January 16, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ જિલ્લામાં 150થી વધુ સ્‍થળે યોગ અભ્‍યાસ શિબિર યોજાઈ

વલસાડના નિલેશ કોશીયાને મુખ્‍યમંત્રીશ્રીના હસ્‍તે રાજ્‍યકક્ષાએ પ્રથમ ક્રમે બેસ્‍ટ કોચનો એવોર્ડ એનાયત

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.26: વિશ્વમાં યોગને જન જન સુધી પહોંચાડવાના ભાગરૂપે ગુજરાત રાજ્‍ય યોગ બોર્ડ દ્વારા વલસાડ જિલ્લામાં એપ્રિલ માસથી આઈકોનિક પ્‍લેસ પર કોમન યોગ પ્રોટોકોલ પ્રેક્‍ટિસ કરાવવામાં આવી હતી. જેમાં વલસાડજિલ્લામાં કુલ 40 થી વધુ જગ્‍યાએ બોર્ડના ઝોન કો-ઓર્ડિનેટર પ્રીતિબેન પાંડે અને જિલ્લા કો-ઓર્ડિનેટર નિલેશ કોસીયાના માર્ગદર્શન હેઠળ કોમન યોગ પ્રોટોકોલ પ્રેક્‍ટિસ કરવામાં આવી હતી. જેમાં શનિ અને રવિવારે અલગ અલગ થીમ જેવી કે ચણિયા ચોળી, સાડી, તિરંગા કુર્તી અને પાયજામા વગેરે ડ્રેસ પરિધાન કરી યોગ અભ્‍યાસ કરવામાં આવ્‍યો હતો.
ગુજરાત રાજ્‍ય યોગ બોર્ડ દ્વારા આયોજિત 21 જૂન વિશ્વ યોગ દિવસ રાજ્‍યકક્ષાએ સુરતના પાર્લે પોઇન્‍ટ ખાતે વાય જંકશન પર ઉજવવામાં આવ્‍યો હતો. જેમાં દોઢ લાખથી વધુ લોકોએ યોગ અભ્‍યાસ કરી ગિનીસ બુક ઓફ વર્લ્‍ડ રેકોર્ડ્‍સમાં નામ નોંધાવ્‍યું હતું. આ યોગ અભ્‍યાસમાં વલસાડ જિલ્લાના વતની અને સાઉથ ઝોન કો-ઓર્ડિનેટર પ્રીતિબેન પાંડેએ બોર્ડના ચેરમેન શિશપાલ જોડે મંચ પર કોમન યોગ પ્રોટોકોલ અભ્‍યાસ કરાવ્‍યો હતો. વલસાડ જિલ્લા કો-ઓર્ડિનેટર નિલેશ દયાળભાઈ કોસીયાને રાજ્‍યકક્ષાએ પ્રથમ ક્રમે બેસ્‍ટ કોચનો એવોર્ડ મુખ્‍યમંત્રીશ્રી ભૂપેન્‍દ્રભાઈ પટેલના હસ્‍તે ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી અને પ્રદેશ સંગઠન પ્રમુખ સી.આર.પાટીલની ઉપસ્‍થિતિમાં એનાયત થયો હતો. વલસાડ જિલ્લામાં યોગનો પ્રચાર પ્રસાર કરવામાં મહત્‍વની ભૂમિકા ભજવવા બદલ તથા ગુજરાત રાજ્‍ય યોગ બોર્ડમાં ઉત્‍કળષ્ટ કામકરવા બદલ તેમને આ પુરસ્‍કાર એનાયત થયો હતો. આંતરરાષ્‍ટ્રીય યોગ દિવસે વલસાડ જિલ્લામાં કુલ 150થી વધુ સ્‍થળે યોગ અભ્‍યાસ શિબિર થઈ હતી.

Related posts

વાપીમાં ટ્રક ડ્રાઈવરો હડતાલ ઉપર : નવા કાયદાનો વિરોધ કરી સુત્રોચ્‍ચાર કરી પુતળુ સળગાવ્‍યું

vartmanpravah

આછવણીના પ્રગટેશ્વર ધામ દ્વારા કુરુક્ષેત્રના બ્રહ્મ સરોવર તટે 108 કુંડી મહાવિષ્‍ણુ યજ્ઞ કરાયો

vartmanpravah

બાલદા એલ એન્‍ડ ટી કંપનીમાં બે દિવસ અગાઉ જ કામ કરવા આવેલા કામદારનું મોત

vartmanpravah

દમણ અને દીવના નવનિર્વાચિત સાંસદ ઉમેશભાઈ પટેલે આડેધડ કરાયેલા વિકાસના કામોના કારણે પ્રજા પરેશાન થઈ રહી હોવાનો પ્રશાસન સમક્ષ લગાવેલો આરોપ

vartmanpravah

વલસાડ જિલ્લા વિકાસ અધિકારી મનીષ ગુરવાનીએ છેવાડાના કપરાડા તાલુકાની મુલાકાત લીધી

vartmanpravah

જિલ્લા માહિતી કચેરી વલસાડ ખાતેથી કારર્કિદી માર્ગદર્શન વિશેષાંક મળશે

vartmanpravah

Leave a Comment