(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.18 : દાદરા નગર હવેલીના નરોલી ગામે રહેતા એક યુવાને પોતાની પત્નીની હત્યા કરી ફાંસો લગાવેલ હોવાની વાત ઉપજાવી પોલીસને જાણ કરી હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. જેની તપાસ દરમ્યાન જાણવા મળેલ કે પતિએ જ પત્નીનું ગળું દબાવી હત્યા કરી હતી.
પ્રાપ્ત વિગત અનુસાર દિપક વિશ્રામ યાદવ (ઉ.વ.24) રહેવાસી રૂમ નંબર 14, રાકેશ મહેન્દ્રસિંહ સોલંકીની ચાલ-નરોલી, મૂળ રહેવાસી ઉત્તરપ્રદેશ જેણે નરોલી પોલીસ ચોકીના કર્મચારીઓને જણાવેલ કે મારી પત્ની મોનીકા દેવી (ઉ.વ.20) જેઅમારા રુમની અંદર જ ફાંસી લગાવી આત્મહત્યા કરી લીધી છે. તેથી પોલીસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને જોતા મૃતક મોનીકા દેવીના ગળામાં પીળા કલરનું કપડું બાંધેલ સંદિગ્ધ અવસ્થામાં ફર્શ પર પડેલ જોવા મળ્યું હતું. મૃતક મોનીકા દેવીની લાશનું પોસ્ટમોર્ટમ કર્યા બાદ મોતનું સાચું કારણ થ્રોટલિંગ હોવાનું જણાયું હતું.
આ ઘટના સંદર્ભે સેલવાસ પોલીસ સ્ટેશનમાં આઈ.પી.સી. 302 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. સેલવાસના એસ.એચ.ઓ. શ્રી અનિલ ટી.કે., પી.એસ.આઈ. શ્રી સુરજ રાઉતે આરોપીની ધરપકડ કરી તપાસ દરમ્યાન પૂછપરછ કરતા મૃતકના પતિ દિપક વિશ્રામ યાદવ ઉપર શંકા જતાં આરોપી દિપક યાદવની વારંવાર પૂછતાછ કરતા તેણે પોતે ગુનો કર્યો હતો અને એણે પોતે જ પોતાની પત્ની મોનીકા દેવી યાદવની હત્યા ગળુ દબાવીને કરી હોવાનું કલુલ્યું હતું. આરોપી દિપક ઉત્તરપ્રદેશથી બે મહિના પહેલા પોતાની પત્નીને અહી નરોલી લાવ્યો હતો અને એમના પરિવાર સાથે પૈતૃક સ્થાનમાં પણ વિવાદ રહેતો હોવાનું જાણવા મળ્યું છે. આરોપી દિપક યાદવની ધરપકડ કરી વધુ તપાસ સેલવાસ પોલીસ કરી રહી છે.
Previous post