October 14, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ જિલ્લામાં કલેક્‍ટર ક્ષિપ્રા આગ્રેના અધ્‍યક્ષસ્‍થાને પ્રાકળતિક ખેતીની સમીક્ષા બેઠક યોજાઈ

ખેડૂતોને જીવામૃત અને ઘનજીવામૃત સરળતાથી મળી રહે તેવી વ્‍યવસ્‍થા ગોઠવવા કલેકટરશ્રીએ સૂચન કર્યું

  • જિલ્લામાં 28800 ખેડૂતોના લક્ષ્યાંક સામે 27400ને તાલીમ અપાઈ અને 15479 ખેડૂતો પ્રાકળતિક ખેતી કરતા થયા
  • આંગણવાડીની 1800 બહેનોને પ્રાકળતિક ખેતીની તાલીમ અપાઈ, હવે કિચન ગાર્ડન બનાવશે
  • ટ્રાયબલ સબ પ્‍લાન હેઠળ અનુસૂચિત જનજાતિના 8000 ખેડૂતોને પ્રાકળતિક ખેતી માટે કીટ અપાશે
  • પ્રાકૃતિક ખેતીની પેદાશ લોકો સુધી પહોંચે તે માટે તિથલ રોડ પર સપ્તાહમાં બે દિવસ સ્‍ટોલ લગાવાશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.23: વલસાડ જિલ્લામાં પ્રાકળતિક ખેતીની માસિક કામગીરી અર્થે સમીક્ષા બેઠક જિલ્લા કલેક્‍ટર ક્ષિપ્રા આગ્રેના અધ્‍યક્ષસ્‍થાને કલેક્‍ટર કચેરીના સભાખંડમાં તા.22 ફેબ્રુઆરીના રોજ મળી હતી. જેમાં આઝાદીના અમૃત મહોત્‍સવના ભાગરૂપે ગ્રામ પંચાયત દીઠ ઓછામાં ઓછા 75 ખેડૂતો તા.15મી ઓગસ્‍ટ 2023 પહેલા પ્રાકળતિક ખેતી કરતા થાય તે માટે પ્રયત્‍નો હાથ ધરવા કલેકટરશ્રીએ ભાર મુકયો હતો. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી મનિષ ગુરવાની પણ વિશેષ ઉપસ્‍થિત રહ્યા હતા.
બેઠકમાં એગ્રીકલ્‍ચર ટેક્‍નોલોજી મેનેજમેન્‍ટ એજન્‍સી (આત્‍મા)ના વલસાડજિલ્લાના પ્રોજેક્‍ટ ડાયરેક્‍ટર ડી.એન. પટેલે તાલુકા મુજબ ગ્રામ પંચાયત દીઠ થયેલી તાલીમ અંગેનો અહેવાલ રજૂ કરતા જણાવ્‍યું કે, ગ્રામ પંચાયત દીઠ 75 ખેડૂતો મુજબ જિલ્લામાં 28800 ખેડૂતોને પ્રાકળતિક તાલીમ આપવાનો લક્ષ્યાંક છે. જેમાંથી 27400 ખેડૂતોને તાલીમ અપાઈ ચૂકી છે. લક્ષ્યાંક પૂર્ણ થયા બાદ જિલ્લાનું એક પણ ગામ એવુ બાકી નહી રહેશે કે જે ગામના ખેડૂતો પ્રાકૃતિક ખેતી વિશે જાણતા ન હોય તે માટે તાલીમ કાર્યક્રમો અવિરતપણે ચાલુ રહેશે. ગ્રામ પંચાયત દીઠ 75 ખેડૂતો પ્રાકળતિક ખેતી કરતા થાય એ માટે જિલ્લામાં 28800 ખેડૂતોનો લક્ષ્યાંક આપવામાં આવ્‍યો છે જેની સામે 15479 ખેડૂતો પ્રાકળતિક ખેતી કરતા થયા છે. જે ખેડૂતોના સારા પ્રતિભાવો પણ મળી રહ્યા છે. જિલ્લામાં વધુમાં વધુ ખેડૂતો પ્રાકળતિક ખેતી કરતા થાય તે માટે કલેકટરશ્રીએ ગૌશાળા અને પાંજરાપોળના સંચાલકો સાથે બેઠક કરી ખેડૂતો અને આંગણવાડીની બહેનોને સરળતાથી જીવામૃત અને ઘનજીવામૃત મળી રહે તેવી વ્‍યવસ્‍થા ગોઠવવા સૂચન કર્યું હતું.
જિલ્લા ખેતીવાડી અધિકારી એ.કે.ગરાસિયાએ જણાવ્‍યું કે, ખેતરમાં 10 ગુંઠાનું પેકેજ બનાવી ખેડૂતોને તાલીમ અને બિયારણ આપી પ્રાકળતિક ખેતી તરફ વાળીશું. આ સિવાય આંગણવાડીની 1800 બેહનોને કિચન ગાર્ડનમાટે પ્રાકળતિક ખેતીની તાલીમ આપવામાં આવી છે. વલસાડ જિલ્લાના નાયબ બાગાયત નિયામક એન.એન.પટેલે જણાવ્‍યું કે, બાગાયત ખાતા દ્વારા ટ્રાયબલ સબપ્‍લાન હેઠળ અનુસૂચિત જનજાતિ (એસટી)ના ખેડૂતોને પ્રાકળતિક ખેતી માટે 8000 જેટલી કીટ આપવામાં આવશે. જેમાં બિયારણ, નીમ ઓઈલ અને ખાતર પણ હશે. આ સાથે એસટી ખેડૂતોને પ્રાકળતિક ખેતીની તાલીમ અને માર્ગદર્શન પણ આપવામાં આવશે.
આત્‍માના પ્રોજેક્‍ટ ડાયરેકટર ડી.એન.પટેલે પ્રાકળતિક ખેતીની પેદાશો લોકો સુધી પહોંચે તે માટે ધરમપુરમાં શ્રીમદ રાજચંદ્ર ટ્રસ્‍ટ સાથે મળી સ્‍ટોલ બનાવી વેચાણનું આયોજન કરાયું હોવાની માહિતી આપી હતી. વધુમાં વલસાડ શહેરમાં તિથલ રોડ પર જિલ્લા વિકાસ અધિકારી (ડીડીઓ)ના બંગલાની સામે જિલ્લા પંચાયતની જગ્‍યામાં પણ તા.25-26 માર્ચ બે દિવસ પ્રાકળતિક ખેત પેદાશના વેચાણ માટે સ્‍ટોલ લગાવાશે. ત્‍યારબાદ દર સપ્તાહમાં શનિ-રવિએ સ્‍ટોલ લગાવાશે એવી માહિતી આપી હતી. જિલ્લા કલેકટરશ્રીએ આ જગ્‍યા પર ચોમાસામાં પણ ખેડૂતો પ્રાકળતિક ખેત પેદાશો વેચી શકે તે માટે રૂા.15 લાખના ખર્ચે પાકો શેડ બનાવવા માટે જિલ્લા વિકાસ અધિકારી મનિષ ગુરવાની અને વિવિધ ખાતાના અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી.
જિલ્લા કલેકટરશ્રીએ વધુમાં કહ્યું કે,આંતરરાષ્‍ટ્રીય મિલેટ્‍સ વર્ષ-2023ની ઉજવણી અંતર્ગત રાગી અને નાગલી સહિતના જાડા ધાન્‍ય પાકનું પણ વેચાણ થાય તે માટે સૂચન કર્યું હતું. જે અંગે આત્‍માના પ્રોજેક્‍ટ ડાયરેકટર પટેલે જણાવ્‍યું કે, તા.11 થી 15 માર્ચ 2023 સુધી સુરતમાં મિલેટ્‍સ વર્ષ અંતર્ગત વલસાડ જિલ્લામાંથી 7 સ્‍ટોલ લગાવવામાં આવનાર છે. જેમાં નાગલી, વરાઈ, ખરસાણી, ડાંગરની દેશી જાત, જુવાર, તુવેર, ચોળી અને વાલ સહિતની ખેત પેદાશો વેચાણમાં મુકાશે જેના થકી ખેડૂતો અને ગ્રાહકો વચ્‍ચે સીધો સંબંધ પ્રસ્‍થાપિત થશે. જિલ્લા કલેક્‍ટરશ્રીએ જો કોઈ ખેડૂત પ્રાકૃતિક ખેતી કરવા માંગતો હોય અને તેની પાસે ગાય ન હોય તો પશુપાલન વિભાગ દ્વારા તે ખેડૂતને જિલ્લાના પાંજરાપોળ કે ગૌશાળામાંથી દેશી ગાય મળી રહે તે મુજબ આયોજન કરવા સૂચન કર્યું હતું.
આ બેઠકમાં પ્રાયોજના વહીવટદાર એ.કે.કલસરીયા, નાયબ જિલ્લા વિકાસ અધિકારી અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્‍સીન ઈન્‍ચાર્જ નિયામક અંકિત ગોહિલ, નાયબ પશુપાલન અધિકારી હિતેશ પટેલ, વલસાડ નગરપાલિકાના ચીફ ઓફિસર સંજય સોની, મદદનીશ બાગાયત નિયામક એ.એમ.વોરા, મદદનીશ ખેતી નિયામક (વિસ્‍તરણ) પ્રતિકસિંહ પટેલ, પરિયાના કળષિ પ્રાયોગિક કેન્‍દ્રના એચઓડી ડો.ડી.કે.શર્મા, પ્રાકળતિક કળષિના જિલ્લા અને તાલુકાકક્ષાના કન્‍વીનરો અને પ્રગતિશીલ ખેડૂતો ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

