(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.09
ભારત સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ અંતર્ગત દિવ્યાંગ વ્યક્તિઓ માટે દાદરા નગર હવેલી સમાજ કલ્યાણ વિભાગ ઓકજીલરી પ્રોડક્શન સેંટર-એલીમકો-કુત્રિમ અંગ મેન્યુફેક્ચરીંગ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા જબલપુરના સહયોગ દ્વારા દિવ્યાંગો અને સીનીયર સીટીઝન માટે 7 ડિસેમ્બરથી 16 ડિસેમ્બર સુધી અલગ અલગ ગામોમાં મેડિકલ કેમ્પનું આયોજન કરવામા આવી રહ્યુ છે.
આંબોલી ગામે બે દિવસીય શિબિરમાસિનિયર સીટીઝનો અને દિવ્યાંગ માટેના મેડિકલ કેમ્પમા 47 લાભાર્થીઓને અલગ-અલગ કીટનું વિતરણ કરવામા આવ્યું હતું. ત્યારબાદ રાંધા ગામે ગર્લ્સ હોસ્ટેલ ખાતે કેમ્પમાં શિક્ષણ વિભાગ અને સોશિયલ વેલફેર અને વુમન અને ચાઈલ્ડ ડેવલોપમેન્ટ સેક્રેટરી પુજા જૈન, એસડબ્લ્યુ/ડબ્લ્યુસીડી ડેપ્યુટી સેક્રેટરી શ્રી જતીન ગોયલ ઉપસ્થિત રહી લાભાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા.આ શિબિરમાં 20 સીનીયર સીટીઝન માટેના ફોર્મ ભરાયા અને 22 દિવ્યાંગ લાભાર્થીને કીટ આપવામા આવશે.
આ અવસરે સમાજ કલ્યાણવિભાગના આસિસ્ટન્ટ શ્રી દીપકભાઈ સહિત સ્ટાફ અને મોટી સંખ્યામા લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.