યુવાન મુંબઈનો હોવાનું તપાસમાં બહાર આવ્યું
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.18: વાપી સ્ટેશન નજીક આજે મંગળવારે સવારે 10 વાગ્યાના સુમારે મુંબઈ તરફથી આવતી મેમુ ટ્રેનમાં આશરે 50 વર્ષિય યુવાને પડતુ મુકી આપઘાત કરતા ચકચાર મચી હતી.
મેમુ ટ્રેનના ચાલકે ઘટના અંગે વાપી રેલવે સ્ટેશન માસ્ટરને જાણ કરી હતી. ત્યારબાદ જી.આર.પી. ઘટના સ્થળે પહોંચી હતી. મૃતક યુવાનની ઓળખ કરવાની તપાસ હાથ ધરી હતી. તપાસમાં જાણવા મળ્યું હતું કે, યુવાન મુંબઈનો છે તેથી તેના પરિવારને જાણ કરાઈ હતી. પરિવારજનો મુંબઈથી વાપી આવવા માટે નિકળી ગયા હતા.