસ અને ખર્ચ ઓબ્‍ઝર્વરના મોબાઈલ નંબરો પર ચૂંટણી સબંધિત ફરિયાદ નોંધાવી શકાશે

vartmanpravah

વાપી છરવાડા સંસ્‍કાર વિદ્યાપીઠમાં સ્‍વાસ્‍થ્‍ય તપાસ શિબિર યોજાઈ : 250 દર્દીઓએ લાભ લીધો

vartmanpravah

નવી નકોર કારમાં દારૂ ભરી લઈ જતાં સેલવાસના ખેપિયાની પારડી વિશ્રામ હોટલ પાસેથી ધરપકડ

vartmanpravah

દમણવાડા ગ્રામ પંચાયતે સિંગલ યુઝ પ્‍લાસ્‍ટિકના પ્રતિબંધની સાથે તમાકુ ગુટખા મુક્‍ત પંચાયત બનાવવા પણ વ્‍યક્‍ત કરેલો સંકલ્‍પ

vartmanpravah

ધરમપુરમાં જિલ્લા પંચાયતના પ્રમુખ મનહરભાઈ પટેલની અધ્‍યક્ષતામાં વિશ્વ આદિવાસી દિવસની શાનદાર ઉજવણી

vartmanpravah

આજેદમણવાડા ગ્રામ પંચાયત ‘આત્‍મ સન્‍માન દિવસ’ ઉજવશે

vartmanpravah

Leave a Comment