September 1, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશનવસારીવલસાડવાપી

વેતન ના ચૂકવતા કફોડી હાલતમાં મુકાયેલ મહિલા કર્મચારીની મદદે અભયમ વલસાડ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા. ૨૧
વલસાડ જિલ્લાના વાપી ખાતે પરિવારનું ગુજરાન ચલાવવા માટે ઘણાં વર્ષોથી વાપી સ્થિત કંપનીમાં નોકરી કરતા મહિલા કર્મચારીને છેલ્લા ત્રણ માસથી વેતન ના ચૂકવાતા ઘરની આર્થિક પરિસ્થિતિ કફોડી બની હતી. તેમજ બાળકો અન્ન વિહોણા બનતા દયનીય પરિસ્થિતિ ઊભી થઈ હતી. છેલ્લા ત્રણ માસથી વેતનના ચૂકવાતાં મુશ્કેલીમાં મુકાયેલ મહિલા કર્મચારીએ અંતિમ ઉપાય તરીકે ૧૮૧ મહિલા હેલ્પ લાઇનમાં પોતાની આપવીતી જણાવી મદદરૂપ બનવા વિનંતી કરી હતી.
જેથી વલસાડ અભયમ રેસ્ક્યું ટીમે કંપની ખાતે પહોંચી તેના મેનેજમેન્ટ સાથે મહિલા કર્મચારીને બાકી વેતન ચૂકવી આપવાં ચર્ચા કરી હતી. અભયમ રેસ્ક્યું ટીમે કંપનીમાં યોગ્ય રજૂઆત કરતાં કંપનીએ ત્રણ માસનો બાકી પગાર ચૂકવી આપ્યો હતો. અભયમે ટીમે મહિલા કર્મચારીને દર માસે નિયમિત વેતન આપવામા આવે જેથી તેઓ કોઈ તકલીફમાં મુકાય નહિ તે બાબતે પણ મેનેજમેન્ટનું ઘ્યાન દોર્યું હતું. બાકી વેતન મળી જતાં મહિલા કર્મચારીએ ટીમનો ખુબ આભાર માન્યો હતો.

Related posts

વાપી વિસ્‍તારમાં નવા અમલમાં આવેલ જુદા જુદા ગામોના જંત્રી દર : સૌથી વધુ દર બલીઠા, સૌથી ઓછો કુંતામાં

vartmanpravah

ચીખલી પોલીસે ઓવરબ્રિજ પાસેથી રૂા.37 લાખનો વિદેશી દારૂના જથ્‍થા સાથે એકની કરેલી ધરપકડ

vartmanpravah

દાદરા શ્રીમતી એમ.જી.લુણાવત સ્‍કૂલમાં કુપોષણ નિવારણ અંગે સેમીનાર યોજાયો

vartmanpravah

સ્‍વ. શ્રી શાંતિલાલ શાહના જીવન ઝરમર

vartmanpravah

વલસાડ જિલ્લામાં ‘રાષ્ટ્રીય પોષણ માહ-૨૦૨૨’ની ઉજવણી અંતર્ગત જિલ્લા વિકાસ અધિકારીશ્રી મનીષ ગુરવાનીના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ

vartmanpravah

વલસાડ અબ્રામા હાઈવે ઉપર ઉભેલા ટ્રેઈલર સાથે ટ્રક ભટકાતા અકસ્‍માત : આઈસરે ક્‍લિનરને ટક્કર મારી

vartmanpravah

Leave a Comment