July 17, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશવલસાડવાપી

વાપીમાં 10 ઉપરાંત ગણેશ પંડાલોમાં નાણામંત્રીએ શ્રીજીની આરતી ઉતારી દર્શનનો લાભ લીધો

વાપી ગણેશમય બન્‍યુ છે : પંડાલોમાં બાપા મોરીયાની આસ્‍થાપૂર્વક સેવા પૂજા અર્ચનાનો ભક્‍તિ માહોલ છવાયો

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.02: ગણેશ ચતુર્થીના શુભ દિનથી ગણેશ મહામહોત્‍સવનો પ્રારંભ થઈ ચૂક્‍યો છે.વાપીમાં સોસાયટીઓ, મોહલ્લા, ફળીયાઓમાં વિવિધ ગણેશ મંડળો દ્વારા વિઘ્‍નહર્તાની 500 ઉપરાંત મૂર્તિઓની સ્‍થાપના કરવામાં આવી છે. મહાપ્રસાદ, ભજનો, સવાર-સાંજ આરતી પૂજા ભાવિકા આસ્‍થા સભર વાતાવરણમાં કરી રહ્યા છે ત્‍યારે રાજ્‍યના નાણા-ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈએ ગુરૂવારે રાત્રે વાપી 10 ઉપરાંત ગણેશ પંડાલોની મુલાકાત લીધી હતી. જ્‍યાં આરતી સમય હતો ત્‍યાં પૂજા કરી શ્રીજીના આશિર્વાદ મેળવ્‍યા હતા.
વાપી વિસ્‍તારમાં ગણેશ ચતુર્થીના દિવસથી ગણેશ મહોત્‍સવનો પ્રારંભ થઈ ચૂક્‍યો છે જે પૈકી દોઢ દિવસીય ગણેશજીની ગઈકાલ ગુરૂવારે વિસર્જીત કરાયા હતા. આવતીકાલ શનિવારે ત્રીદિવસીય સ્‍થાપના થયેલ શ્રીજીની મૂર્તિઓનું ભાવિકો દ્વારા વિસર્જન કરાશે. અનંત ચૌદશ સુધી આ મહોત્‍સવ ચાલશે. શ્રી કનુભાઈ દેસાઈએ સુલપડમાં ન.પા. સેવક દ્વારા બેસાડેલ ગણેશજીની આરતી પૂજા અને દર્શનનો લાભ લીધો હતો. ગુરૂવારે તેઓએ 10 ઉપરાંત પંડાલોની મોડી રાત સુધી મુલાકાત લીધી હતી.

Related posts

દાનહઃ નેશનલ હેલ્‍થ મિશનના એકાઉન્‍ટન્‍ટે રૂા.42.50 લાખનું કરેલું ગબન

vartmanpravah

રાજભાષા વિભાગ દમણ દ્વારા આયોજીત ‘હિન્‍દી પખવાડા’ની વિવિધ સ્‍પર્ધાઓમાં વાત્‍સલ્‍ય સ્‍કૂલ, મોટી દમણનો વાગેલો ડંકો

vartmanpravah

વાપી લાયન્‍સ કલબ ઉદ્યોગનગર મેમ્‍બર દ્વારા લાયન્‍સ આઈ હોસ્‍પિટલને 1.11 લાખનું દાન અપાયું

vartmanpravah

વલસાડ જિ.પં. પ્રમુખ તરીકે મનહરભાઈ પટેલ અને ઉપપ્રમુખ તરીકે બ્રિજનાબેન પટેલની વરણી

vartmanpravah

સંઘપ્રદેશની કન્‍યાઓ ડ્રાઈવીંગની તાલીમ લઈ સ્‍વનિર્ભર બનશે : પ્રશાસનનો નવતર પ્રયોગ

vartmanpravah

વલસાડ જિલ્લાના ખેડૂતોને એસઆરઆર યોજના હેઠળ સહાયથી બિયારણ ઉપલબ્‍ધ થશે

vartmanpravah

Leave a Comment