વલસાડ ખાતે વારલી પેઇન્‍ટિંગની કૌશલ્‍યવર્ધન તાલીમ યોજાઈ

vartmanpravah

જિલ્લા કલેક્‍ટર તપસ્‍યા રાઘવે જારી કરેલો આદેશ દમણના દરિયા કિનારે, જેટી, પાર્કિંગ પ્‍લેસ, જાહેર સ્‍થળ કે જાહેર રસ્‍તા ઉપર દારૂ-બિયર પીવા સામે પ્રતિબંધ

vartmanpravah

વાપી ભડકમોરા રોડ ઉપર જીપ ચાલકે અન્‍ય વાહનોને ટક્કર મારતા અકસ્‍માત : બે ઘાયલ

vartmanpravah

મહારાષ્ટ્રના પાલઘર નજીક આવેલ ભૂકંપના આંચકાની અસર દાનહના વિવિધ ગામમાં પણ અનુભવાયા

vartmanpravah

બાગાયતી યોજનાઓનો લાભ મેળવવા ખેડૂતો તા.30મી એપ્રિલ સુધી ઓન લાઈન અરજી કરી શકશે

vartmanpravah

આરોગ્‍ય સુવિધાના ક્ષેત્રે શ્રેષ્‍ઠ દેખાવ કરવા બદલ ભારત સરકારના આરોગ્‍ય મંત્રાલય દ્વારા કચીગામ પ્રાઈમરી હેલ્‍થ સેન્‍ટર પુરસ્‍કૃત

vartmanpravah

Leave a Comment